બાઇક અને સ્કૂટર ખરીદવું મોંઘુ બનશે, Heroએ કિંમતમાં કર્યો વધારો

જો તમે બાઇક અથવા સ્કૂટર લેવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે

News18 Gujarati
Updated: April 16, 2019, 4:57 PM IST
બાઇક અને સ્કૂટર ખરીદવું મોંઘુ બનશે, Heroએ કિંમતમાં કર્યો વધારો
Heroએ કિંમતમાં કર્યો વધારો
News18 Gujarati
Updated: April 16, 2019, 4:57 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: જો તમે બાઇક અથવા સ્કૂટર લેવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. દેશની સૌથી મોટી ટૂ વ્હીલર બનાવતી કંપની હીરો મોટોકોર્પે (Hero MotoCorp) તેના તમામ પ્રોડક્ટ્સ પર 1 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, અન્ય કંપનીઓ પણ કિંમતમાં વધારો કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ખર્ચ વધવાને લીધે HeroMotoCorpએ કિંમતો વધારી છે. પરંતુ જુદા-જુદા મોડલ ઉપરાંત બજાર માટે આ વધારો અલગ હશે.

હીરો મોટોકોર્પએ નાણાંકીય વર્ષ 2018-19માં ઘરેલુ માર્કેટમાં ટુ-વ્હીલરના વેચાણ મામલે વિરોધી હોન્ડા સાથે અંતર વધુ વધારી લીધું છે. હીરો મોટોકોર્પનું વેચાણ હોન્ડાથી લગભગ 20 લાખ એકમ વધુ રહ્યું છે. ગયા નાણાંકીય વર્ષમાં હીરો મોટોકોર્પનું વેચાણ 78,20,745 એકમ રહ્યું. જ્યારે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાનું વેચાણ 59,00,840 એકમ રહ્યું.

આમ, હીરો મોટોકોર્પનું વેચાણ હોન્ડા કરતાં 19,19,905 એકમ વધુ રહ્યું. નાણાંકીય વર્ષ 2017-18માં હીરો મોટોકોર્પનું વેચાણ 75,87,130 એકમ રહ્યું હતું, જ્યારે હોન્ડાનું વેચાણ 61,23,877 એકમ રહ્યું હતું.


Loading...

 આ પણ વાંચો: સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય! હવે સરળતાથી મળશે ફર્ટિલાઈઝર યૂરિયા

પાછલા નાણાંકીય વર્ષમાં પ્રીમિયમ મોટરસાયકલમાં એક્સટ્રીમ 200 આર અને ડેસ્ટિની 125ને માર્કેટમાં ઉતારતાં વેચાણમાં વધારાનો સિલસિલો કાયમ રહ્યો હતો. બીજી બાજુ, હોન્ડાએ 2020 સુધી હીરોને પાછળ કરવાનું મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યું છે. કંપનીનું કહેવું છે કે, 2018-19ના બીજા છ મહિનામાં પડકારરૂપ પરિસ્થિતિઓને કારણે પહેલાં છ મહિનામાં મળેલ લાભ પૂરો થઇ ગયો.
First published: April 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...