ચીનને જડબાતોડ જવાબ આપવા માટે Hero Cyclesએ લીધો મોટો નિર્ણય, રૂ.900 કરોડનો વેપાર કર્યો રદ

News18 Gujarati
Updated: July 4, 2020, 6:59 PM IST
ચીનને જડબાતોડ જવાબ આપવા માટે Hero Cyclesએ લીધો મોટો નિર્ણય, રૂ.900 કરોડનો વેપાર કર્યો રદ
ફાઈલ તસવીર

આગામી 3 મહિનામાં ચીન સાથે 900 કરોડ રૂપિયાનો વેપાર કરવાનો હતો. પરંતુ અમે આ પ્લાનને કેન્સલ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચીનના બહિષ્કાર કરવા માટે અમે પ્રતિબ્ધ છીએ.

  • Share this:
નવી દિલ્હીઃ ચીન ઉપર નિર્ભરતા ઓછી કરવા માટે યુનાઈટેડ સાઈકલ્સ પાર્ટ્સ એન્ડ મેન્યૂફેક્ચર્સ એસોશિએશન (UCPMA)ને ટેક્નિકલ મદદ કર્યા પછી હીરો સાઈકલ (Hero Cycles)ના એમડી અને ચેરમેન પંકજ મુંજલે એક નવી જાહેરાત કરી છે. શુક્રવારે પંકજ મુંજલે કહ્યું કે તેમણે ચીન સાથે 900 કરોડ રૂપિયાના વેપારને કેન્સલ કર્યો છે. તેમણે શુક્રવારે કહ્યું કે આગામી 3 મહિનામાં ચીન સાથે 900 કરોડ રૂપિયાનો વેપાર કરવાનો હતો. પરંતુ અમે આ પ્લાનને કેન્સલ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચીનના બહિષ્કાર કરવા માટે અમે પ્રતિબ્ધ છીએ.

અત્યાર સુધી હિરો સાઈકલ્સ હાઈ-એન્ડ બાઈસાઈકલ્સના પાર્ટ અને સાઈકલ્સની આયાત પણ કરી રહી હતી. હાઈ-એન્ડ બાઈસાઈકલ્સ પ્રોફેશનલ બાઈકર્સ અને રિક્રિએશનલ એક્ટિવિટીઝ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ બાઈસાઇકલ્સની કિંમત આશરે 15 હજાર રૂપિયાથી લઈને 7 લાખ રૂપિયા સુધીની હોય છે.

જર્મનીમાં પ્લાન્ટ ખોલવાની તૈયારીમાં છે હીરો સાઈકલ્સ

મુંજલે કહ્યું કે તેમણે ચીની કંપનીઓ સાથે પોતાનો વેપાર ખતમ કરીને હવે નવા માર્કેટની શોધમાં છે. ચીનની જગ્યાએ હવે તેમની કંપની જર્મન તરફ જોઈ રહી છે. હીરો સાઈકલ્સ જર્મનીમાં પોતાનો પ્લાન્ટ નાંખવાની તૈયારીમાં છે. જેથી યુરોપીય બજાર સુધી પહોંચ બનાવી શકે.

આ પણ વાંચોઃ-PM મોદીએ લોન્ચ કરી આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ, જાણો કેટેગરી સહિત તમામ વિગતો

મુંજલે વધુમાં જણાવ્યું હતું કે, થોડાક મહિનાઓ દરમિયાન દુનિયાભરમાં સાઈકલની માંગમાં વધારો થયો છે. જેના જોઈને કંપની પોતાની ક્ષમતામાં વધારો કરવા લાગી છે. તેમણે એ પણ કહ્યું કે લોકડાઉનના સમય દરમિયાન નાની કંપનીઓને મોટું નુકસાન થયું છે.આ પણ વાંચોઃ-કોરોના બન્યો વધુ ખતરનાક! કોરોનાનું નવુ રૂપ સામે આવ્યું, લોકોને વધારે ઝડપથી કરે છે સંક્રમિત

આ પણ વાંચોઃ-સુરતઃ 9 માસ બાદ ખટોદરાના કોન્સ્ટેબલ અને રિક્ષા ચાલકની ધરપકડ, બાઈક છોડાવા માંગી હતી રૂ.15,000ની લાંચ

100 એકરમાં તૈયાર થઈ રહી સાઈકલ વેલી
શુક્રવારે મુંજલે લુધિયાણાના ડીસી વરિંદર કુમાર શર્મા સાથે સાઈકલ વેલીની મુલાકાત લીધી હતી. હાઈ-એન્ડ બાઈસાઈકલ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. વેલીમાં ચીની કંપનીઓ દ્વારા પણ રોકાણ કરવાની યોજના હતી. આ સાઇકલ વેલીને 400 કરોડ રૂપિયા ખર્ચ કરીને 100 એકરમાં તૈયાર કરવામાં આવી રહી છે.
First published: July 4, 2020, 6:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading