હીરો લોન્ચ કરશે ઇલેક્ટ્રિક સાઇકલ, જાણો ખાસિયતો અને કિંમત

હીરો સાયકલે કહ્યું કે તેઓ યુકેમાં લેક્ટ્રોનાં નામથી ઇલેક્ટ્કિ સાયકલ લોન્ચ કરશે

આ માટે કંપની પોતાની યુકે બેઝ્ડ પોતાના ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ એવોસેટ સ્પોર્ટ્સનો સહારો લેશે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં સાઇકલનું મહત્વ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. તમને પણ મનમાં એકવાર થયું હોય કે મારે સાઇકલ વસાવવી છે. તો તમને આ સમાચાર ખુશ કરી શકે છે. હીરો સાઇકલ કંપનીએ કહ્યું છે કે તેઓ યુકેમાં લેક્ટ્રોનાં નામથી ઇલેક્ટ્કિ સાઇકલ લોન્ચ કરશે.આ સાઇકલ તમને ભારતમાં મળે જ છે.  યુકે માટે કંપની પોતાની યુકે બેઝ્ડ પોતાના ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ એવોસેટ સ્પોર્ટ્સનો સહારો લેશે.

  ચાર્જિંગ સ્ટેશનની જરૂર નથી

  હીરો સાઇકલનાં ચેરમેન પંકજ એમ મુંઝાલે કહ્યું કે, 'આગામી થોડા સમયમાં લેક્ટ્રોનાં અન્ય કેટલાક યુનિટ્સ ખોલવામાં આવશે. જેનાથી બ્રિટિશ ગ્રાહકો વચ્ચે તેની ઓળખ ઉભી થઇ શકે. તેમણે કહ્યું કે, 'આ સાઇકલ ઓફિસ જનારાઓ માટે, યુવાન અને વૃદ્ધો માટે ઘણી જ સારી છે. આની સૌથી મોટી ખાસિયત છે કે આ માટે કોઇપણ ચાર્જિંગ સ્ટેશનની જરૂર નહીં પડે.'

  કંપનીએ કહ્યું કે લેક્ટ્રોને માન્ચેસ્ટકનાં ગ્લોબલ ડિઝાઇનર સેન્ટર પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે. આ સાથે યુરોપીયન લોકોની પસંદને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

  આ પણ વાંચો : આવી રહી છે 3 સેક્ન્ડમાં 100 km\hની ઝડપ પકડનારી 'કારમેન' જોઇને જ કહેશો વાહ

  ભારતમાં આ સાઇકલની કિંમત

  જણાવીએ કે લેક્ટ્રો ભારતમાં પણ મળે છે. અહીં તેની શરૂઆતની કિંમત 18,999 રૂપિયા છે. આ કિંમતથી લઇને 26,999 રૂપિયા સુધીની સાઇકલ મળે છે. ઇન્ડિયામાં આ સાઇકલ લુધિયાનામાં બનાવવામાં આવે છે. કંપનીનું કહેવું છે કે સાઇકલમાં વધારે અપગ્રેડેશન માટે જાપાની કંપની સાથે કોલોબ્રેશન કરી શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published: