લૈંગિક અસમાનતા દૂર કરવા માટે મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાયને પ્રોત્સાહન આપવું જરૂરી

લૈંગિક અસમાનતા દૂર કરવા માટે મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાયને પ્રોત્સાહન આપવું જરૂરી
પ્રતિકાત્મક તસવીર

લૈંગિક અસમાનતાને દૂર કરવા માટે મહિલાઓને પુરુષ સમકક્ષ બનાવવી આવશ્યક છે. ભારતમાં શ્રમશક્તિમાં મહિલાઓનો માત્ર 25 ટકા હિસ્સો છે, જેમાં મહિલાઓને આવશ્યક સમર્થન આપવું જોઈએ.

  • Share this:
વૈશ્વિક મહામારી કોરોનાને કારણે દરેક વ્યક્તિ આર્થિક અને સ્વાસ્થ્ય ક્ષેત્રે અનેક પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. કોરોનાની અસર મહિલાઓ કરતા પુરુષો પર અધિક જોવા મળી રહી છે. WEConnect International આ એક વૈશ્વિક મંચ છે, જે ગ્રાહકો અને ખરીદદારોને જોડવાનું કાર્ય કરે છે. તેમજ મહિલાઓ દ્વારા સંચાલિત કંપનીઓમાં કોવિડ-19 દરમ્યાન શું અસર વર્તાઈ છે તેનું સર્વેક્ષણ કરે છે.

ભારતમાં 80 ટકાથી અધિક મહિલાઓ દ્વારા સંચાલિત કંપનીઓમાં COVID-19ની નકારાત્મક અસર જોવા મળી છે. સર્વે અનુસાર 55 ટકા વધુ મહિલાઓ સંચાલિત કંપનીઓએ ઓનલાઈન પ્લેટફોર્મ મેળવ્યું છે. WEConnect Internationalના CEO એલિઝાબેથે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, કોરોના મહામારી દરમ્યાન મહિલાઓ દ્વારા સંચાલિત કંપનીઓમાં મહિલાઓએ ખૂબ જ સારુ કામ કર્યું છે. ડિજિટલ પ્લેટફોર્મ પર આવતી સમસ્યાઓને દૂર કરીને ઉપભોક્તાઓની માંગ પૂર્ણ કરી છે.



ઈ-કોમર્સનું મહત્વ

ઈ-કોમર્સના માધ્યમથી વિકાસશીલ દેશોમાં ખાસ કરીને ભારતમાં મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાયને આર્થિક સ્તરે મજબૂત કરવા માટેની સહાય મળે છે. 2017માં સંયુક્ત રાષ્ટ્રે મહિલાઓના આર્થિક સશક્તીકરણ અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી સામુહિક સુવિધાનો લાભ પ્રદાન કરવામાં આવે છે. આ વૈશ્વિક મહામારી દરમ્યાન જાણવા મળ્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મના કાર્યને ઝડપી બનાવવા જોઈએ. ઈ કોમર્સના માધ્યમથી મહિલાઓ દેશમાં અને દેશની બહાર વ્યવસાય કરી શકે છે.

મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાયને પ્રોત્સાહન

મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે તેમના ઉત્પાદનની અધિક ખરીદી મહત્વની છે. તેમના ઉત્પાદનની ખરીદી કરીને તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. જેનાથી તેમને બજારમાં સમાન તક પ્રાપ્ત થશે. લૈંગિક અસમાનતાને દૂર કરવા માટે મહિલાઓને પુરુષ સમકક્ષ બનાવવી આવશ્યક છે. ભારતમાં શ્રમશક્તિમાં મહિલાઓનો માત્ર 25 ટકા હિસ્સો છે, જેમાં મહિલાઓને આવશ્યક સમર્થન આપવું જોઈએ.

વર્તમાન સમયમાં મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાયમાં તેમના ઉત્પાદન પર વપરાશ કરવામાં આવેલ રકમથી 1% ઓછી પ્રાપ્ત થાય છે. વર્ષ 2025 સુધીમાં બજારમાં સમાન તક ઊભી કરીને વૈશ્વિક જીડીપીમાં $ 28 ટ્રિલિયન અથવા 26%નો વધારો કરી શકાય છે. અમેરિકાના ઘરેલુ ઉત્પાદનમાં $ 1.2 ટ્રિલિયનથી અધિક, જાપાનના 325 અરબ ડોલર અને 240 અરબ ડોલરનો વધારો થઈ શકે છે. ભારતમાં મહિલાઓ માટે સમાન તક ઊભી કરીને જીડીપીમાં 18%ની વૃદ્ધિ થઈ શકે છે. તેમજ વ્યાવસાયિક રૂપે મહિલાઓની સમાનતાને પ્રોત્સાહન આપવાથી વૈશ્વિક જીડીપીમાં 5.87 ટ્રિલિયન ડોલરની વૃદ્ધિ થઈ શકે છે.

વાઝક્વેઝે જણાવ્યું કે ભારતમાં મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે તેમના સ્ત્રોતમાં વધારો કરવામાં આવ્યો છે. વૈશ્વિક અને પ્રાદેશિક ખરીદદારો તેમના વ્યવસાયને આગળ વધારવામાં ફાળો આપી શકે છે. સરકાર દ્વારા આ અંગે જાગૃતતા લાવવામાં આવી રહી છે. વિશ્વમાં મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાય ક્ષેત્રે ધીમીગતિથી પરિવર્તન આવી રહ્યું છે.

મહિલાઓનું યોગ્ય પ્રભુત્વ

બેંક લોનને સુરક્ષિત કરવા માટે મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાય દ્વારા સાબિત કરવાનું રહેશે કે જેટલું અધિક વેચાણ થશે તેટલો અધિક નફો પ્રાપ્ત થશે અને રોકાણકારો તેમાં રોકાણ કરશે. જ્યાં સુધી મહિલાઓનું વ્યવસાય ક્ષેત્રે પ્રભુત્વ જોવા મળશે નહીં, ત્યાં સુધી તે શક્ય નથી. મહિલાઓના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે તેને વિશિષ્ટ સમર્થનની આવશ્યકતા છે. વિશિષ્ટ સમર્થન આપવા પર તેમન પ્રતિસ્પર્ધા માટે સમાન અવસર આપવામાં આવે છે. ભારતમાં માંગ અને પુરવઠાને સરળ કરવા માટે સમાન કાર્ય અને સમાન તક આવશ્યક છે.
Published by:News18 Gujarati
First published:April 01, 2021, 23:21 pm

ટૉપ ન્યૂઝ