અહીંથી રૂ. 1.80 લાખમાં ઝીરો ડાઉન પેમેન્ટ પર ખરીદો Hyundai i10 કાર, ગેરંટી અને વોરંટી પણ મળશે

હ્યુન્ડાઈ આઈ10 કાર. (ફાઇલ તસવીર)

Buy Hyundai i10 car: સેકન્ડ હેન્ડ કારની ખરીદી અને વેચાણ કરતી વેબસાઇટ CARS24 તરફથી Hyundai i10 કારને પોતાની સાઇટ પર લિસ્ટ કરવામાં આવી છે.

  • Share this:
    મુંબઈ: હ્યુન્ડાઈ આઈ10 (Hyundai i10) પર કંપની મોટી ઑફર આપી રહી છે. આ માઇલેજ કાર ઓછા બજેટમાં મોટા ફીચર્સ સાથે આવે છે. હ્યુન્ડાઈ આઈ10 કાર કંપનીની ખૂબ જ પ્રસિદ્ધ કારમાંની એક છે. કંપની આ કાર પર ખૂબ સારી ઑફર આપી રહી છે. Hyundai i10 કારને તમે શોરૂમમાંથી 4.97 લાખ રૂપિયાથી 7.59 લાખ રૂપિયા સુધી ખરીદી શકો છો. જોકે, ઑફર અંતર્ગત આ કાર બે લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે ઘરે લાવી શકો છો.

    અહીં મળી રહી છે ઑફર

    સેકન્ડ હેન્ડ કારની ખરીદી અને વેચાણ કરતી વેબસાઇટ CARS24 તરફથી Hyundai i10 કારને પોતાની સાઇટ પર લિસ્ટ કરવામાં આવી છે. વેબસાઇટે આ કારની કિંમત 1,88,799 રૂપિયા રાખી છે. વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ કારનું મૉડલ ફેબ્રુઆરી 2011નું છે, જેની માલિકી ફર્સ્ટ છે. આ એક નૉન એક્સિડન્ટ કાર છે. આ કાર 55,623 કિલોમીટર ચાલી ચૂકી છે. આ કારનું રજિસ્ટ્રેશન HR-12 છે.

    છ મહિનાની વોરંટી

    આ કારની ખરીદી કરવા પર કંપની અમુક શરતોની સાથે છ મહિનાની વોરંટી અને સાત દિવસની મની બેક ગેરંટી આપે છે. આ ઉપરાંત આ કાર પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. એટલે કે આ કારને ઝીરો ડાઉન પેમેન્ટ પર ઘરે લઈ જઈ શકાય છે.

    હ્યુન્ડાઈ આઈ10 કાર

    હ્યુન્ડાઈ આઈ10 કાર ઓછા બજેટમાં વધારે માઇલેજ આપતી કાર છે. કારમાં કંપનીએ 1,297 સીસીનું એન્જિન આપ્યું છે. આ એન્જિન 81.86 વીએચપીનો પાવર અને 113.75 એનએમનો પીક ટૉર્ક જનરેટ કરે છે. આ કારમાં પાંચ કાર મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ આવે છે. કારના ફીચર્સની વાત કરીએ તો તેમાં પાવર વિન્ડો, પાવર સ્ટીયરિંગ, એબીએસ, એર કન્ડીશન, ફ્રન્ટ સીટ પર ડ્યુઅલ એરબેગ વગેરે સામેલ છે.

    Ola carsની ઑફર: કારની ખરીદી પર મળશે 1 લાખનું ડિસ્કાઉન્ટ

    ભારતમાં સૌથી મોટા મોબિલિટી પ્લેટફોર્મ ઓલા (OLA)એ ભારતમાં સૌથી મોટા પ્રી-ઓન્ડ કાર (Pre-Owned car festival) ફેસ્ટિવલની જાહેરાત કરી છે. આ રીતે ઓલા કાર્સ (Ola cars) પ્લેટફોર્મ પર 2000થી વધારે શાનદાર ડીલ્સ અને ઑફર્સ આપવામાં આવી રહી છે. કંપનીનો દાવો છે કે જો તમે આ કાર ફેસ્ટિવલ (Car festival)માં કોઈ પણ કાર ખરીદો છો તો તમને 1 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ સાથે તમને બે વર્ષ સુધી કારની મફત સર્વિસ અને 12 મહિનાની વોરંટી તેમજ 7 દિવસની રિટર્ન પોલીસી જેવી અનેક ઑફર આપવામાં આવી રહી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: