Home /News /business /સરકારે જાહેર કર્યું 2.40 લાખ કરોડનું ઈન્ક્મ ટેક્સ રિફંડ, આ રીતે ઘરેબેઠા જ ચેક કરો સ્ટેટસ
સરકારે જાહેર કર્યું 2.40 લાખ કરોડનું ઈન્ક્મ ટેક્સ રિફંડ, આ રીતે ઘરેબેઠા જ ચેક કરો સ્ટેટસ
સરકારે જાહેર કર્યું 2.40 લાખ કરોડનું ઈન્ક્મ ટેક્સ રિફંડ, આ રીતે ઘરેબેઠા જ ચેક કરો સ્ટેટસ
ITR Refund Status: સરકારે 1 એપ્રિલ, 2022થી 10 જાન્યુઆરી, 2023 વચ્ચે 2.40 લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કર્યા છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકોને તેમના રિફંડની સ્થિતિ જાણવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ તમે 4 સિમ્પલ સ્ટેપ અનુસરીને તમારી રિફંડ સ્થિતિ સરળતાથી ચકાસી શકો છો.
કેન્દ્ર સરકારે કરદાતાઓને રાહત (Taxpayers) આપતા આવકવેરા રિફંડ (Income Tax Refund) જારી કર્યું છે. સરકારે 1 એપ્રિલ, 2022થી 10 જાન્યુઆરી વચ્ચે 2.40 લાખ કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. જે ગત વર્ષના સમાન સમયગાળા કરતાં 58.74 ટકા વધુ છે. પીઆઈબી (PIB)એ રિફંડ અંગે માહિતી આપી છે. મોટાભાગે લોકોને પોતાના રિફંડનું સ્ટેટસ (How to Check ITR Refund Status) જાણવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો આજે અમે તમને તમારી આ સમસ્યાનું નિવારણ જણાવીશું અને રિફંડ સ્ટેટસ કઇ રીતે ચેક કરી શકાય છે તે સ્ટેપ્સ (Steps to check) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આ સ્ટેપ્સ ફોલો કરીને તમને ઘરે બેઠા તમારું રિફંડ સ્ટેટસ જાણી શકો છો.
સ્ટેપ 1 – સૌથી પહેલા ઈ-ફાઈલિંગ પોર્ટલના હોમપેજ પર જાઓ. ત્યાર બાદ ઈન્ક્મ ટેક્સ રિટર્નના સ્ટેટસ પર ક્લિક કરો.
સ્ટેપ 2 – ઇન્કમ ટેક્સ રિટર્ન સ્ટેટસ પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. તેમાં જઇને તમારો એક્નોલેજમેન્ટ નંબર અને મોબાઇલ નંબરને એન્ટર કરીને કન્ટિન્યૂ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 3- ત્યાર બાદ તમારા મોબાઇલ નંબર પર 6 અંકનો એક OTP આવશે. તમારે તેને એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. આપને જણાવી દઇએ કે OTP માત્ર 15 મિનિટ માટે જ વેલિડ રહેશે.
સ્ટેપ 4- સમગ્ર પ્રોસેસ સફળ થયા બાદ તમારી સ્ક્રિન પર ITR સ્ટેટસ જોવા મળશે.
વેબસાઇટ પર લોગીન કર્યા વગર આ રીતે ચેક કરી શકો છો સ્ટેટસ
સ્ટેપ 1 – સૌથી પહેલા આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાવ.
સ્ટેપ 2- હવે આવકવેરા રિફંડ સ્ટેટસ પર ક્લિક કરો.
સ્ટેપ 3 - નવું પેજ ખુલ્યા પછી તમારે એક્નોલેજમેન્ટ નંબર અને માન્ય મોબાઇલ નંબર દાખલ કરવો પડશે.
સ્ટેપ 4- આગળના સ્ટેપમાં OTP દાખલ કરો અને તેને સબમિટ કરો.
સ્ટેપ 5 - હવે તમારી સામે આખું સ્ટેટસ ખુલી જશે.
તમે યુઝર આઈડી અને પાસવર્ડથી પણ આવકવેરા રિટર્ન ચેક કરી શકો છો. આ માટે તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને યુઝર અને પાસવર્ડ સાથે લોગ ઈન કરવું પડશે. આ પછી, તમે આઇટીઆર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર