કામની વાત: સેલરી એકાઉન્ટ પર બેંક આપે છે આટલા ફાયદા, મફતમાં મળે છે આ સર્વિસ

પ્રતિકાત્મક તસવીર

આ એકાઉન્ટ સામાન્ય બેન્ક એકાઉન્ટથી અલગ હોય છે. આ એકાઉન્ટના ઘણા ફાયદા છે. પરંતુ આ ફાયદા અંગે ખૂબ ઓછા લોકોને ખ્યાલ હોય છે.

  • Share this:
નવી દિલ્હી : નોકરિયાત વર્ગને કંપનીઓ સ્પેશિયલ બેન્ક એકાઉન્ટ આપે છે. જેને સેલરી એકાઉન્ટ કહેવામાં આવે છે. આ એકાઉન્ટ સામાન્ય બેન્ક એકાઉન્ટથી અલગ હોય છે. આ એકાઉન્ટના ઘણા ફાયદા છે. પરંતુ આ ફાયદા અંગે ખૂબ ઓછા લોકોને ખ્યાલ હોય છે. ઘણી વખત સેલરી એકાઉન્ટમાં મળતા ફાયદા અંગે બેંક પણ જણાવતી નથી. આજે આપણે સેલરી એકાઉન્ટ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો જોઈશું.

ઉલ્લેખનીય છે કે, SBI સેલરી એકાઉન્ટમાં કોર્પોરેટ, હોસ્પિટલ કે હોટલના કર્મચારીઓને અનેક પ્રકારના ફાયદા થાય છે. સેલરી એકાઉન્ટ ખુલી ગયા બાદ તમને એકાઉન્ટ નંબર આપવામાં આવે છે. કોર્પોરેટ ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી કર્મચારીઓના સેલરી એકાઉન્ટમાં કંપનીઓ પૈસા નાંખે છે. કર્મચારી પોતાનું સેલરી એકાઉન્ટ દેશની કોઈપણ બ્રાન્ચમાં ખોલાવી શકે છે.

SBI સેલેરી એકાઉન્ટના ફાયદા

>> ઝીરો બેલેન્સ એકાઉન્ટ
>> કોઈપણ બેંકના એટીએમથી ફ્રી અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન
>> ફ્રી એટીએમ કમ ડેબિટ કાર્ડ
>> જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર માટે એટીએમ કાર્ડ
>> મફત મલ્ટીસિટી ચેક
>> લોકર ચાર્જ પર 25%ની રાહત
>> ફ્રી ડ્રાફ્ટ, SMS એલર્ટ, ઓનલાઈન NEFT/RTGS
>> મહિનાની સેલરી પર ઓવરડ્રાફ્ટની સુવિધા

સેલરી એકાઉન્ટના ફાયદા કયા-કયા?

બેંક આપે છે ડેડીકેટેડ વેલ્થ મેનેજર

જો તમારી પાસે બહુ બધા પૈસા છે, તો તમે વેલ્થ સેલરી એકાઉન્ટ પણ ખોલી શકો છો. આ હેઠળ, બેંક તમને ડેડીકેટેડ વેલ્થ મેનેજર આપે છે. આ મેનેજર તમારી બેંકથી સંબંધિત તમામ કાર્યની દેખરેખ રાખે છે.

વિનમૂલ્યે ઈન્ટરનેટ ટ્રાન્જેક્શન

કેટલીક બેંકો પેરોલ એકાઉન્ટને ક્રેડિટ કાર્ડ આપવા, વિનમૂલ્યે ઇન્ટરનેટ ટ્રાન્ઝેક્શન, ઓવરડ્રાફ્ટ્સ, સસ્તી લોન, ચેક, પે ઓર્ડર અને ડિમાન્ડ ડ્રાફ્ટની ફ્રી રેમિટેંસ જેવી સુવિધા આપે છે.

સેવિંગ એકાઉન્ટમાં બદલાય છે સેલરી એકાઉન્ટ

થોડા સમયથી તમારા ખાતામાં પગાર આવતો ન હોવાનું તમારી બેંકને ખબર પડે તો તમને મળેલી બધી સુવિધાઓ પરત લેવામાં આવી છે. તમારું બેંક એકાઉન્ટ સામાન્ય બચત ખાતા તરીકે ચાલુ રાખવામાં આવે છે.

સરળતાથી ટ્રાન્સફર થાય છે એકાઉન્ટ

સેલરી એકાઉન્ટના કિસ્સામાં એક બેંકથી બીજી બેંકમાં એકાઉન્ટ બદલવાની પ્રક્રિયા સરળ છે. જોકે, તેમાં કેટલીક શરતો મુકવામાં આવે છે.

કેવી રીતે ખુલે છે સેલરી એકાઉન્ટ

સેલરી એકાઉન્ટ ખોલવા માટે તમારે કોઈપણ કોર્પોરેટ, સરકારી વિભાગ અથવા પીએસયુમાં કાર્યરત હોવું જોઈએ. તમારી કંપનીના તે બેંક સાથે સેલરી એકાઉન્ટનો સંબંધ હોવો જોઈએ. આ સાથે આ બેંકમાં ગ્રાહકનું અન્ય કોઈ એકાઉન્ટ હોવું જોઈએ નહીં.

અન્ય કઈ કઈ સુવિધા મળે છે?

બેંક તમને વ્યક્તિગત ચેક બુક આપે છે, જેમાં દરેક ચેક પર તમારું નામ હોય છે. તમે બિલ ચુકવણીની સુવિધા લઈ શકો છો અથવા ફોન કે ઇન્ટરનેટ દ્વારા પણ ચુકવણી કરી શકો છો. બેંકો સેફ ડિપોઝિટ લોકર, સ્વીપ ઇન, સુપર સેવર સુવિધા, ફ્રી પેબલ એટ પાર ચેકબુકમાં , ફ્રી ઇન્સ્ટાલેર્ટ્સ, ફ્રી પાસબુક અને ફ્રી ઇમેઇલ સ્ટેટમેન્ટ જેવી સુવિધાઓ પણ આપે છે.
First published: