જાણીતી બિયર બ્રાન્ડ હેનીકેને બનાવ્યા ખાસ સ્નીકર્સ, જેના સોલમાં હોય છે બીયર
Heineken Beer Sneakers: ડચ લીકર કંપની હેઇનકેને પોતાની નવી બિયર સિલ્વરના પ્રમોશન માટે અનોખો રસ્તો અપનાવ્યો છે. કંપનીએ બીયર સ્નીકર્સ બનાવ્યા છે જેના સોલમાં હકીકતમાં બીયર ભરવામાં આવે છે. કંપનીના આ આઇડિયા પર કેટલાક યુઝર્સે તો લખ્યું કે હવે ટોસ્ટ હાથેથી નહીં પગ એકબીજા સાથે ભટકાવીને કરવો પડશે.
મુંબઈઃ લોકપ્રિય ડચ લીકર કંપની હેઇનકેને બીયરથી ભરેલા સ્નીકર્સ લોન્ચ કર્યા છે. આ સ્નીકર્સનની ડિઝાઈન હેઈનકેન બોટલના રંગ મુજબ બનાવવામાં આવી છે. આ ઉપરાંત આ સ્નીકર્સ અલગ કરી શકાય તેવા ઓપનર સાથે પણ આવે છે, તેથી જો તમે તમારા જૂતામાંથી બીયરને બહાર કાઢીને પીવા માગો છો તો પી શકો છો. કંપનીએ તેની હેઈનકેન સિલ્વર બિયરને પ્રમોટ કરવા માટે હમણાં માટે આવી માત્ર 32 જોડી ડિઝાઇન કરી છે.
કંપનીએ લિમિટેડ-એડીશન જૂતાના વિડિયો પ્રોમો સાથે ટ્વિટર પર જણાવ્યું હતું કે, ' હાઇનેકિક્સ (Heinekicks) એ તમારા રોજિંદા જૂતા નથી, પરંતુ તેમને દરરોજ બીયર પર ચાલવા પણ નથી મળતું હોતું." કંપનીએ આગળ લખ્યું કે "હેઇનકેન સિલ્વરની ક્વોલિટીને સેલિબ્રેટ કરવા માટે જાણીતા શૂઝ ડિઝાઇનર ડોમિનિક સિએમ્બ્રોન (Dominic Ciambrone) સાથે મળીને ડિઝાઇન કરવામાં આવ્યા છે." સ્નીકર કસ્ટમાઇઝેશનના નિષ્ણાત ડિઝાઈનર સિએમ્બ્રોને જણાવ્યું હતું કે હેઇનકિક્સ પર કામ કરવું એ એક મજાનો પડકાર હતો.
Beer for your sole
Designed in collaboration with noted shoe designer, Dominic Ciambrone, to celebrate the smoothness of Heineken®️ Silver. Heinekicks aren't your everyday shoe, but it’s not every day you get to walk on beer. pic.twitter.com/LefwD5X7if
તેમણે પ્રખ્યાત કેમ્પેઇન વેબસાઇટને જણાવ્યું હતું કે, "અમે બંને ઈનોવેશન અને પોતાની મર્યાદાઓને સતત આગળ ધપાવવાનો જુસ્સો ધરાવીએ છીએ, અને તેને પ્રતિબિંબિત કરવા માટે આ એક ડિઝાઇન બનાવી છે." તેમણે આગળ કહ્યું કે "આ શૂઝ માત્ર હેઈનકેન સિલ્વરની એનર્જીને દર્શાવે તેવું નથી પરંતુ તેને પોતાની સાથે વહન પણ કરે છે." તેમણે ઉમેર્યું. " મને યાદ નથી કે મેં ક્યારેય એવું સ્નીકર ડિઝાઇન કર્યું છે જેમાં હકીકતમાં બીયર હોય."
બીજી તરફ ડચ લીકર કંપનીના આ કેમ્પેઇન પર સોશિયલ મીડિયા યુઝર્સે પ્રોડક્ટ પર રમૂજી પ્રતિક્રિયા આપી હતી. જેમાં એક યુઝરે લખ્યું કે "તો, જો અમે ટોસ્ટ કરવા માંગીએ, તો શું અમારે હીલ્સ એકબીજા સાથે અથડાવવાના?" એક યુઝરે કહ્યું. જ્યારે એક યુઝર્સે તો લખ્યું કે "આ તો તમે જ્યાં જાઓ ત્યાં બિયરની દાણચોરી કરવાનો એકમાત્ર રસ્તો છે."
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર