Grand i10થી Creta સુધી, Hyundaiની આ કારો પર 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં હ્યૂન્ડઈ લઈને આવ્યું છે સ્માર્ટ ડીલ્સ ઑન વ્હીલ્સ ઑફર

News18 Gujarati
Updated: October 4, 2019, 3:35 PM IST
Grand i10થી Creta સુધી, Hyundaiની આ કારો પર 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
હ્યૂન્ડઈ વર્ના
News18 Gujarati
Updated: October 4, 2019, 3:35 PM IST
કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ એકદમ યોગ્ય સમય છે, કારણ કે ફેસ્ટિવ સીઝન આવવાથી કાર કંપનીઓ કારો પર ભારે છૂટ આપી રહી છે. Hyundai આ ફેસ્ટિવ સીઝન લોકોને આકર્ષવા માટે સ્માર્ટ ડીલ્સ ઑન વ્હીલ્સ (smart deals on wheels) લઈને આવ્યા છે. આ સીમિત અવધિની ઑફર હેઠળ Hyundai પોતાની ગાડીઓ પર બે લાખ રૂપિયા સુધીની છૂટ આપી રહ્યું છે. આ ઑફર Grand i10, Elite i20, Santro, Cretaથી લઈને લગભગ Hyundaiની તમામ કારોની ખરીદી પર લાગુ છે. તો આવો જાણીએ કઈ કાર પર મળી રહી છે ક્યાં સુધીની છૂટ...

Grand i10: આ શાનદાર હૅચબેક કાર પર આપને 95 હજાર રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. ઑફર ગ્રેન્ડ આઈ10ના પેટ્રોલ, ડીઝલ અને ઑટોમેટિક ત્રણેય જ મૉડલ્સ પર મળી રહ્યા છે.

Elite i20: પ્રીમિયમ હૅચબેક એલીટ આઈ20નની પણ પેટ્રોલ, ડીઝલ કે ઑટોમેટિક મૉડલ ખરીદવા પર આપને 65 હજાર રૂપિયા સુધીની છૂટ મળી રહી છે.

Santro: જો તમે સેન્ટ્રોનું પેટ્રોલ કે ઑટોમેટિક મૉડલ લે છે તો આપને 65 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે.

Creta: કૉમ્પેક્ટ એસયૂવી ક્રેટાના પણ તમામ મૉડલ્સ પર 80 હજાર રૂપિયા સુધીની છૂટ મળી રહી છે.

Grand i10 Nios/Venue: આ ગાડીઓની ડિમાન્ડ ઘણી વધુ છે, પરંતુ કંપની આ ફેસ્ટિવ સીઝન ભારે ડિમાન્ડ હોવા છતાંય ગ્રાહકોને એશ્યોર્ડ અર્લી ડિલીવરી (વહેલામાં વહેલી ડિલીવરી) આપી રહી છે.
Loading...

Xcent: આ કારના પેટ્રોલ અને ડીઝલ મૉડલ પર Hyundai 95 હજાર રૂપિયા સુધીના લાભ આપી રહ્યું છે.

Verna: પોતાની સૌથી લોકપ્રિય સિડાન વર્નાના પેટ્રોલ અને ડીઝલ મૉડલ પર કંપની 60 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Elantra/Tucson: આ પ્રીમિયમ સિડાન અને એસયૂવી પર આપને બે લાખ રૂપિયા સુધીની ભારે છૂટ મળી રહી છે.

નોંધ : આ ઑફર્સની સાથે જ Hyundai પોતાની કારો પર ચાર વર્ષની એક્સટેન્ડેડ વૉરન્ટી અને રોડ સાઇડ આસિસ્ટન્ટ (RSA) આપી રહ્યું છે.

આ પણ વાંચો,

તમારી પાસે આટલા વર્ષ જૂની કાર કે બાઇક હશે તો જલદી થઇ શકે છે નકામી
સોનાના ભાવમાં તેજીથી જ્વેલર્સની ચિંતા વધી, આ છે કારણ
First published: October 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...