મુંબઈ: તમારા સ્વાસ્થ્ય વીમા (Health Insurance)નું પ્રીમિયમ વધવા જઈ રહ્યું છે. ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ (Group health insurance) એપ્રિલ મહિનાથી વધી ગયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે બાકીના હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ પણ રિન્યૂઅલ વખતે વધવાનું નક્કી છે. માર્શ-મર્સર બેનિફિટ્સ પ્રમાણે કંપની તરફથી કર્મચારીઓની મળતી હેલ્થ પોલિસીનું પ્રીમિયમ (Health policy premium) આ વર્ષે 15 ટકા વધવાનો અંદાજ છે. નિષ્ણાતોનું કહેવું છે કે વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમાનું પ્રીમિયમ બહુ ઝડપથી વધવાનું છે. આનું કારણ એવું છે કે કોવિડ-19ના ક્લેઇમને પગલે વીમા કંપનીઓ પર ભારણ વધ્યું છે. આથી જ વીમા કંપનીઓ પ્રીમિયમ વધારવા માટે રેગ્યુલેટરનું એપ્રૂવલ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં 8થી 15 ટકાનો વધારો થઈ શકે છે.
કોરોના મહામારી (Corona Pandemic)ને કારણે દુનિયાભરમાં મેડિકલ ખર્ચમાં વધારો થયો છે. જેની સીધી અસર સ્વાસ્થ્ય વીમા કંપનીઓ પર પડી છે. સિક્યોરનાઉ ઇન્શ્યોરન્સ બ્રોકર્સના સહ-સ્થાપક અને પ્રિન્સિપાલ ઑફિસર અભિષેક બેન્ડિયાએ કહ્યુ કે, "કોવિડ-19ને પગલે સ્વાસ્થ્ય વીમાનો ઉપયોગ ખૂબ વધ્યો છે. આ ઉપરાંત પેન્ટ-અપ માંગ પણ આવી રહી છે. જો લોકોએ પોતાની સર્જરી અને પ્રોસિઝર રોકી રાખી હતી, તેઓ હવે કરાવી રહ્યા છે. જેનાથી ક્લેઇમ વધી ગયા છે. જેની સીધી અસર ઇન્શ્યોરન્સ કંપનીઓ પર પડી રહી છે."
તેમનું માનવું છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ દર ત્રણ વર્ષે ક્લેઇમને જોતા રેટ્સ વધારી શકે છે. પોલિસીધારકો માટે એક ઉંમરના બ્રેકેટમાંથી બીજામાં જવા પર પ્રીમિયમ વધી શકે છે. સામાન્ય રીતે 35થી 39 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ સ્થિર રહે છે. 40 પાર કર્યાં બાદ તેમાં ઉછાળો આવી શકે છે.
જો તમે યુવાન છો તો તમારી પાસે એક વિકલ્પ એવો પણ છે કે તમે વિવિધ વીમાં કંપનીઓના પ્રીમિયમની સરખામણી કરી શકો છો. તમે તમારી પોલિસીને પોર્ટ કરી શકો છો. તમારે એવી પોલિસી પર ભાર આપવો પડશે જે વધારે પ્રસિદ્ધ હોય. અમુક કંપનીઓ વર્તમાન પ્રોડક્ટ્સ પરત લઈ લે છે અને ગ્રાહકોને બીજી પ્રોડક્ટ આપી દેતી હોય છે, આનાથી પ્રીમિયમ ખૂબ વધી જાય છે.
ડિટ્ટો ઇન્શ્યોરન્સના સહ-સ્થાપક એસ કારકેરાએ કહ્યુ કે, "જો તમે પ્રસિદ્ધ પ્રોડક્ટ ખરીદો છો, જે બે ત્રણ વર્ષથી માર્કેટમાં છે તો વીમા કંપનીઓ તે પ્રોડક્ટને બંધ કરી શકે તેવી શક્યતા નહીવત છે. તેનું પ્રીમિયમ પણ વધવાની શક્યતા ઓછી રહે છે."
તમારે એવી વાતો ધ્યાનમાં રાખવની છે, જે આપણને નવી પોલિસી ખરીદતી વખતે રાખીએ છીએ. પ્રીમિયમ ઓછું હોવું જોઈએ, ફીચર જોઈ લો, હૉસ્પિટલનું નેટવર્ક તપાસી લો. બાદમાં ક્લેમ સેટલમેન્ટ રેશિયો પણ જોઈ લો. એ પણ જોઈ લો કે પૉલિસી સપોર્ટ અને ક્લેમ સર્વિસ માટે ડિજિટલ સપોર્ટ કેવો છે. બોન્ડિયાએ જણાવ્યું કે, "તમારે એવી પૉલિસી પસંદ કરવી જોઈએ, જેમાં નૉ-ક્લેઇમ બોનસ વધારે હોય. જેનાથી તમારે કોઈ વધારાની કિંમત ચૂકવ્યા વધારે કવચ મળશે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર