Home /News /business /ડાયાબીટીસ અને બ્લડપ્રેશર દર્દીઓને પહેલા દિવસથી જ મળશે લાભ, આ કંપનીએ લોન્ચ કર્યો પ્લાન

ડાયાબીટીસ અને બ્લડપ્રેશર દર્દીઓને પહેલા દિવસથી જ મળશે લાભ, આ કંપનીએ લોન્ચ કર્યો પ્લાન

ડાયાબીટીસ અને હાઈ બીપીના દર્દીઓ માટે ખાસ આરોગ્ય વીમો રજૂ કરવામાં આવ્યો.

નિવા બુપા હેલ્થ ઈંશ્યોરન્સ કંપનીએ ડાયાબીટીસ અને હાઈ બ્લડ પ્રેશર દર્દીઓ માટે એક ખાસ નવી હેલ્થ પોલિસી રજૂ કરી છે. જેના અંતર્ગત દરેક વ્યક્તિને પહેલા દિવસથી જ વીમાનું કવરેજ આપવાનું શરું થઈ જશે. સામાન્ય રીતે ડાયાબીટીસ અને હાઈ બીપીના દર્દીઓને કવરેજ અંદર આવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડતી હતી. આ પ્લાન એવા લોકો માટે છે જેઓ પહેલાથી રિઇન્શ્યોર છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ વીમા કંપની Niva Bupa Insurance Company Limited એ ડાયાબિટિઝ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે એક નવી હેલ્થ પોલિસી શરુ કરી છે. આ એક રાઇડર પ્લાન છે. આ સ્માર્ટ હેલ્થ પ્લસ ડિઝિસ મેનેજમેન્ટ પ્લાનમાં પહેલા દિવસથી જ ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર અને તેની કોમોર્બિડિટીને વીમા કવચ પૂરું પાડવામાં આવશે. આ યોજના ભારતમાં આ બિમારીથી પીડિત લોકોની વધુ સંખ્યાને જોઈને શરું કરવામાં આવી છે. રાઇડર પ્લાન એવા લોકો માટે ઉપલબ્ધ રહેશે જેમણે પહેલાથી જ રિએશ્યોર પ્લાન લીધો છે.

જો 2 લાખ રુપિયા હોય તો નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ રીતે રોકાણ કરો અને બિન્દાસ્ત બની જાવ

પહેલા મેક્સ બૂપા હેલ્થ ઇંશ્યોરન્સ કંપની લિમિટેડ નામથી ઓળખાતી નીવા બૂપાએ મંગળવારે એક પ્રેસ રીલિઝમાં કહ્યું કે, 'એ ધ્યાનરાખવું ખૂબ જ જરુરી છે કે આવા ગ્રાહકો માટે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધુ રહેલું છે અને તેના માટે તેમને તત્કાલ વીમા કવચની જરુર પડે છે.' કંપનીએ કહ્યું કે આ પ્લાનનો ઉદ્દેશ્ય ડાયાબિટિઝ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોને કોઈ ચિંતા વગર જીવન જીવવાનો વિશ્વાસ અપાવવાનો છે. તેમજ સ્માર્ટ હેલ્થ પ્લસ ડિઝિસ મેનેજમેન્ટ રાઇડર એક સ્વસ્થ જીવનશૈલી અપનાવતા વીમા દારકને ત્રણ મહિનામાં એક મફત આરોગ્ય તપાસ અને આરોગ્ય વીમાના રિન્યુઅલ પર પ્રીમિયમમાં 20 ટકાની છૂટની ઓફર પણ આપે છે.

Mutual Fund: ડાઈરેક્ટ પ્લાન કેમ રેગ્યુલર પ્લાનથી છે સસ્તો? ડિટેઇલમાં જાણો બંનેના ફાયદો- નુકસાન

ગ્રાહકો અંગે ઇન્ટર્નલ સર્વે

નિવા બૂપાએ કહ્યું કે તેમણે ગ્રાહકોને લઈને એક ઇન્ટરનલ સર્વે કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે ડાયાબિટિઝ અને હાઈ બ્લડપ્રેશરથી પીડિત મોટાભાગના લોકોને વધારાનું લોડિંગ પ્રીમિયમ ભરવા છતા કવરેજ મેળવવા માટે 2-4 વર્ષ સુધી રાહ જોવાનો વારો આવે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં ડાયાબીટીસ અને હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓ ઝડપથી વધી રહેલા શહેરીકરણ, સુસ્ત જીવનશૈલી અને લોકો વચ્ચે જંક ફૂડ જેવા અપૌષ્ટિક ખોરાક પ્રત્યે આકર્ષણને કારણે વધી રહી છે.

જો તમારી પાસે રુ.10 લાખ હોય તો જાણીતા એક્સપર્ટ મુજબ આ રીતે રોકાણ કરો પછી નિરાંતે બેઠાં બેઠાં રુપિયા ગણો

ભારતમાં ડાયાબિટિઝની સ્થિતિ ચિંતાજનક

વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર ભારતમાં વયસ્ક જનસંખ્યામાંથી લગભગ 7.29 કરોડ લોકો ડાયાબિટિઝથી પીડિત છે જે ચિંતાનું મોટું કારણ છે. આ વર્ષે ઈન્ડિયા કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ દ્વારા જેહાર એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ચાર વયસ્કો પૈકી એક વ્યક્તિ હાઈ બીપીથી પીડિત છે. તેમાં પણ ફક્ત 10 ટકા દર્દીઓનું બીપી જ કંટ્રોલમાં રહે છે.

નિવા બૂપા હેલ્થ ઇન્શ્યોરન્સના અંડરાઇટિંગ પ્રોડક્ટ્સ અને ક્લેમ્સના ડિરેક્ટર ભાબાતોષ મિશ્રાએ કહ્યું કે, 'અમે સ્માર્ટ હેલ્થ પ્લસ ડિઝિસ મેનેજમેન્ટ રાઇડરના લોન્ચ કરવાની જાહેરાત કરતા ખુશી અનુભવીએ છીએ. જેનો ઉદ્દેશ્ય રિઇન્શ્યોરના ગ્રાહકો માટે વધુ સ્માર્ટ, સર્વ સમાવેશી અને વધુ સુલભ બનાવવાનો છે.'
First published:

Tags: Diabetes care, Health insurance, Hypertension