Home /News /business /હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ કરતી સમયે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીંતર પસ્તાવો થશે
હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ કરતી સમયે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીંતર પસ્તાવો થશે
હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસી
હેલ્થ ઇન્સ્યોરન્સથી પોતાને સુરક્ષિત કરીને આર્થિક તંગી અને ભવિષ્યના સંકટથી પોતાને બચાવી શકીએ છીએ. ત્યારે હેલ્થ ઇશ્યોરન્સ પસંદ કરતી સમયે અને તેને ક્લેમ કરતી સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી
કોરોના મહામારી બાદ મોટા ભાગના લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ (health insurance) તરફ વળ્યા છે. મહામારી બાદ લોકો સમજી ચૂક્યા છે કે બીમારી, દુર્ઘટના, પ્રાકૃતિક મુશ્કેલીઓ ગમે ત્યારે આવી શકે છે. આવા સમયે ભાવનાત્મક અને આર્થિક બંને રીતે તૈયાર રહેવું જરૂરી છે. આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ (health insurance)થી પોતાને સુરક્ષિત કરીને આર્થિક તંગી અને ભવિષ્યના સંકટથી પોતાને બચાવી શકીએ છીએ. ત્યારે હેલ્થ ઇશ્યોરન્સ (health insurance) પસંદ કરતી સમયે અને તેને ક્લેમ (mediclaim) કરતી સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો આ વાતો
-ગ્રાહકે સ્વાસ્થ્ય વીમો લેતા પહેલા તપાસ કરી લેવી જોઇએ કે તેમાં હાલની બીમારી સામેલ છે કે નહીં.
-વીમા પોલીસી ખરીદતા પહેલા ક્લેમની રકમ વિશે જાણી લેવું જોઇએ. વીમા પોલીસીમાં ગંભીર બીમારી માટે ક્લેમની રકમ વધુ હોવી જોઇએ. બજારમાં ઉપલબ્ધ ઘણી વીમા કંપનીઓની પોલીસીમાં અમુક બીમારીઓ માટે ક્લેમની રકમ ઓછી હોય છે.
- ગ્રાહકે હંમેશા હોસ્પિટલમાં ભરતી થવા સમયે સંપૂર્ણ ખર્ચ કવર કરે તેવી ઇન્શ્યોરન્સ પોલીસી પસંદ કરવી જોઇએ. ઘણી વીમા કંપનીઓની પોલીસીમાં એક મર્યાદા બાદ રૂમ અથવા આઇસીયુનો ખર્ચ પોલીસીધારકે ચૂકવવો પડે છે.
-માર્કેટમાં ઉપલબ્ધ ઘણી વીમા પોલીસીમાં મહત્તમ પોલીસી ટર્મ પર એકિકૃત પ્રીમિયમ જમા કરાવવા પર છૂટ આપવામાં આવે છે, પોલીસી ટર્મ મહત્તમ 3 વર્ષ હોઇ શકે છે. ગ્રાહકો એક સાથે પ્રીમીયમ જમા કરીને આ છૂટનો લાભ લઇ શકે છે.
વીમા પ્રક્રિયા અંગે જાણવાની સાથે દાવાની પ્રક્રિયાને સમજવી પણ જરૂરી છે. જાણકારી હોવાથી દાવા પ્રક્રિયા સમસ્યા મુક્ત અને તણાવમુક્ત બની શકે છે. અહીં અમે તમને અમુક વાતો જણાવવા જઇ રહ્યા છીએ, જે દાવા પ્રક્રિયા દરમિયાન ધ્યાન રાખવી જોઇએ.
-મેડિકલ ઇમરજન્સી બાદ તમારી વીમા કંપની/નિયુક્ત ટીપીએને જાણ કરવી જરૂરી હોય છે. જો હોસ્પિટલમાં ભરતી પહેલાથી નક્કી હોય તો કેશલેસ સારવારની યોજના માટે આગોતરી સૂચના આપી શકે છે.
-સૂચના આપ્યા બાદ તમારે એક ક્લેમ નંબર મળશે. તમારા માટે ભવિષ્યમાં તમારો ક્લેમ જમા કરવા/પૂછપરછ કરવાની મહત્વની લિંક છે.
-ક્લેમ ફોર્મને સાચી જાણકારીની સાથે યોગ્ય રીતે ભરવું જરૂરી છે. તમને ફોર્મમાં પૂછાયેલા તમામ પ્રાસંગિક તથ્યો જણાવવા જરૂરી છે. તમામ જરૂરી સહાયક જાણકારી આપવી જરૂરી છે.
-તમામ રસીદ અને બીલની ઓરિજનલ કોપી જમા કરવી જોઇએ. તમારા રેકોર્ડ માટે ક્લેમ ફોર્મ અને રસીદોની કોપી રાખી લેવી જોઇએ.
-તમામ મેડિકલ તપાસ રિપોર્ટ, કાઉન્સેલિંગ સંબંધિત કાગળની મૂળ કોપી જમા કરો. જો તમારે લાંબાગાળાની સારવાર માટે આ કાગળોની જરૂર હોય, તો વીમાદાતાને તેમને પરત કરવાની વિનંતી કરી શકાય છે.
-પોલીસી દસ્તાવેજોમાં ઉલ્લેખિત દાવા પ્રક્રિયાનું હંમેશા પાલન કરવું જરૂરી છે.
-ક્લેમ ફોર્મ અને કાગળ યોગ્ય જગ્યાએ જમા કરવા જોઇએ. જો પોલીસીની સેવા ટીપીએ દ્વારા કરવામાં આવી રહી છે તો કાગળ ટીપીએની પાસે જમા કરો. સીધી સેવાના કિસ્સામાં તેને વીમા કંપનીનની સંબંધિત કચેરીમાં સબમિટ કરો. ઘણા કિસ્સાઓમાં વીમા એજન્ટો/દલાલો આવી બાબતોમાં મદદ કરે છે.
-મોટાભાગની વીમા કંપનીઓ દાવાની રકમની રકમ મોકલવામાં સરળતા માટે ઓળખના પુરાવા, કેવાયસી દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો(બેંકનું નામ/ISF કોડ) માંગે છે. અમુક કેસોમાં રદ્દ કરાયેલ ચેક પણ માંગવામાં આવે છે.
આ વસ્તુઓથી બચો
ક્લેમની જાણકારી આપવામાં વિલંબ
ક્લેમ ફોર્મમાં ખોટી, અધુરી અને ભ્રામક જાણકારી આપવી.
વીમા કંપની દ્વારા માન્ય ન હોય તેવી થર્ડ પાર્ટી દ્વારા ક્લેમ ફોર્મ સબમિટ કરવું
દાવાના ફોર્મના મહત્વના વિભાગો ખાલી છોડી દેવા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર