HDFC Securities તરફથી આ મલ્ટીબેગર શેર ખરીદવાની સલાહ, આ વર્ષે શેર 110% ભાગ્યો

મલ્ટીબેગર સ્ટોક

Multibagger stock Sobha Limited: HDFC Securitiesનું કહેવું છે કે ટેક્નિકલ ઇન્ડિકેટર એ વાતનો સંકેત આપે છે કે આ શેરમાં તેજી જોવા મળી શકે છે.

  • Share this:
    મુંબઈ: રિયલ્ટી ડેવલપર શોભા લિમિડેટના શેરે (Sobha Limited share) અત્યારસુધી મલ્ટીબેગર રિટર્ન (Multibagger stock) આપ્યું છે. 2021માં અત્યારસુધી આ શેર 110% સુધી ભાગ્યો છે. ગત નવેમ્બર મહિનામાં આ શેર 290 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. હાલ આ શેરની કિંમત (hobha limited share price) 846 રૂપિયા આસપાસ છે. આ શેરમાં છેલ્લા 12 મહિનાના સમયગાળા દરમિયાન 190%થી વધારે તેજી જોવા મળી છે. ઘરેલૂ બ્રોકરેજ અને રિસર્ચ પેઢી HDFC Securitiesનું કહેવું છે કે શોભા લિમિડેટના શેરમાં હજુ વધારે તેજી જોવા મળી શકે છે.

    આ શેર ઇન્ટરમીડિએટ અપટ્રેન્ડમાં નજરે પડી રહ્યો છે. આ શેરે છેલ્લા કેટલાક અઠવાડિયાથી હાયર ટૉપ અને હાયર બૉટમ બની રહ્યો છે. તેને સતત 20 અઠવાડિયા સુધી SMA પર સપોર્ટ મળ્યો છે. HDFC Securities તરફથી આ શેર માટે 900/980 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ શેરને 740 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે 1-3 મહિનામાં શેર આ ટાર્ગેટ સુધી પહોંચી શકે છે. આ શેર તાજેતરમાં જ 20 વીક SMA ઉપર એક રેન્જમાં કન્સોલીડેટ કરતો નજરે પડ્યો છે.

    શેરમાં તેજી ચાલુ રહેવાની આશા

    HDFC Securitiesનું કહેવું છે કે ટેક્નિકલ ઇન્ડિકેટર એ વાતનો સંકેત આપે છે કે આ શેરમાં તેજી જોવા મળી શકે છે. આ શેર 20 દિવસ અને 50 દિવસની SMA પર ઉપર નજરે પડી રહ્યો છે. 14 દિવસ RSI જેવા ડેઇલી મોમેન્ટમ ઇન્ડીકેટરમાં પણ ઓવરસોલ્ડ લેવલથી બાઉન્સ બેક જોઈ શકાય છે. આ શેર રાઇઝિંગ મોડમાં જોવા મળે છે, જે આ શેર માટે શુભ સંકેત છે. આ શેરમાં આગળ પણ તેજી આવવાની આશા છે.

    2006માં આવ્યો હતો આઈપીઓ

    ઉલ્લેખનીય છે કે શોભા એક ભારતીય મલ્ટીનેશનલ રિયલ એસ્ટેટ કંપની (Real estate company) છે. કંપનીનું હેડક્વાર્ટર કર્ણાટકના બેંગલુરુમાં છે. કંપની 2006માં પોતાનો આઈપીઓ (Sobha Limited IPO) લાવી હતી. મંગળવારે NSE પર શોભા લિમિડેટનો શેર 5.10%ના વધારા સાથે 870 રૂપિયા પર બંધ રહ્યો હતો. એક દિવસમાં શેરમાં 42.20 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.

    IRCTC Q2 પરિણામ બાદ રોકાણકારોએ શું કરવું?

    IRCTCના બીજા ક્વાર્ટરનો (IRCTC Q2 profit) નફો વાર્ષિક આધારે 386% વધીને 158.5 કરોડ રૂપિયા રહ્યો છે. ગત વર્ષે સમાન ત્રિમાસિક દરમિયાન કંપનીનો નફો 32.6 કરોડ રૂપિયા રહ્યો હતો. IRCTC તરફથી જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન તેની આવક (IRCTC Q2 revenue) 357% વધીને 405 કરોડ રૂપિયા રહી છે. ગત વર્ષે સમાન ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 88.5 કરોડ રૂપિયા રહી હતી. આજે (2 નવેમ્બર) 11:40 વાગ્યાની આસપાસ IRCTCનો શેર 0.22 ટકા ઘટાડા સાથે 853 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.  (વાંચો સગ્ર અહેવાલ...)

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી સલાહ જે તે બ્રોકરેજ હાઉસની છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરની ખરીદીની કોઈ સલાહ આપવામાં નથી આવતી.)
    Published by:Vinod Zankhaliya
    First published: