Home /News /business /HDFC Securities તરફથી રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમા સામેલ આ શેરની ખરીદીની સલાહ, ત્રણ મહિનામાં થશે મોટી કમાણી
HDFC Securities તરફથી રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમા સામેલ આ શેરની ખરીદીની સલાહ, ત્રણ મહિનામાં થશે મોટી કમાણી
રાકેશ ઝુનઝુનવાલા
Rakesh Jhunjhunwala portfolio: બ્રોકરેજ ફર્મના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટૉક તાજેતરમાં જ ડેલી ટાઇમ ફ્રેમ પર રેક્ટેન્ગલ પેટર્નથી બ્રેક થયો છે. જે એ વાત બતાવે છે કે આ શેરમાં ફરથી એપટ્રેન્ડ શરૂ થઈ શકે છે.
નવી દિલ્હી: ડેલ્ટા કોર્પ (Delta Corp)ના શેર્સમાં રેક્ટેન્ગલ પેટર્નમાં બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આ શેર 14મી જાન્યુઆરી 2022ના રોજ ઉચ્ચ સપાટી પર પહોંચ્યા બાદ 250 રૂપિયા આસપાસ અટક્યો હતો. આ શેર હાલ વીકલી ચાર્ટ પર મજબૂત ડિમાન્ડ ઝોનનો સંકેત આપે છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝ (HDFC Securities) તરફથી પોતાના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. આ કંપનીમાં બુગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) ભાગીદારી ધરાવે છે. મંગળવારે ડેલ્ટા કોર્પનો શેર (Delta Corp Stock) 2.93 ટકા એટલે કે 9.15 રૂપિયા ઘટીને 303.60 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.
બ્રોકરેજ ફર્મના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટૉક તાજેતરમાં જ ડેલી ટાઇમ ફ્રેમ પર રેક્ટેન્ગલ પેટર્નથી બ્રેક થયો છે. જે એ વાત બતાવે છે કે આ શેરમાં ફરથી એપટ્રેન્ડ શરૂ થઈ શકે છે. આ ઉપરાંત તે પોતાના મહત્ત્વના સપોર્ટ લેવલથી ઉછળ્યો છે.
બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય
એચડીએફસી સિક્યોરિટીઝ તરફથી કહેવામાં આવ્યું છે કે, "ડેલ્ટા કોર્પોના શેરે ડેલી ચાર્ટ પર બોલિંગર બેન્ડના લોઅર બેન્ડ પાસે મલ્ટીપલ સપોર્ટ લીધો છે. ડેલી ચાર્ટ પર રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સે (Relative strength index -RSI) (14) 40ના સ્તર પર સપોર્ટ લીધો છે. હવે તે ઉપર તરફ જઈ રહ્યો છે. એમએસીડી (Moving average convergence divergence- MACD) હિસ્ટોગ્રામ પર પોઝિટિવ ડાઇવર્સિસ જોવા મળ્યો છે."
શેરનો ટાર્ગેટ
બ્રોકરેજ હાઉસે ડેલ્ટા કોર્પના શેર પર ત્રણ મહિનાના સમયગાળાને ધ્યાનમાં રાખીને 332-350 રૂપિયાના ટાાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે આ શેરમાં 284 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે ડેલ્ટા કોર્પ શેરમાં એક વર્ષમાં 75 ટકાનો વધારો જોવામાં આવ્યો છે. વર્ષ 2022માં અત્યારસુધી (YTD) આ શેર 17 ટકા વધી ચૂક્યો છે.
ડેલ્ટા કોર્પ લિમિટેડ ભારતમાં કસીનો (લાઇવ, ઇલેક્ટ્રોનિક અને ઑનલાઇન) ગેમિંગ બિઝનેસ કરે છે. આ કંપની 1990માં એક કપડાં અને રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી કંપનીના રૂપમાં શરૂ થઈ હતી. બાદમાં કંપનીએ કસીનો ગેમિંગ, ઑનલાઇન ગેમિંગ, હૉસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ જેવા સેક્ટર્સમાં બિઝનેસ શરૂ કર્યો હતો.
રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી
બીએસઈ પર તાજેતરની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે ભારતીય દિગ્ગજ રોકાણકાર અને શેર બજારના ટ્રેડર રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા આ કંપનીમાં ક્રમશ: 4.31 અને 3.18 ટકા ભાગીદારી ધરાવે છે.
(ખાસ નોંધ: ન્યૂઝ18 ગુજરાતી પર ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સના વિચાર અને રોકાણ માટેની સલાહ તેમની વ્યક્તિગત હોય છે, વેબસાઇટ કે તેમના મેનેજમેન્ટની નહીં. ન્યૂઝ18 ગુજરાતી યૂઝર્સને રોકાણ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતનો સંપર્ક કરવાની સલાહ આપે છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર