Home /News /business /

કમાણીના સ્મૉલ કેપ શેર: HDFC Securities આ 10 શેર પર લગાવી રહ્યું છે દાવ, શું તમારી પાસે છે?

કમાણીના સ્મૉલ કેપ શેર: HDFC Securities આ 10 શેર પર લગાવી રહ્યું છે દાવ, શું તમારી પાસે છે?

ભારતીય શેર બજાર

10 hot stocks: મેક્સ હેલ્થકેરને બાય રેટિંગ આપતા એચડીએફસી સિક્યોરિટીઝે આ માટે રૂ. 430નો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં આ સ્ટૉક 380 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે.

નવી દિલ્હી: પૂર્વ યુરોપમાં રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે 17 ફેબ્રુઆરીએ બજારોમાં ભારે ઉતાર ચઢાવ અને અસ્થિરતા જોવા મળી હતી. આજે યુક્રેનની સરહદ પરથી રશિયન ટેન્કો હટી જવાના અહેવાલો સામે આવ્યા બાદ બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે. હાલની વાત કરવામાં આવે તો સેન્સેક્સ (Sensex)ના 30 શેરોમાંથી 22 શેરોમાં તેજી જોવા મળી રહ્યી છે. તો બીજી તરફ નિફ્ટી (Nifty)ના 50માંથી 33 શેરોમાં ખરીદી થઈ રહી છે. જ્યારે બેન્ક નિફ્ટીના તમામ 12 શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. બ્રોકિંગ હાઉસ આવા 10 સ્મોલ કેપ શેરો પર દાવ લગાવી રહ્યું છે, જેમાં તે 69 ટકા સુધીના અપસાઈડની અપેક્ષા રાખી રહ્યું છે.

Capacite Infraprojects

આ સ્ટોકને બાય (Buy) રેટિંગ આપતા એચડીએફસી સિક્યોરિટીઝે (HDFC Securities) રૂ. 232નો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં આ સ્ટૉક 137 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝનું માનવું છે કે આ સમયે આ સ્ટૉકમાં 69 ટકા અપસાઈડ શક્ય છે.

Ahluwalia Contracts

આ સ્ટોકને બાય રેટિંગ આપતા એચડીએફસી સિક્યોરિટીઝે શેર માટે રૂ. 522નો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં આ સ્ટૉક 400 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝનું માનવું છે કે અહીંથી આ સ્ટૉકમાં 30 ટકા અપસાઈડ શક્ય છે.

Max Healthcare Institute

મેક્સ હેલ્થકેરને બાય રેટિંગ આપતા એચડીએફસી સિક્યોરિટીઝે આ માટે રૂ. 430નો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં આ સ્ટૉક 380 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝનું માનવું છે કે અહીંથી આ સ્ટૉકમાં 13 ટકા અપસાઈડ શક્ય છે

Fine Organics Industries

ફાઈન ઓર્ગેનિક્સને બાય રેટિંગ આપતા એચડીએફસી સિક્યોરિટીઝે તેના માટે રૂ. 4,380નો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં આ સ્ટોક રૂ. 3,975ની આસપાસ જોવા મળી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝનું માનવું છે કે અહીંથી આ સ્ટૉકમાં 11 ટકા અપસાઈડ શક્ય છે.

KNR Constructions

કેએનઆર કન્સ્ટ્રક્શનને બાય રેટિંગ આપતા એચડીએફસી સિક્યોરિટીઝે તેના માટે રૂ. 360નો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં આ સ્ટૉક 310 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝનું માનવું છે કે અહીંથી આ સ્ટૉકમાં 16 ટકા અપસાઈડ શક્ય છે.

આ પણ વાંચો: શું રિટેલ રોકાણકારો માટે ટીસીએસની શેર બાયબેક ઑફર સારી તક છે?

Teamlease Services

ટીમલીઝને બાય રેટિંગ આપતા એચડીએફસી સિક્યોરિટીઝે તેના માટે રૂ. 5,260નો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં આ સ્ટોક રૂ. 4,070ની આસપાસ જોવા મળી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝના અનુમાન અનુસાર આ સ્ટૉકમાં 29 ટકા અપસાઈડ શક્ય છે.

APL Apollo Tubes

એપીએલ અપોલો (APL Apollo)ને બાય રેટિંગ આપતા એચડીએફસી સિક્યોરિટીઝે APL Apollo Tubes માટે રૂ. 1113નો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં આ સ્ટૉક 832 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝનું માનવું છે કે આ સ્ટૉકમાં 33 ટકા અપસાઈડ શક્ય છે.

Federal Bank

ફેડરલ બેંકને બાય રેટિંગ આપતા એચડીએફસી સિક્યોરિટીઝે આ માટે 121 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં આ સ્ટૉક 98 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝનું માનવું છે કે અહીંથી આ સ્ટૉકમાં 23 ટકા અપસાઈડ શક્ય છે.

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કેવી રીતે કરવી? શું ડીમેટ ખાતું ફરજિયાત છે?

IndiaMART InterMESH

આ સ્ટોકને બાય રેટિંગ આપતા એચડીએફસી સિક્યોરિટીઝે રૂ. 8,000નો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં આ સ્ટોક રૂ. 5,011ની આસપાસ જોવા મળી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝનું માનવું છે કે અહીંથી આ સ્ટૉકમાં 59 ટકા અપસાઈડ શક્ય છે.

Sudarshan Chemical Industries

સુંદરમ કેમિકલ્સને બાય રેટિંગ આપતા એચડીએફસી સિક્યોરિટીઝે સુંદરમ કેમિકલ્સ માટે રૂ. 790નો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં આ સ્ટૉક 571 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝનું માનવું છે કે અહીંથી આ સ્ટૉકમાં 38 ટકા અપસાઈડ શક્ય છે.
First published:

Tags: Hdfc, Stock market, Stock tips, નિફ્ટી, સેન્સેક્સ

આગામી સમાચાર