Home /News /business /આ Multibagger Textile Stock બુધવારે 5% ભાગ્યો, નિષ્ણાતોને 18% તેજીની આશા, શું તમારી પાસે છે?

આ Multibagger Textile Stock બુધવારે 5% ભાગ્યો, નિષ્ણાતોને 18% તેજીની આશા, શું તમારી પાસે છે?

ટેક્સટાઇલ સ્ટૉક

Vardhman Textiles Stock: સેકન્ડરી માર્કેટના નિષ્ણાતોનું માનીએ તો આ મલ્ટીબેગર શેર હજુ પણ બુલિશ છે. આગામી છ મહિનામાં આ શેરમાં આશરે 18 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે.

    નવી દિલ્હી: કોવિડ મહામારીનું સંકટ હળવું થયા બાદ અનેક શેરમાં રોકાણકારોને દમદાર રિટર્ન (Multibagger return) મળ્યું છે. વર્ધમાન ટેક્સટાઇલ (Vardhman Textiles) પણ આવો જ એક શેર. આ શેર મલ્ટીબેગર સ્ટૉકની યાદીમાં સામેલ છે. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં રોકાણકારોને આશરે 130 ટકા વળતર મળ્યું છે. Vardhman Textiles શેર બુધવારે 40 રૂપિયા વધીને ખુલ્યો હતો. NSE પર ઇન્ટ્રાડે દરમિયાન શેર 2,589.50 રૂપિયા પ્રતિ શેરના સ્તર સુધી પહોંચ્યો હતો. મંગળવારના 2468.55 રૂપિયાના બંધની સામે બુધવારે શેરની કિંમત પાંચ ટકા ઉછળી હતી. બુધવારે શેર 5.41 ટકા વધીને 2,602.10 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.

    સેકન્ડરી માર્કેટના નિષ્ણાતોનું માનીએ તો આ મલ્ટીબેગર શેર હજુ પણ બુલિશ છે. આગામી છ મહિનામાં આ શેરમાં આશરે 18 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે વર્ધમાન ટેક્સટાઇલ શેરનો 3,030 રૂપિયા સુધી પહોંચી શકે છે.

    એચડીએફસી સિક્યોરિટીઝ

    મલ્ટીબેગર શેરની વર્તમાન વેલ્યૂએશન અંગે એચડીએફસી સિક્યોરિટીઝ (HDFC Securities) તરફથી જાહેર કરવામાં આવેલા રિસર્ચ રિપોર્ટ પ્રમાણે "અમે વર્ધમાન ટેક્સટાઇલની ભવિષ્યની કમાણીને લઈને સકારાત્મક છીએ. મજબૂત માંગને પગલે નાણાકીય વર્ષ 2021-24 દરમિયાન Revenue/EBITDA/PAT માં 20/40/53 ટકાની વૃદ્ધિની આશા રાખીએ છીએ. એબિટડા માર્જિન વર્તમાન અસ્થિર લેવલ્સથી ઓછું થવાની સંભાવના છે પરંતુ મેનેજમેન્ટ તરફથી આપવામાં આવેલા 18-22 ટકા ગાઇડન્સથી ઉપર રહેશે."

    બ્રોકરેજે કહ્યુ કે, કંપનીના બોર્ડે 10 રૂપિયાના શેરને બે-બે રૂપિયાના પાંચ શેરમાં વિભાજનને મંજૂરી આપી છે. જોકે, આ માટે શેરધારકોની મંજૂરી જરૂરી રહેશે.

    આ પણ વાંચો: આ Multibagger સ્ટૉકે 1 લાખ રૂપિયાને 10 વર્ષમાં બનાવી દીધા 1.35 કરોડ રૂપિયા

    અનુજ ગુપ્તાનો અભિપ્રાય

    IIFL Securities ના અનુજ ગુપ્તાએ શેર અંગે જણાવ્યું કે, "આ મલ્ટીબેગર સ્ટૉક ચાર્ટ પેટર્ન પર ખૂબ જ પૉઝિટિવ નજરે પડી રહ્યો છે. ચાર્ટ પર પૂરતા વોલ્યુમ સાથે બુલિશ કેન્ડલ-સ્ટિક પટર્ન નજરે પડી રહી છે. જે શેરમાં તેજીનો સંકેત આપે છે." અનુજ ગુપ્તાએ કહ્યુ કે, શૉર્ટ ટર્મ પોઝિશન ઇન્વેસ્ટર્સ આ ટેક્સટાઇલ સ્ટૉકને વર્તમાન કિંમતે 2,800 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકે છે. જોકે, રોકાણકારોએ 2320 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવો.

    આ પણ વાંચો: બજાર નિષ્ણાતોએ આ મલ્ટીબેગર પેની સ્ટૉકની ખરીદીની આપી સલાહ

    3,030 રૂપિયાનો ટાર્ગેટ

    આ મલ્ટીબેગર શેર અંગે પોઝિશનલ રોકાણકારોને સલાહ આપતા એચડીએફસી સિક્યોરિટીઝે કહ્યુ કે, "અમારું માનવું છે કે રોકાણકારો આ શેરને 2580-2620ની બેન્ડમાં ખરીદી કરી શકે છે. આ ઉપરાંત ઘટાડા પર 2230-2270 રૂપિયાના બેન્ડમાં ખરીદી કરી શકાય છે. આગામી છ મહિનામાં આ શેરમાં 3030 રૂપિયાનું લેવલ જોવા મળી શકે છે."

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય વ્યક્તિગત અથવા જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી માટે સલાહ આપવામાં આવતી નથી. શેર બજારમાં રોકાણ પહેલા તમારા સલાહકારની સલાહ લેવી હિતાવહ છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Stock market, Stock tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन