મુંબઇ. Multibagger stock Deepak Nitrite: સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી ગુજરાતની કંપની દીપક નાઇટ્રાઇટ (Deepak Nitrite)નો શેર 2021ના વર્ષમાં મલ્ટીબેગર સ્ટોકમાં સામેલ છે. અનેક મહિનાથી આ શેર હાયર ટોપ અને હાયર બૉટમ બનાવતો રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ (HDFC Securities)નું માનવું છે કે આ શેરમાં આગામી 1થી ત્રણ મહિનામાં વધારે તેજી જોવા મળી શકે છે. હાલ આ શેરમાં 2,005 રૂપિયાના લેવલ પર સપોર્ટ નજરે પડી રહ્યો છે, જે 50 વીક SMAથી થોડો ઉપર છે. આના પરથી એક વાતની સાબિતી મળે છે તે 2,005 રૂપિયા આસપાસ આ શેરમાં મજબૂત સપોર્ટ લેવલ છે.
ઇમર્જિંગ પિક્સ
એચડીએફસી સિક્યોરિટીઝે Deepak Nitrite શેરને ઇમર્જિંગ સ્ટૉક પિક્સ તરીકે એડ કર્યો છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે આ સ્ટૉકનું ઇન્ટરમીડિએટ ટેક્નિકલ સેટઅપ મજબૂત લાગી રહ્યું છે. આગામી અઠવાડિયાઓમાં આ શેરમાં તેજી જોવા મળી શકે છે. જેને જોતા આ શેરમાં 2,280 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2662/2855 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. શેર 1-3 મહિનામાં આ લેવલ પર પહોંચી શકે છે.
તેજી ચાલુ રહેશ તેવા સંકેત
એચડીએફસી સિક્યોરિટીઝ તરફથી જાહેર કરવામાં આવેલી નોટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટૉકના ટેક્નિકલ ઇન્ડિકેટર તેજીના સંકેત આપે છે. કારણ કે આ શેર 20 દિવસ અને 50 દિવસની SMA ઉપર ટ્રેડ કરી રહ્યો છે. 14 દિવસ RSI જેવા ડેઇલી મોમેન્ટમ ઇન્ડિકેટર પણ ઓવરસોલ્ડ લેવલથી ઉપર તરફ આવતા નજરે પડે છે અને તેજીના મોડમાં છે. જે આગામી દિવસોમાં આ શેરમાં તેજી ચાલુ રહેશે તેનો સંકેત છે.
કંપની વિશે
ઉલ્લેખનીય છે કે દીપક નાઇટ્રાઇટ એક કેમિકલ બનાવતી કંપની છે. કંપનીની પ્રોડક્ટમાં બેઝિક કેમિકલ, ફાઇન અને મલ્ટી સ્પેશિયાલિટી કેમિકલ, પર્ફોર્મન્સ પ્રોડક્ટ અને ફેનિલિક્સ સામેલ છે. બેઝિક કેમિકલમાં સોડિયમ નાઇટ્રાઇટ, નાઇટ્રો ટૉલ્યૂડિન, ફ્યૂલ એડેટિવ અને નાઇટ્રોસિલ સલ્ફ્યૂરિક એસિડ સામેલ છે. આ મલ્ટીબેગર શેરમાં 2021ના વર્ષમાં 145% તેજી જોવા મળી છે. છેલ્લા 12 મહિનાની વાત કરીએ તો આ શેરમાં 163% વળતર મળ્યું છે.
2021ના વર્ષમાં અનેક એવા શેર્સ છે જેણે મલ્ટીબેગર રિટર્ન (Multibagger return) આપ્યું હોય. જોકે, આ શેરમાં ઘણા એવા શેર પણ છે જે રેકોર્ડ વળતર (Return) આપ્યા બાદ પટકાયા હોય. આમાનો એક શેર દીપક નાઇટ્રાઇટ છે. દીપક નાઇટ્રાઇટનો શેર આ વર્ષે 163 ટકા વધીને ઓક્ટોબરમાં 3,020 રૂપિયાની ઑલ ટાઇમ હાઈ સપાટી પર પહોંચી ગયો હતો. જેનું કારણ સારું પ્રદર્શન અને ફિનોલિક પ્રોડક્ટ્સનો વિકાસ હતું. આ સપાટીથી શેર 20 ટકા તૂટી ગયો છે. બુધવારે આ શેર 2,470 રૂપિયા પર બંધ થયો હતો. આજે (30 ડિસેમ્બર, 1:30 PM) આ શેર 17%થી વધારે ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર