Home /News /business /

Housing loan: હોમ લોન લેવી મોંઘી પડશે! HDFC એ વધાર્યો લેંડિંગ રેટ, વર્તમાન ગ્રાહકોની વધશે EMI

Housing loan: હોમ લોન લેવી મોંઘી પડશે! HDFC એ વધાર્યો લેંડિંગ રેટ, વર્તમાન ગ્રાહકોની વધશે EMI

એચડીએફસી લિમિટેડે (HDFC Ltd)રવિવારે પોતાના બેંચમાર્ક લોન દરમાં 0.05 ટકાનો વધારો કર્યો

Home loan - નવા દર રવિવારથી પ્રભાવી થઇ ગયા છે, આ પહેલા એસબીઆઈ અને બેંક ઓફ બરોડાએ પોતાના વ્યાજ દરોમાં વૃદ્ધિ કરી હતી

    નવી દિલ્હી : લાગે છે કે સસ્તી હોમ લોનના (Home loan)દિવસ હવે ધીરે-ધીરે ખતમ થવાના છે. હાઉસિંગ લોન (Housing loan)દેનાર દેશની દિગ્ગજ કંપની એચડીએફસી લિમિટેડે (HDFC Ltd)રવિવારે પોતાના બેંચમાર્ક લોન દરમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. તેનાથી કંપની પાસેથી લોન લઇ ચૂકેલા વર્તમાન ગ્રાહકો માટે માસિક હપ્તા (EMI) વધી જશે. નવા દર રવિવારથી પ્રભાવી થઇ ગયા છે. જોકે નવા કસ્ટમર્સ માટે નવા દર અપરિવર્તિત રહેશે. આ પહેલા એસબીઆઈ અને બેંક ઓફ બરોડાએ પોતાના વ્યાજ દરોમાં વૃદ્ધિ કરી હતી.

    એસડીએફસીના નવા કસ્ટમર્સ માટે 30 લાખ રૂપિયા સુધીની લોન પર વ્યાજ દર 6.8 ટકા, જ્યારે 30 લાખ રૂપિયાથી વધારે અને 75 લાખ રૂપિયા સુધી માટે આ દર 7.05 ટકા રહેશે. 75 લાખ રુપિયાથી ઉપરનો રેટ 7.15 ટકા છે. કંપનીએ રવિવારે કહ્યું કે એચડીએફસીએ હાઉસિંગ લોન પર પોતાની આરપીએલઆરને 1 મે 2022થી 0.05 ટકા વધારી દીધી છે.

    આ પણ વાંચો - ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યું જીએસટી કલેક્શન, એપ્રિલમાં સરકારી ખજાનાને મળ્યા 1.68 લાખ કરોડ રૂપિયા

    નવા મહિલા ગ્રાહકો માટે 30 લાખ રૂપિયા સુધીની લોન પર આરપીએલઆર 6.75 ટકા, 30 લાખ રૂપિયાથી 75 લાખ રૂપિયા સુધી 7 ટકા જ્યારે 75 લાખ રૂપિયાથી વધારે રિટેલ પ્રાઇમ લેંડિંગ રેટ 7.15 ટકા રહેશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતીય રિઝર્વ બેંક આવનાર મહિનોમાં વ્યાજ દરોમાં લઇને સખત વલણ અપનાવી શકે છે. તેનું કારણ એ છે કે ભૂ-રાજનીતિક તણાવોના કારણે ફેલાયેલી મોંઘવારી પર અંકુશ લગાવવો તેમની પ્રાથમિકતા છે.

    આ પણ વાંચો - ભાડા કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા આ બાબતો રાખો ધ્યાનમાં, નહીં તો થશે નુકસાન

    વ્યાજ દર સૌથી નીચલા સ્તર પર

    ગત મહિને રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ બેઠકમાં મોંઘવારીને લઇને વ્યક્ત કરેલી ચિંતા પછી વ્યાજ દર વધારવાનો સિલસિલો યથાવત્ છે. કેન્દ્રીય બેંકે વિકાસને પ્રોત્સાહન આપવા માટે મોંઘવારીથી નિપટવાની રણનીતિ બનાવી છે. છેલ્લા બે વર્ષોથી ઘણી લચીલી મોદ્રિક નીતિ અને અતિરિક્ત લિક્વિડિટીના કારણે વ્યાજ દર અત્યાર સુધી સૌથી નીચલા સ્તર પર છે. તેનાથી લોન આપનાર ઘણી કંપનીઓ 6.5 ટકાથી ઓછા દર પર હાઉસિંગ લોન આપી રહી છે.

    મે મહિનામાં કુલ 11 દિવસ બંધ રહેશે બેંક

    મે મહિનામાં તહેવાર અને રજાઓને કારણે કુલ 11 દિવસ બેંક બંધ રહેશે. મે મહિનામાં ઈદ-ઉલ-ફિત્ર, બુદ્ધ પૂર્ણિમા, ગુરુ રવીન્દ્રનાથ જયંતીને કારણે બેંકમાં રજા રહેશે. ભારતીય રિઝર્વ બેંક દર વર્ષે બેંક હોલિડે કેલેન્ડર જાહેર કરે છે. જેમાં દરેક રાજ્યમાં બેંકો કયા દિવસોમાં બંધ રહેશે તેની વિગત હોય છે. મે મહિનાની શરૂઆત પહેલા જ અમે તમને આગામી મહિનામાં કઈ કઈ તારીખે બેંકો બંધ રહેશે તેની યાદી આપી રહ્યા છીએ. (વધારે માહિતી માટે અહીં ક્લિક કરો)
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Hdfc, HDFC Bank, Home loan EMI, બિઝનેસ

    આગામી સમાચાર