Home /News /business /વર્ષના અંત સુધીમાં આ શેર નિફ્ટી ઈન્ડેક્સમાંથી બહાર થઈ શકે, જો તમે રૂપિયા રોક્યા હોય તો ખાસ વાંચો

વર્ષના અંત સુધીમાં આ શેર નિફ્ટી ઈન્ડેક્સમાંથી બહાર થઈ શકે, જો તમે રૂપિયા રોક્યા હોય તો ખાસ વાંચો

ઈન્ડેક્સ નિફ્ટી-50 પરથી હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડને બહાર થઈ શકે

ઈન્ડેક્સમાં એચડીએફસીની જગ્યાએ પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ કે અંબુજા સિમેન્ટ સામેલ થવાની શક્યતા

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે આગામી સપ્તાહોમાં તેના મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી-50 પરથી હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડને બહાર કરી શકે છે. વાસ્તવમાં HDFC અને HDFC બેંકમાં સૂચિત મર્જર થોડા મહિના પહેલા પૂર્ણ થવાની ધારણા છે, જેને જોતા નિફ્ટી-50 ઈન્ડેક્સમાં ફેરફાર થઈ શકે છે.

પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લઈ શકે છે જગ્યા


વિભિન્ન રિપોર્ટસ્ પ્રમાણે, ઈન્ડેક્સમાં એચડીએફસીની જગ્યાએ પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝના સામેલ થવાની શક્યતા છે, જે ફેવિકોલ જેવા લોકપ્રિય ઉત્પાદનો બનાવે છે. આ ઉપરાંત અડાણી ગ્રુપનો હિસ્સો બની ગયેલી અંબુજા સિમેન્ટ પણ ઈન્ડેક્સમાં સામેલ થવાની દાવેદાર છે.

આ પણ વાંચોઃ ધનતેરસ પર ખરીદવા માંગો છો સોનું? આ રહ્યા ગોલ્ડમાં રોકાણ કરવાના શ્રેષ્ઠ વિકલ્પો

ડિસેમ્બરના અંત સુધી ઈન્ડેક્સ પરતી હટવાની શક્યતા


નિફ્ટી-50 ઈન્ડેક્સમાં એચડીએફસી નું વેઈટેજ 5.5 ટકા છે અને વિશ્લેષકોનું માનીએ તો ઈન્ડેક્સમાથી બહાર થયા બાદ નિષ્ક્રિય ફંડ દ્વારા તેના શેરોમાં 1.3થી 1.5 અબજ ડોલરની રકમ જતી જોઈ શકાય છે. એચડીએફસીના સ્ટોકને ડિસેમ્બરના અંતમા કે જાન્યુઆરીના વચ્ચે ઈન્ડેક્સ પરથી હટાવવાની વાતો કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ઘર ખરીદતાં આટલી વ્યવસ્થા કરી લો; ચોરી, આગ કે બીજી કોઈ સમસ્યા ક્યારેય પસ્તાવું નહીં પડે

મર્જરને શેરધારકોની મંજૂરી મેળવવા માટે 25 નવેમ્બરે બેઠક


જાણકારી અનુસાર, HDFCનું HDFC સાથે મર્જર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયુ છે. મર્જરને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિત બધા નિયમનકારો પાસેથી મંજૂરી મળી ગઈ છે અને હવે કંપનીના પ્રસ્તાવિત મર્જરને શેરધારકોની મંજૂરી મેળવવા માટે 25 નવેમ્બરે બેઠક બોલાવવામાં આવી છે. HDFC અને HDFC બેંકનું વેઈટેજ 13 ટકા છે.


HDFC બેંકના શેરમાં ઘટાડો


આ વચ્ચે એચડીએફસી બેંકના શેર આજે ગુરુવારે 20 ઓક્ટોબરના રોજ બપોરે અઢી વાગ્યે 1.40 ટકા ઘટીને 2,353.50 રૂપિયા પર ટ્રેડિંગ કરી રહ્યા છે. ગત એક મહિનામાં તેના શેરમાં લગભગ 4.52 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે આ વર્ષની શરૂઆતમાં હજુ સુધી તેમાં લગભગ 11 ટકાનો ઘટાડો નોંધાયો છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Hdfc, Nifty 50

विज्ञापन