Home /News /business /HDFC-HDFC Bank Merger: એક જ બ્રાંચમાં મળશે બેન્કિંગ અને હોમ લોનની સુવિધા, જાણો મર્જરથી ગ્રાહકોને શું લાભ થશે

HDFC-HDFC Bank Merger: એક જ બ્રાંચમાં મળશે બેન્કિંગ અને હોમ લોનની સુવિધા, જાણો મર્જરથી ગ્રાહકોને શું લાભ થશે

એચડીએફસી બેંક

HDFC-HDFC Bank Merger: સંપત્તિના આધારે વાત કરીએ તો HDFC પાસે કુલ 6.23 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે એચડીએફસી બેંક પાસે 19.38 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ ઉપરાંત એચડીએફસી બેંકનો 6.8 કરોડનો મોટો ગ્રાહક આધાર છે.

    નવી દિલ્હી. HDFC-HDFC Bank Merger: એચડીએફસી લિમિટેડ (HDFC Limited) અને એચડીએફસી બેંક (HDFC Bank)ના મેગા વિલયથી ફક્ત બંને સંસ્થાઓને જ નહીં પરંતુ ગ્રાહકોને પણ અનેક ફાયદા થશે. મર્જર બાદ બનનારી એક બેંકમાં ગ્રાહકોને એક જ પ્લેટફોર્મ પર તમામ પ્રકારની બેન્ડિંગ સેવા (Banking services) મળી રહેશે. ઉલ્લેખનીય છે કે એચડીએફસી એક હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, જે ફક્ત હોમ લોન આપે છે. એચડીએફસી લિમિટેડ ગ્રુપ કંપની હોવાને કારણે એચડીએફસી બેંક હોન લોન સર્વિસ આપી શકતી નથી.

    ગ્રાહકોનું શું ફાયદા થશે?


    હાલ એવું થાય છે કે HDFC લિમિટેડના ગ્રાહકોને હોન લોન સેવા જે તે બ્રાંચમાં મળી રહે છે પરંતુ બેન્કિંગ સેવા માટે તેમણે બીજી બ્રાંચ પર જવું પડે છે. જ્યારે એચડીએફસી બેંકના ગ્રાહકોએ હોમ લોન લેવા માટે બીજી બ્રાંચમાં જવું પડે છે. વિલય બાદ ગ્રાહકોને એક જ બ્રાંચમાં બંને ફાયદા મળી રહીશે. એટલે કે બેન્કિંગ સર્વિસની સાથે સાથે હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, રિટેલ લોન સહિતની સેવા એક જ જગ્યાએથી મળી રહેશે.

    HDFCના ચેરમેન દીપક પારખે જણાવ્યુ કે, વિલય બાદ બનનારી નવી બ્રાંચની જોઇન્ટ બેલેન્સ શીટ 17.87 લાખ કરોડ રૂપિયા અને કુલ સંપત્તિ 3.3 લાખ કરોડ રૂપિયા હશે. મર્જર પછી એચડીએફસી બેંકની માર્કેટ કેપ (Market Cap of HDFC Bank) 12.8 લાખ કરોડ રૂપિયાથી વધારે હશે. આ પહેલા પારેખે કહ્યુ કે, એચડીએફસી-એચડીએફસી બેંકના વિલયથી એચડીએફસી લિમિટેડના કર્મચારીઓને કોઈ અસર નહીં પહોંચે.

    આવી રીતે થશે શેરનું ટ્રાન્સફર


    બેંકે શેર બજારને આપેલી જાણકારી પ્રમાણે વિલયથી ગ્રાહકો, કર્મચારીઓ અને શેરધારકો સહિતના તમામ હિતધારકોને લાંબા સમયે લાભ થશે. આ વિલય બાદ HDFC Bankમાં HDFC Ltdની 41% ભાગીદારી હશે. ડીલ પ્રમાણે HDFC લિમિટેડના શેરધારકોને 25 શેરના બદલામાં HDFC Bankના 42 શેર મળશે.

    આ પણ વાંચો: HDFC Bankમાં થશે HDFCનું મર્જર: શેરધારકોએ આ પાસાઓને ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી

    સંપત્તિના આધારે વાત કરીએ તો HDFC પાસે કુલ 6.23 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે એચડીએફસી બેંક પાસે 19.38 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ ઉપરાંત એચડીએફસી બેંકનો 6.8 કરોડનો મોટો ગ્રાહક આધાર છે.

    દીપક પારેખે શું કહ્યું?


    મનીકંટ્રોલ સાથે વાતચીત કરતા દીપક પારેખે જણાવ્યું કે, બંને કંપનીઓના કલ્ચરનું જોડાણ કરવું પડશે. અમારા તમામ કર્મચારીઓ એચડીએફસી બેંકનો હિસ્સો બની જશે. આ દરમિયાન થોડી મુશ્કેલી પણ પડશે. હવે એચડીએફસી બેંકે હાઉસિંગ લોન બિઝનેસ પણ સંભાળવો પડશે, જે ખૂબ જ ભાવુક, વ્યક્તિગત અને પારિવારિક હોય છે. આથી જ અમારે અમારા ગ્રાહકોને લઈને ખૂબ જ કાળજીપૂર્વક વર્તન કરવું પડશે.

    આ પણ વાંચો: Home Loan: આ 10 બેંક આપી રહી છે સૌથી ઓછા દરે હોમ લોન

    ઘરોની માંગ નહીં ઘટે


    દીપક પારેખે જણાવ્યું કે હોમ લોનની માંગ વધી રહી હોવાથી અમારે વધારે સાવધાન રહેવાની જરૂર છે. અમારા પાંચ વર્ષ પછી ડિસ્બર્સમેન્ટ માટે આજે જ પૂંજી એકઠી કરવાની જરૂર છે. આજે ખૂબ સારી સ્થિતિમાં છીએ. આવતીકાલે પણ અમારી સ્થિતિ ખૂબ સારી હશે. બે વર્ષ પછી પણ અમારી સ્થિતિ ખૂબ સારી હશે, પરંતુ તેના પછી શું? આગામી 50 વર્ષ સુધી ભારતમાં હાઉસિંગ ડિમાન્ડ ઓછી નહીં થાય.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Hdfc, આરબીઆઇ, હોમ લોન

    विज्ञापन
    विज्ञापन