Home /News /business /HDFC એ ધિરાણ દરમાં 0.35% નો વધારો કર્યો, હોમ લોન ઓછામાં ઓછા 8.65% પર મળશે, EMI પણ વધશે

HDFC એ ધિરાણ દરમાં 0.35% નો વધારો કર્યો, હોમ લોન ઓછામાં ઓછા 8.65% પર મળશે, EMI પણ વધશે

મે મહિનાથી અતિયાર સુધીમાં HDFC આ દરોમા કુલ 2.25% નો વધારો કરી દીધો છે.

HDFC Housing loan: HDFC એ સોમવાર, 19 ડિસેમ્બરના રોજ તેના રિટેલ પ્રાઇમ લોન રેટમાં 0.35% વધારો કરવાની જાહેરાત કરી હતી. આ વધારા સાથે HDFC નો સૌથી નીચો હાઉસિંગ લોનનો દર હવે વધીને 8.65% થઈ ગયો છે. નવા દર મંગળવાર 20 ડિસેમ્બરથી લાગુ થશે.

વધુ જુઓ ...
Housing Loan Rates Increase: હાઉસિંગ લોન આપનારી દેશની મોટામાં મોટી કંપની HDFC એ સોમવાર 19 ડિસેમ્બરે પોતાની રિટેલ પ્રાઈમ લોનના દરમાં 0.35% નો વધારો કરેલો છે. એ સાથે જ HDFC ની હાઉસિંગ લોન માટેનો લઘુત્તમ દર વધીને 8.65% થઇ ગયો છે. કંપનીના જણાવ્યા અનુસાર નવો દર મંગળવાર એટલે કે 20 ડિસેમ્બરથી લાગુ થશે. HDFC એ સોમવારે શેર બઝારને મોકલેલી જાણકારીમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મે મહિનાથી અતિયાર સુધીમાં HDFC આ દરોમાં કુલ 2.25% નો વધારો કરી ચુકી છે. રિટેલ પ્રાઈમ લોન રેટ, એક બેન્ચ માર્ક હોય છે જેના આધારે લોમ લોનના દરો નક્કી કરવામાં આવતા હોય છે.

આ પણ વાંચો:આ છે મ્યુચ્યુઅલ ફંડની‘એક કા ડબલ’ યોજનાઓ, માત્ર 5 વર્ષમાં જ રૂપિયા બે ગણા કરી દીધા

HDFC એ સોમવારે શેર બજારને મોકલેલી માહિતીમાં જણાવવામાં આવ્યું કે રિટેલ પ્રાઈમ લોનના દરમા 0.35% નો વધારો કરતા હવે તે 8.65% થઇ ગયો છે. આ નવા દરોનો અમલ 20 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. મે મહિનાથી અતિયાર સુધીમાં HDFC આ દરોમા કુલ 2.25% નો વધારો કરી દીધો છે.

ફક્ત આમને મળશે 8.65% થી લોન


હાલમાં રેપો રેટ 6.25% પર છે. જે કોરોના મહામારીના પૂર્વના સ્તર મુજબ છે. HDFC એ કહ્યું કે 8.65% નો નવો દર ફક્ત એ લોકો માટે છે કે જેમનો ક્રેડિટ સ્કોર 800 કે તેથી વધુ હશે. કંપનીના મતે આ દર ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી ઓછો છે.

આ પણ વાંચો:Multibagger Stock: આ પેની સ્ટોક નીકળ્યો 'છુપા રુસ્તમ', 20 વર્ષમાં 3500 રૂપિયા 1 કરોડમાં ફેરવાયા


SBI નો લઘુત્તમ દર 8.75%


સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના હોમ લોન માટે લઘુત્તમ દર હાલમાં 8.75% છે. જે 750 થી વધુ ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે છે. આ રેટ એક ફેસ્ટિવ ઓફર તરીકે છે, જે 31 જાન્યુઆરી 2023 સુધી લાગુ છે. બેંકનો સામાન્ય લોન દર 8.90% છે.
First published:

Tags: Business news, Cheapest home loan banks, HDFC Bank

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો