એચડીએફસીએ શનિવારે તેના રિટેલ પ્રાઇઝ લેન્ડિંગ રેટ (આરપીએલઆર)માં વધારો કર્યો છે
HDFC home loan : દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પોરેશન (એચડીએફસી)એ હોમ લોનના વ્યાજ દરોમાં વધારો કરી ગ્રાહકોને આંચકો આપ્યો છે
નવી દિલ્હી: દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC bank)એ હોમ લોનના વ્યાજ દરો (home loan interest rate)માં વધારો કરી ગ્રાહકોને આંચકો આપ્યો છે. એચડીએફસીએ શનિવારે તેના રિટેલ પ્રાઇઝ લેન્ડિંગ રેટ (આરપીએલઆર)માં વધારો કર્યો છે. આરપીએલઆર (RPLR) બેંચમાર્ક લેન્ડિંગ રેટ હોય છે. તમે તેને લઘુત્તમ વ્યાજ દર પણ કહી શકો છો. એચડીએફસીએ તેમાં 0.25 ટકાનો વધારો કર્યો છે.
નવો વ્યાજ દર 1 ઓગસ્ટથી લાગુ થશે. આની અસર નવા અને હાલના ગ્રાહકો પર પડશે. બન્ને માટે લોનના ઇએમઆઇમાં વધારો થશે અને તેમના મંથલી બજેટ પર પણ અસર પડશે. એચડીએફસીએ સ્ટોક એક્સચેન્જને શનિવારે વ્યાજ દરોમાં વધારાની જાણકારી આપી હતી. એચડીએફસીએ કહ્યું કે, એચડીએફસીએ હાઉસિંગ લોન પર રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ વધાર્યો છે. આ એ જ દર છે જેના પર એડઝસ્ટેબલ રેટ હોમ લોન (એઆરએચએલ) બેંચમાર્ક હોય છે. તેમાં 0.25 ટકાનો વધારો કરાયો છે. નવા દરો 1 ઓગસ્ટ, 2022થી લાગુ થઇ જશે.
હાલના વધારા અગાઉ એચડીએફસીએ 9 જૂને આરપીએલઆરમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. તે પહેલા 1 જૂને 0.5 ટકા, 2જી મેના રોજ 0.5 ટકા અને 9 મેનાh રોજ 0.30 ટકાનો વધારો કર્યો હતો. એફડીએફસી દ્વારા રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટમાં કરાયેલા વધારાને લીધે ગ્રાહકો માટે હોમ લોન વધુ મોંઘી બનશે અને ઇએમઆઇ પાછળ વધુ રકમ ખર્ચ કરવી પડશે.
આરબીઆઇ વધારી શકે છે વ્યાજ દરો
એફડીએફસીએ ભારતીય રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક પહેલા વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આરબીઆઇની આ એમપીસી બેઠકમાં મોંઘવારીને રોકવા માટે રેપો રેટમાં વધારાનું અનુમાન છે. આ બેઠક આગામી સપ્તાહે મળનારી છે. અહેવાલો અનુસાર, આગામી બેઠકમાં રેપો રેટમાં 0.35થી 0.50 ટાક સુધીનો વધારો કરવામાં આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર