Home /News /business /

Home Loan Rate : HDFC એ વધાર્યા વ્યાજ દર, હોમ લોન થશે મોંઘી, RPLR માં કર્યો 0.30 ટકાનો વધારો

Home Loan Rate : HDFC એ વધાર્યા વ્યાજ દર, હોમ લોન થશે મોંઘી, RPLR માં કર્યો 0.30 ટકાનો વધારો

એચડીએફસી લિમિટેડ, HDFC Ltd

Housing loan - એચડીએફસીએ આ પગલું બુધવારે ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી રેપો રેટમાં કરાયેલા 0.40 ટકાના વધારા પછી ઉઠાવ્યું છે

    નવી દિલ્હી : હાઉસિંગ લોન (Housing loan)આપનારી દેશની દિગ્ગજ કંપની એચડીએફસી લિમિટેડે (HDFC Ltd)પોતાના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. એચડીએફસી લિમિટેડે હોમ લોન (Home loan) પર રિટેલ પ્રાઇમ લેડિંગ રેટ એટલે આરપીએલઆરમાં (RPLR)શનિવારે 0.30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ કારણે વર્તમાન અને નવા બન્ને ગ્રાહકો માટે લોન મોંઘી થશે.

    એચડીએફસીએ (HDFC)આ પગલું બુધવારે ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી રેપો રેટમાં કરાયેલા 0.40 ટકાના વધારા પછી ઉઠાવ્યું છે. આ પહેલા આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા સહિત ઘણી બેંકોએ પણ વ્યાજદરોમાં વધારો કર્યો છે.

    9 મે થી લાગુ પડશે નવા દર

    કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે એચડીએફસીએ હાઉસિંગ લોન પર પોતાના આરપીએલઆરમાં 30 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ વધારો 9 મે થી લાગુ થશે.

    આ પણ વાંચો - ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યું જીએસટી કલેક્શન, એપ્રિલમાં સરકારી ખજાનાને મળ્યા 1.68 લાખ કરોડ રૂપિયા



    નવા લોનધારકો માટે સંશોધિત દર તેમના ક્રેકિટ સ્કોર અને રકમના આધારે 7 ટકાથી લઇને 7.45 ટકા વચ્ચે છે. વર્તમાન રેટ 6.70 ટકાથી લઇને 7.15 ટકા છે. જો એચડીએફસીના વર્તમાન ગ્રાહકોની વાત કરવામાં આવે તો તેમના વ્યાજદરોમાં 0.30 ટકાનો વધારો થશે.

    થોડા દિવસો પહેલા HDFC એ વધાર્યો હતો લેંડિંગ રેટ

    એચડીએફસી લિમિટેડે (HDFC Ltd)રવિવારે પોતાના બેંચમાર્ક લોન દરમાં 0.05 ટકાનો વધારો કર્યો હતો. તેનાથી કંપની પાસેથી લોન લઇ ચૂકેલા વર્તમાન ગ્રાહકો માટે માસિક હપ્તા (EMI) વધી જશે. નવા દર રવિવારથી પ્રભાવી થઇ ગયા છે.

    વ્યાજ દર સૌથી નીચલા સ્તર પર

    ગત મહિને રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ બેઠકમાં મોંઘવારીને લઇને વ્યક્ત કરેલી ચિંતા પછી વ્યાજ દર વધારવાનો સિલસિલો યથાવત્ છે. કેન્દ્રીય બેંકે વિકાસને પ્રોત્સાહન આપવા માટે મોંઘવારીથી નિપટવાની રણનીતિ બનાવી છે. છેલ્લા બે વર્ષોથી ઘણી લચીલી મોદ્રિક નીતિ અને અતિરિક્ત લિક્વિડિટીના કારણે વ્યાજ દર અત્યાર સુધી સૌથી નીચલા સ્તર પર છે. તેનાથી લોન આપનાર ઘણી કંપનીઓ 6.5 ટકાથી ઓછા દર પર હાઉસિંગ લોન આપી રહી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Hdfc, HDFC Bank

    આગામી સમાચાર