ફેસ્ટિવ ઓફર: HDFCએ હોમ લોનના વ્યાજ દરોમાં કર્યો ઘટાડો, 6.7%ના દરની કરી જાહેરાત

પ્રાતીકાત્મક તસવીર

Cheapest home loan: આ એક ક્લોઝ-એન્ડેડ સ્કીમ છે, જે 31 ઓક્ટોબર,2021 સુધી માન્ય રહેશે.

  • Share this:
હોઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) પણ તે મોર્ટેજ લેન્ડર્સમાં સામેલ થઇ રહ્યું છે, જેઓએ માંગ વધારવા માટે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. HDFCએ 21 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, તે ફેસ્ટિવ ઓફર અંતર્ગત 6.7 ટકાના દરે હોમ લોન આપશે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે, આ ખાસ ઓફર અંતર્ગત ગ્રાહકો 20 સપ્ટેમ્બર, 2021થી લાગૂ થયેલ હોમ લોનનો 6.70 ટકાના કરે લાભ ઉઠાવી શકશે. આ ઓફર લોનની રકમ કે રોજગાર કેટેગરીને ધ્યાનમાં રાખ્યા વગર તમામ નવી લોન અરજીઓ પર લાગૂ થશે. સ્પેશ્યલ રેટ ઉધાર લેનારના ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલ છે. આ એક ક્લોઝ-એન્ડેડ સ્કીમ છે, જે 31 ઓક્ટોબર,2021 સુધી માન્ય રહેશે.

HDFCના મેનેજીંગ ડીરેક્ટર રેનુ સુદ કર્નાડે જણાવ્યું કે, “પહેલાંની સરખામણીએ ઘર હવે પરવડે તેવા થઇ ગયા છે. છેલ્લા થોડા વર્ષોમાં દેશના મોટા ભાગના ખિસ્સાઓ પર પ્રોપર્ટીના ભાવ વધુ કે ઓછા સમાન રહ્યા છે, જ્યારે કે આવકનું સ્તર ઊંચુ ગયું છે. ઓછા વ્યાજ દર, PMAY હેઠળ સબસીડી અને ટેક્સના લાભોએ પણ તેમાં મદદ કરી છે.”

આ બેંકોએ પણ ઘટાડ્યા વ્યાજ દર

તાજેતરમાં જ અમુક બેંકો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI), બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેંક અને PNBએ પણ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. શનિવારે એસબીઆઇએ જણાવ્યું કે તેણે હોમ લોન રેટ ઘટાડીને 6.70 ટકા કર્યા છે. બેંકે એક નિવેદનમાં જણાવ્યા અનુસાર મહિલાઓને ખાસ 5bpsની વિશેષ છૂટ મળશે.

આ ઘટાડા બાદ હવે SBI હોમ લોન વ્યાજ દર 30 લાખ રૂપિયા સુધીની લોન માટે 6.70 ટકાથી શરૂ થાય છે અને 30 લાખ રૂપિયાથી વધુ અને 75 લાખ રૂપિયા સુધીની લોન માટે 6.95 ટકા રહેશે. બેંકે જણાવ્યા અનુસાર 75 લાખથી વધુ રૂપિયાની લોન માટે 7.05 ટકાના દરે હોમ લોન મળશે. ગ્રાહકો 5bspની વધારાની વ્યાજ છૂટ મેળવવા માટે YONO એપ દ્વારા ઘરે બેઠા સરળતાથી લોન માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો - રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરે આ વર્ષે આપ્યું 130% વળતર, શું તમારી પાસે છે?

ઉલ્લેખનીય છે અગાઉ SBI દ્વારા ફેસ્ટિવ ઓપર અંતર્ગત 31 માર્ચ સુધી હોમ લોન વ્યાજ દર 6.7 ટકા કરવામાં આવ્યો હતો, જે 1 એપ્રિલ બાદ ફરી 6.95 ટકા કરી દેવામાં આવ્યો હતો.

કોટક મહિન્દ્રા બેંકે 9 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે તેણે 10 સપ્ટેમ્બરથી હોમ લોનના દરમાં 15 બેઝ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ(KMBL) હવે વાર્ષિક 6.65 ટકાના બદલે 6.50 ટકાના વાર્ષિક દરે હોમ લોન આપશે.
Published by:Kaushal Pancholi
First published: