Home /News /business /HDFC બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી મળશે આ અદ્ભુત ફાયદો, જાણશો તો ચોંકી જશો
HDFC બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી મળશે આ અદ્ભુત ફાયદો, જાણશો તો ચોંકી જશો
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાના ફાયદા
Credit Card: HDFC બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી કયા કયા ફાયદા થાય છે, તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે. HDFC બેંક વર્તમાન સમયે દેશની ટોચની બેંકોમાં સામેલ છે અને તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં ગ્રાહકોની સંખ્યા પણ ઘણી છે. આ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડવાની સુવિધા પણ મળે છે.
નવી દિલ્હીઃ એક સમયે ક્રેડિટ કાર્ડ (Credit card) રાખવું લક્ઝરી ગણાતું હતું. ક્રેડિટ કાર્ડ આર્થિક સ્તરે વિશ્વસનીય વ્યક્તિને મળતું હતું. આજે સમય બદલાઈ ગયો છે. અત્યારે ઘણા લોકો પાસે ક્રેડિટ કાર્ડ છે. જેના કારણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ (Use of credit card) વધી ગયો છે. લોકો નાની મોટી ખરીદીમાં તેનો ઉપયોગ કરવા લાગ્યા છે.
ક્રેડિટ લિમિટ
ક્રેડિટ કાર્ડ ખાસ કરીને યુવાનોમાં પ્રચલિત છે. ઘણા બધા યુવાનો તેનો ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારને ખ્યાલ હોય છે કે તેની અમુક ક્રેડિટ લિમિટ હોય છે. એટલે કે ક્રેડિટ લિમિટની કિંમત જેટલી વસ્તુની ખરીદી થઈ શકે છે. જેની ચુકવણી હપ્તે-હપ્તે અથવા એકસાથે થઈ શકે છે. તેમાંથી ઈમરજન્સીના કિસ્સામાં રોકડ પણ ઉપાડી શકાય છે.
HDFC બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી કયા કયા ફાયદા થાય છે, તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે. HDFC બેંક વર્તમાન સમયે દેશની ટોચની બેંકોમાં સામેલ છે અને તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં ગ્રાહકોની સંખ્યા પણ ઘણી છે. આ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડવાની સુવિધા પણ મળે છે.
HDFC બેંકના ક્રેડિટ કાર્ડથી ફંડ કઈ રીતે ટ્રાન્સફર કરવું?
HDFC બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં લોકો તેમાં રહેલી ક્રેડિટ ટ્રાન્સફર પણ કરી શકે છે. આ માટે PayZappનો ઉપયોગ કરી શકાય છે. HDFC બેંકના ક્રેડિટ કાર્ડ હોલ્ડરને 2.5 ટકાના વ્યાજ દરે ક્રેડિટ કાર્ડમાંથી બચત ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. PayZapp મોબાઇલ એપ્લિકેશનને કારણે આ શક્ય બન્યું છે.
PayZapp મોબાઇલ એપ્લિકેશનના ફાયદા
PayZapp એપ્લિકેશન HDFC બેંકની જ મોબાઈલ એપ્લિકેશન છે. આ એપનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે. આ એપની મદદથી તમે બચત ખાતામાં એક ક્લિકમાં ફંડ ટ્રાન્સફર કરી શકો છો. આ ઉપરાંત શોપિંગ માટે પણ પેમેન્ટ કરી શકો છો. તેમજ તમે આ એપની મદદથી ઓનલાઇન શોપિંગ, ફ્લાઇટ ટિકિટ બુક કરાવી શકો છો. ઘણા યુઝર્સ આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર