HDFC bank stock: મોતીલીલા ઓસવાલ તરફથી પણ HDFC Bankના શેરને ખરીદીને સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજ હાઉસે એચડીએફસી બેંકના શેરનો ટાર્ગેટ 1,800 રૂપિયા રાખ્યો છે.
મુંબઈ: HDFC Bankનો સ્ટૉક 23મી ઓગસ્ટના રોજ 0.54% વધીને 1522 રૂપિયા પર બંધ રહ્યો હતો. RBIએ HDFC Bank પરથી ટેક્નોલોજી પ્રતિબંધ હટાવતા HDFC Bankના શેરમાં હલચલ જોવા મળી રહી છે. પ્રતિબંધ પર આંશિક પ્રતિબંધ પછી બ્રોકરેજ હાઉસે HDFC Bankના સ્ટોકનો ટાર્ગેટ વધારી દીધો છે. તો જાણીએ HDFC Bank stock પર રોકાણ કરવું યોગ્ય રહેશે કે નહીં. આ માટે નવો ટાર્ગેટ (Target) કેટલો રહેશે.
જેપી મૉર્ગને કહ્યુ છે કે HDFC Bank પરથી ડિજિટલ પ્રતિબંધ (Digital ban) હટાવી દીધો છે પરંતુ હજુ સંપૂર્ણ પ્રતિબંધ નહીં હટાવવામાં આવ્યો. જોકે, બેંકને નવા ક્રેડિટ કાર્ડ (Credit card) જાહેર કરવાની મંજૂરી મળી છે. આ બેંકનો સૌથી વધારે નફો કરતો બિઝનેસ છે. આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને એચડીએફસી બેંક માટે 1,800 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
મોતીલીલા ઓસવાલ તરફથી પણ HDFC Bankના શેરને ખરીદીને સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજ હાઉસે એચડીએફસી બેંકના શેરનો ટાર્ગેટ 1,800 રૂપિયા રાખ્યો છે. છેલ્લા થોડા દિવસોથી એચડીએફસી બેંકનો શેર સીમિત મર્યાદામાં ટ્રેડ કરી રહ્યો હતો. RBI તરફથી ટેક્નોલોજી પ્રતિબંધ હટાવવામાં આવતા બેંકના શેરમાં ફરીથી તેજી જોવા મળી રહી છે.
RBIએ 17 ઓગસ્ટના રોજ HDFC Bank પર ટેક્નોલોજી પ્રતિબંધ આંશિક રીતે હટાવી દીધો છે. આ સાથે જ બેંકના નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવાની છૂટ મળી ગઈ છે. જોકે, એચડીએફસી બેંક હાલ નવી ડિજિટલ ઑફર શરૂ નથી કરી શકતી. આ માટે બેંકને બોર્ડ પાસેથી એક લેટર સાઇન કરીને આપવો પડશે. આ લેટરમાં બોર્ડે એ વાત પર સહમતિ બતાવવી પડશે કે એચડીએફસી બેંક RBIના તમામ નિયમ અને શરતોનું પાલન કરે છે.
HDFC બેંકે શરૂ કરી મોબાઇલ ATMની સુવિધા
HDFC Bankએ દેશભરમાં મોબાઇલ ATMની વ્યવસ્થા કરી છે. આ સુવિધાથી હવે ગ્રાહક પોતાના દરવાજે ઊભેલી ATM Vanથી રોકડ ઉપાડી શકશો. આ ATMને ક્યાં ઊભી રાખવી તેના વિશેનો નિર્ણય સંબંધિત શહેરોની નગરપાલિકા કે મહાનગરપલિકા સાથે વાતચીત બાદ લેવાશે.
બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, મોબાઇલ ATMને કોઈ ખાસ સ્થાને કોઈ નિયત અવધિ માટે ઊભી રાખવામાં આવશે. આ અવધિ દરમિયાન મોબાઇલ એટીએમ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યાની વચ્ચે 3થી 5 સ્થળે રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર