Home /News /business /ગ્રાહકોને ઇ-મેલ, વોટ્સ એપ દ્વારા નોટિસ મોકલી રહી છે HDFC બેંક, જાણો શું છે કારણ

ગ્રાહકોને ઇ-મેલ, વોટ્સ એપ દ્વારા નોટિસ મોકલી રહી છે HDFC બેંક, જાણો શું છે કારણ

પેઇન્ડિગ કેસને પતાવવા માટે HDFC બેંક ગ્રાહકોને ઇમેઇલ, વ્હોટ્સએપ દ્વારા નોટિસ ફટકારી રહી છે, જેનાંથી ગ્રાહકો નોટિસ ન મળ્યાની વાત ન કરી શકે

પેઇન્ડિગ કેસને પતાવવા માટે HDFC બેંક ગ્રાહકોને ઇમેઇલ, વ્હોટ્સએપ દ્વારા નોટિસ ફટકારી રહી છે, જેનાંથી ગ્રાહકો નોટિસ ન મળ્યાની વાત ન કરી શકે

નવી દિલ્હી: નિયમોનાં ઉલ્લંઘન કરવા પર HDFC બેંક ગ્રાહકો માટે ઇ-મેલ અને વોટ્સએપ દ્રારા નોટિસ મોકલી રહ્યાં છે. બેંકને આશા છે કે કનેક્ટિવિટીનાં નવાં ઉપાયનો ઉપયોગ કરીને તમામ કેસનો ઝડપથી નીકાલ લાવી શકાશે. બેંકનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, HDFC બેંકે વિભિન્ન કોર્ટમાં આ વાત પર ખાસ મહત્વ આપ્યુ હતું કે, ઇ-મેલ અને વોટ્સએપ જેવાં નવાં કનેક્ટિવિટીનાં ડિજિટલ માધ્યમથી નોટિસ અને સમન્સ મોકલવામાં આવે. તેથી મામલાનો તત્કાળ નિકાલ આવી શકે.

અધિકારીઓએ કહ્યું કે, 60 લાખથી વધુ ચેક બાઉન્સનાં કિસ્સા દેશમાં પેન્ડિંગ છે. એવામાં HDFC બેંક સમન બજાવવા માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવા કોર્ટને અનુરોધ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે, 'અમે ઇમેલ અને વ્હોટ્સએપ પર નોટિસ મોકલી રહ્યાં છીએ. કેટલાંક કિસ્સામાં અમે જોયુ છે કે પોસ્ટથી નોટિસ મોકલવા પર ગ્રાહક નોટિસ મળ્યાનો સ્પષ્ટ ઇનકાર કરતો હોય છે'

સુકન્યા યોજનામાં 3 મોટા બદલાવ, 1000 નહીં હવે 250 રૂપિયામાં ખુલશે ખાતુ

અધિકારીનું કહેવું છે કે, ઘણી વખત જોયુ છે કે લોકો ઘર ખુબજ જલ્દી બદલી નાંખે છે પણ તેમનો ઇ-મેલ અને મોબાઇ નંબર નથી બદલતા. તેથી અમારુ માનવું છે કે કનેક્ટિવીનાં નવાં માધ્યમનો ઉપયોગ થવો જોઇએ. અધિકારીએ કહ્યું કે, HDFC બેંક અત્યાર સુધીમાં ડિજિટલ માધ્યમતી આશરે 250 સમન બજાવી ચુક્યા છે અને આશા છે કે કાયદા હેઠળ આ મામલાને પતાવવામાં વધુ સરળતા થશે.

ATM ક્લોન કરનારા શા માટે રાત્રે 11:50 વાગ્યે જ ઉપાડે છે પૈસા?

દિવાળી પહેલાં ઉઠાવો મોદી સરકારની આ સ્કીમનો ફાયદો, સસ્તામાં મળશે સોનું

અત્યાર સુધીમાં ડિજિટલ રીતે જે નોટિસ બજાવવામાં આવી છે તે મોટે ભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશથી જોડાયેલી છે. કેટલાંક કિસ્સામાં તે દિલ્હી, ચંદીગઢ, રાજસ્થાન અને જમ્મૂ કશ્મીરની પણ છે. ચેક બાઉન્સ મામલે પરક્રામ્ય લિખિત અધિનિયમની કલમ 138 હેઠળ આવે છે જેમાં પ્રોમિસરી નોટ્સ એક્સચેન્જ બિલ અને ચેક સંબંધિત મામલે નોટિસ પાઠવવામાં આવી છે આ સંબંધિત કાયદામાં સંશોધન ચાલુ છે.
First published:

Tags: Customers, Email, HDFC Bank, Sending, Through, Whatsapp