Home /News /business /HDFC BANK Q4 Result: ચોથા ત્રિમાસિકમાં એચડીએફસી બેંકનો નફો વધીને 10,060 કરોડ રૂપિયા થયો

HDFC BANK Q4 Result: ચોથા ત્રિમાસિકમાં એચડીએફસી બેંકનો નફો વધીને 10,060 કરોડ રૂપિયા થયો

એચડીએફસી બેંક

HDFC BANK Q4 Results: ચોથા ત્રિમાસિકમાં બેંકની અસેટ ક્વૉલિટીમાં પણ સુધારો જોવા મળ્યો છે. ત્રિમાસિક દરે HDFC BANKની ગ્રોસ NPA 1.26 ટકાથી ઘટીને 1.17 ટકા થઈ છે.

મુંબઈ. HDFC BANK Q4 Results: ખાનગી બેંક એચડીએફસી બેંક તરફથી નાણાકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં બેંકનો નફો ગત વર્ષના 8,190 કરોડ રૂપિયાથી વધીને 10,060 કરોડ રૂપિયા થયો છે. જ્યારે આ દરમિયાન બેંકની વ્યાજની આવકમાં વાર્ષિક દરે 10.2 ટકાનો વધારો થયો છે. વ્યાજની આવક 18,870 કરોડ રૂપિયા રહી છે.

ચોથા ત્રિમાસિકમાં બેંકની અસેટ ક્વૉલિટીમાં પણ સુધારો જોવા મળ્યો છે. ત્રિમાસિક દરે HDFC BANKની ગ્રોસ NPA 1.26 ટકાથી ઘટીને 1.17 ટકા થઈ છે. જ્યારે નેટ NPA 0.37 ટકાથી ઘટીને 0.32 ટકા થઈ છે. આ દરમિયાન બેંકની પ્રોવિઝનિંગ પણ ઘટ્યો છે. ચોથા ત્રિમાસિકમાં બેંકની પ્રોવિઝનિંગ 4690 કરોડ રૂપિયાથી ઘટીને 3310 કરોડ રૂપિયા થઈ છે.

ડિપોઝિટ્સમાં વધારો


માર્ચ 2022 દરમિયાન બેંકની ડિપોઝિટ્સમાં વાર્ષિક આધારે 16.8 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે 15.59 લાખ કરોડ રૂપિયા રહી હતી. આ દરમિયાન રિટેલ ડિપોઝિટ્સ વાર્ષિક આધારે 18.5 ટકા અને હોલસેલ ડિપોઝિટ્સમાં વાર્ષિક આધારે 10 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો.

માર્ચ 2022 દરમિયાન CASA ડિપોઝિટ્સનો હિસ્સો 7.51 ટકા રહ્યો હતો. જેમાં વાર્ષિક દરે 22 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે આ દરમિયાન CASA ડિપોઝિટ્સ રેશિયો 48 ટકા રહ્યો હતો, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 46.1 ટકા રહ્યો હતો.

આ પણ વાંચો: 'ટ્વીટરને ખરીદવાની ઑફરમાં તો આખો શ્રીલંકા દેશ આવી જાય!' 

ત્રીજા ત્રિમાસિકની સરખામણીમાં ચોથી ત્રિમાસિકમાં એચડીએફસી બેંકનો પ્રોવિઝન કવરેજ રેશિયો 70.79 ટકાથી વધીને 72.7 ટકા રહ્યો હતો. ત્રિમાસિક આધારે બેંક નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ચાર ટકા પર રહ્યો હતો. આ દરમિયાન કુલ ઇમરજન્સી પ્રોવિઝનિંગ 9,685 કરોડ રૂપિયા રહી. HDFC Bank તરફથી ચોથા ત્રિમાસિકમાં નવી 563 બ્રાંચ ખોલવામાં આવી હતી. આ સાથે જ નાણાકીય વર્ષ 202માં તેનું કુલ નેટવર્ક 6,342 બ્રાંચ થઈ ગઈ છે.

બેંકની આવક વધી


બેંકના જણાવ્યા પ્રમાણે તેની આવક (સ્ટેન્ડઅલોન) ચોથા ક્વાર્ટર દરમિયાન 41,085.78 કરોડ રૂપિયા રહી હતી. એક વર્ષ પહેલા સમાન સમયગાળા દરમિયાન આવક 38,017.50 કરોડ રૂપિયા હતી. ચોથા ત્રિમાસિક દરમિયાન નેટ રેવન્યૂ (વ્યાજ+ અન્ય આવક) 7.3 ટકા વધીને 26,509.80 કરોડ રૂપિયા રહી હતી. એક વર્ષ પહેલા તે 24,714.10 કરોડ રૂપિયા હતી.

આ પણ વાંચો: દરરોજ 50 રૂપિયાનું રોકાણ તમને બનાવી શકે છે લાખોપતિ!

બેંકના જણાવ્યા પ્રમાણે ત્રિમાસિક દરમિયાન બેંકની નૉન-ઇન્ટરેસ્ટ આવક 7,637.10 કરોડ રૂપિયા રહી હતી. ગત ત્રિમાસિકમાં આ આવક 7,593.9 કરોડ રૂપિયા હતી. વાર્ષિક ધોરણે તેમાં 10.6 ટકાનો વધારો નોંધાયો છે.
First published:

Tags: Bank, Hdfc, કમાણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો