HDFC બેન્કના ગ્રાહકો માટે જરૂરી સૂચના, આજથી રવિવારે રાત્રે 10 વાગ્યા સુધી જરૂરી સર્વિસ બંધ રહેશે

પ્રતીકાત્મક તસવીર

બેન્કે કહ્યું છે કે, તેની કેટલીક સેવાઓ શનિવારે સાંજથી રવિવારે રાતે 10 વાગ્યા સુધી બંધ રહેશે.

  • Share this:
જો તમારુ એકાઉન્ટ HDFC બેન્ક (HDFC Bank)માં છે તો તમારે એક અગત્યની બાબત જાણવી ખૂબ જ જરૂરી છે. દેશના સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેન્કના ગ્રાહકોને વીકેન્ડમાં થોડીક પરેશાની થઈ શકે છે. બેન્કે કહ્યું છે કે, તેની કેટલીક સેવાઓ શનિવારે સાંજથી રવિવારે રાતે 10 વાગ્યા સુધી બંધ રહેશે. બેન્ક દ્વારા ગ્રાહકોને ઈ-મેઈલ મોકલીને આ જાણકારી આપવામાં આવી રહી છે. ડિજિટલ બેન્કિંગની સુવિધાઓને વધુ સારી બનાવવા માટે બેન્ક મેઈન્ટેનન્સનું કામ કરશે તેવું જાણવા મળે છે.

આ સમયગાળા દરમિયાન HDFC બેન્ક નેટબેન્કિંગ (Net banking) અને મોબાઈલ બેન્કિંગ (Mobile Banking) એપ સેવા અને ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ (debit card-credit card) સંબંધિત સેવાઓ પર અસર થશે. તમારે કોઈ ખૂબ જ જરૂરી કામ હોય તો શનિવારે એટલે કે આજે સાંજે 6 વાગ્યા પહેલા તમારુ કામ પૂર્ણ કરી લેવું, નહીંતર તમારે સોમવાર સુધીની રાહ જોવી પડશે.

આ પણ વાંચો - પેટ્રોલ-ડીઝલનાં ભાવ ઘટાડા અંગે CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો શુ કહ્યુ

બેન્કે શું જાણકારી આપી?

પ્રિય ગ્રાહક, HDFC બેન્કના બેન્કિંગનો લાભ લેવા માટે આભાર. અમે આશા રાખીએ છીએ કે તમે અને તમારા પરિવારજનો સુરક્ષિત હશો. તમને કોઈપણ પ્રકારની પરેશાની ના થાય તે માટે શ્રેષ્ટ ડિજિટલ બેન્કિંગની સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બેન્ક ડિજિટલ બેન્કિંગ માટે મેઈન્ટેનન્સનું કામ કરી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન નીચે જણાવેલ ટ્રાન્ઝેક્શન નહીં થઈ શકે. વ્યૂ/ડાઉનલોડ ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ અને ડિબેટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની સુવિધાઓ પર અસર થશે. આ અસુવિધા માટે દિલગીર છીએ.



આ પણ વાંચો - PF withdrawal: જાણો ડોક્યુમેન્ટ જમા કરાવ્યા વિના કેવી રીતે ઉપાડી શકાય રૂ. 1 લાખ

આ બેન્કિંગ સર્વિસ પર અસર થશે

HDFC Bank નેટબેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એપ પર ઉપલબ્ધ સર્વિસ વ્યૂ/ડાઉનલોડ ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ (View/Download Credit Card statements) 7 ઓગસ્ટ 2021ના રોજ સાંજે 6 વાગ્યાથી 8 ઓગસ્ટ 2021ના રોજ રાતે 10 વાગ્યા સુધી બંધ રહેશે.

11 ઓગસ્ટ બુધવારે 12:30 AM થી 06:30 AM સુધી બેન્કની Debit & Credit Card સંબંધિત સેવાઓ પર અસર જોવા મળશે.
Published by:Kaushal Pancholi
First published: