HDFC એચડીએફસી બૅન્કે ઈન્ડિયન ઑઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના સહયોગથી એક નવું ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું છે. આ કાર્ડની ઘણી સુવિધાઓ છે. આ કાર્ડ દ્વારા ગ્રાહકો બળતણ ખરીદી પર ભારે લાભ અને પુરસ્કાર મેળવી શકે છે.
તમારી કાર ચલાવવા માટે મફતમાં પેટ્રોલ અને ડીઝલ મળે તો આ ખુશી બમણી થાય છે. કારણ કે ત્યારબાદ લોકો આસપાસ ફરવા જવાનો પ્લાન શરૂ કરે છે. ખરેખર મુદ્દો એ છે કે એચડીએફસી બૅન્કે ઈન્ડિયન ઑઇલ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી એક નવું ક્રેડિટ કાર્ડ શરૂ કર્યું છે. આ કાર્ડની ઘણી સુવિધાઓ છે. એચડીએફસી બૅન્ક અને ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન લિમિટેડે નોન-મેટ્રો શહેરો અને નગરોના યૂઝર્સો માટે આ કાર્ડ લૉન્ચ કર્યું છે. આ કાર્ડનું નામ 'ઇન્ડિયન ઑઇલ એચડીએફસી બૅન્ક ક્રેડિટ કાર્ડ' રાખવામાં આવ્યું છે. આ કાર્ડ દ્વારા ગ્રાહકો બળતણ ખરીદી પર ભારે લાભ અને પુરસ્કાર મેળવી શકે છે.
આ કાર્ડની કિંમત 500 રૂપિયા
આ કાર્ડ રૂપે અને વિઝા બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આ ક્રૅડિટ કાર્ડની વાર્ષિક ફી 500 રૂપિયા છે. જો કોઈ કાર્ડ દ્વારા વર્ષના 50000 રૂપિયા ખર્ચ કરશે તો વાર્ષિક ફી માફ કરવામાં આવશે.
ઇન્ડિયન ઑઇલ એચડીએફસી બૅન્ક ક્રેડિટ કાર્ડ દ્વારા 27000 થી વધુ આઈઓસીએલ આઉટલેટ્સ પર 'ફ્યુઅલ પૉઇન્ટ્સ' નામના ઇનામ પોઇન્ટ મેળવી શકે છે. આ સિવાય કરિયાણા, બિલ ચુકવણી, ઉપયોગિતા, ખરીદી વગેરે જેવા અન્ય ખર્ચ પર પણ ફ્યુઅલ પૉઇન્ટ મેળવી શકાય છે. આ પૉઇન્ટ્સને વાર્ષિક 50 લીટર ઇંધણ માટે રિડિમ કરી શકાય છે. મતલબ કે તમે આ પૉઇન્ટ્સ દ્વારા નિ શુલ્ક વાર્ષિક 50 લીટર જેટલું ફ્યૂલ લઈ શકો છો.
આ રીતે તમે આ કાર્ડ માટે અરજી કરી શકો છો
Www.hdfcbank.com ની મુલાકાત લઈને અથવા બૅન્કની નજીકની શાખામાં જઈને ઇન્ડિયન ઑઇલ એચડીએફસી બૅન્ક ક્રૅડિટ કાર્ડ માટે એપ્લાઇ કરી શકાય છે.
નાના શહેરોમાં ક્રૅડિટ કાર્ડ પહોંચાડવા પગલાં
એચડીએફસી બૅન્કના કન્ટ્રી હેડ પેમેન્ટ્સ બિઝનેસ અને માર્કેટિંગ પરાગ રાવે કહ્યું કે આપણે પ્રયત્ન ડિજિટલ પેમેન્ટ મોડને નાના શહેરો અને નગરોમાં લઈ જવાનો છે. ભારતમાં ઇંધણનો વપરાશ વધી રહ્યો છે અને નાના શહેરો અને નગરો આ વૃદ્ધિના મુખ્ય વાહક છે. એચડીએફસી બૅન્કની 75 ટકાથી વધુ શાખાઓ નોન-મેટ્રો શહેરોમાં છે. તેમની બદલાતી જરૂરિયાતો અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરેલા ઉત્પાદનો પ્રદાન કરીને આવા સ્થાનોના ગ્રાહકોને સશક્ત બનાવવા માંગીએ છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર