ફેસ્ટિવ સીઝનમાં HDFC Bankએ ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ! મળશે કેશબેક સહિત અનેક ઓફર્સ

ફેસ્ટિવ સીઝનમાં HDFC Bankએ ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ! મળશે કેશબેક સહિત અનેક ઓફર્સ
ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા HDFC Bank લાવી ખાસ ઓફર, જાણો કોને મળશે કેશબેકની સુવિધા

ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા HDFC Bank લાવી ખાસ ઓફર, જાણો કોને મળશે કેશબેકની સુવિધા

  • Share this:
    નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં પ્રાઇવેટ સેક્ટરની HDFC Bank મર્ચન્ટ એપ યૂઝર્સ માટે ખાસ ઓફર લઈને આવી છે. આ ઓફરમાં કંપની ગ્રાહકોને કેશબેકની સુવિધા આપી રહી છે. ડિજિટલ બેન્કિંગ (Digital Banking)ને પ્રોત્સાહન આપવા માટે કંપની આ ઓફર લઈને આવી છે. આ ઓફરનું નામ ‘30 પે ટ્રીટ’ ('Tees pe Treat') રાખવામાં આવ્યું છે. તેમાં જે પણ વેપારી બેંકની મર્ચન્ટ એપ (Merchant app)નો ઉપયોગ વધુમાં વધુ સંખ્યામાં કરશે, તેમને કેશબેક આપવામાં આવશે.

    કોને મળશે કેશબેકની સુવિધા?



    કંપનીએ કન્ટ્રી હેડ-પેમેન્ટ્સ, કન્ઝ્યૂમર ફાઇનાન્સ, માર્કેટિંગ અને ડિજિટલ બેન્કિંગ પરાવ રાવે જણાવ્યું કે કંપનીએ આ ઓફરનો ફાયદો ગામથી લઈને મેટ્રો શહેરમાં રહેનારા તમામ વેપારીઓને મળશે. હાલમાં આ એપનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, કપડા અને રેડીમેડ ગામેન્ટ્સ, કરયાણા સહિત તમામ સેગમેન્ટના દુકાનદાર કરી શકે છે. તેઓએ કહ્યું કે જે પણ વેપારી આ એપનો ઉપયોગને પ્રોત્સાહન આપશે તેમને કેશબેકની સુવિધા આપવામાં આવશે.

    આ પણ વાંચો, 4 વર્ષની બાળકીએ ગાયું વંદે માતરમ, PM મોદીએ વીડિયો શૅર કરી કહ્યું- ગર્વ છે

    આ ઉપરાંત તેઓએ કહ્યું કે, બેંકના નાના અને મધ્યમ વેપારી અમારા મર્ચન્ટ નેટવર્કની એક અગત્યનો અંગ છે. જો વેપારી ડિજિટલ ચૂકવણી ફોર્મનો ઉપયોગ કરવામાં ઉત્સાહિત છે, તો તે ગ્રાહકો દ્વારા ઇલેક્ટ્રોનિક ચૂકવણીના ઉપયોગને વધારવામાં મદદ કરશે.

    મળશે સારી ગિફ્ટ જીતવાની તક

    નોંધનીય છે કે, બેંક (HDFC Bank) આ એપમાં QR કોડ, PoS કે પછી પેમેન્ટ ગેટવેનો જે પણ વેપારી ઉપયોગ કરે છે તેમને કેશબેક મેળવનારા ગ્રાહકોની યાદીમાં રાખવામાં આવશે. આ ઉપરાંત આપને વોલ્યૂમ બિલ્ડ એપ, ઇએમઆઇ કે ડિજિટલ લેવડ-દેવડ પર સારી ગિફ્ટ જીતવાની તક મળી શકે છે.

    આ પણ વાંચો, ટ્રેન પેસેન્જર્સને મોટો આંચકો! પ્લેટફોર્મ ટિકિટનો ભાવ બમણો થશે, પસંદગીના સ્ટેશનો પર વસૂલાશે યૂઝર ચાર્જ

    ફેસ્ટિવ ટ્રીટસ 2.0 ઓફર પણ ગ્રાહકોને આપી હતી

    ફેસ્ટિવ ટ્રીટસ 2.0માં ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ્સ, બિઝનેસ લોન્સ, પર્સનલ લોન, ઓટો લોન અને હોમ લોન વગેરે અનેક ઓફર્સ છે. એચડીએફસી બેંકની ફેસ્ટિવ ટ્રીટસ 2.0માં ગ્રાહકો માટે 1000થી વધુ ઓફર્સ છે. આ પહેલા ફેસ્ટિવ ટ્રીટ્સના પહેલા સંસ્કરણ જોરદાર સફળ રહી હતી. તેને જોતાં બેંકે ફેસ્ટિવ ટ્રીટસ 2.0 અને 30 પે ટ્રીટ ઓફર્સ શરૂ કરી છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 01, 2020, 08:53 am