HDFC બૅન્કના વ્યાજદરમાં ઘટાડો, ઓછા થઇ જશે લોનના EMI

News18 Gujarati
Updated: November 7, 2019, 1:55 PM IST
HDFC બૅન્કના વ્યાજદરમાં ઘટાડો, ઓછા થઇ જશે લોનના EMI
નવા દર 7 નવેમ્બર 2019થી અમલમાં આવ્યા છે.

સામાન્ય માણસને સૌથી મોટો ફાયદો એ છે કે તેની હાલની લોન સસ્તી થાય છે અને પહેલા કરતા ઓછા ઇએમઆઈ ચૂકવવા પડે છે.

  • Share this:
એચડીએફસી (HDFC) બૅન્કે વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી બૅન્કની હોમ લોન, ઑટો લોન અને પર્સનલ લોન સસ્તી થઈ જશે. સામાન્ય માણસને સૌથી મોટો ફાયદો એ છે કે તેની હાલની લોન સસ્તી થાય છે અને પહેલા કરતા ઓછા ઇએમઆઈ ચૂકવવા પડે છે.

ખાનગી ક્ષેત્રની મોટી બૅન્ક એચડીએફસીએ વ્યાજના દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. બૅન્કે માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટમાં 0.05 ટકાથી 0.10 ટકા કરવાની જાહેરાત કરી છે. નવા દરો 7 નવેમ્બર 2019 થી અમલમાં આવ્યા છે. બૅન્કની હોમ લોન, ઑટો લોન અને પર્સનલ લોન સસ્તી થશે. એમસીએલઆર ઘટવાથી સામાન્ય માણસને સૌથી મોટો ફાયદો એ છે કે તેની હાલની લોન સસ્તી થાય છે અને તેણે પહેલા કરતા ઓછી ઇએમઆઈ ચૂકવવી પડે છે.

ઇએમઆઈ કેટલો સસ્તો હશે - ગ્રાહકો કે જેમણે એમસીએલઆરના આધારે વ્યાજ દર હેઠળ બૅન્કમાંથી લોન લીધી છે. તેમના ઇએમઆઈમાં 0.10 ટકાનો ઘટાડો થશે. ઑક્ટોબરમાં આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કર્યા બાદ અત્યાર સુધી દેશની ઘણી મોટી બૅન્કોએ વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે.


Loading...


એમસીએલઆરમાં તેના બૅન્કનું ફંડ હોય છે, જેનો દર મહિને બૅન્કો જાહેર કરે છે. નિષ્ણાંતો કહે છે કે વધુ સારા કરન્ટ ઍકાઉન્ટ અને સેવિંગ્સ ઍકાઉન્ટની થાપણોને લીધે મોટી બૅન્કોમાં નાની બૅન્કો કરતા ઓછું એમસીએલઆર છે.

એમસીએલઆરને આંતરિક બેંચમાર્ક માનવામાં આવે છે કારણ કે બૅન્કની ઓછી કિંમતના ભંડોળ એકત્રિત કરવાની ક્ષમતા એમસીએલઆરમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે.

એમસીએલઆર લિંક્ડ હોમ લોનમાં, હોમ લોનનો સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી EMI રકમ સ્થિર રહેશે.
First published: November 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...