HDFC બેન્કે બદલ્યો ક્રેડિટ કાર્ડનો આ નિયમ, જાણી લો નહીંતર થશે નુકસાન

News18 Gujarati
Updated: March 4, 2019, 7:49 AM IST
HDFC બેન્કે બદલ્યો ક્રેડિટ કાર્ડનો આ નિયમ, જાણી લો નહીંતર થશે નુકસાન
HDFC બેન્કે બદલ્યો ક્રેડિટ કાર્ડનો આ નિયમ, જાણી લો નહીંતર થશે નુકસાન

HDFC બેન્કે પોતાના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને એલર્ટ કર્યા છે

  • Share this:
HDFC બેન્કે પોતાના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેન્ક એલર્ટમાં કહેવાયું છે કે તે 1 એપ્રિલથી લેટ પેમેન્ટ ચાર્જને રિવાઇસ કરી રહ્યા છે. બેન્કે ગ્રાહકોને કહ્યું છે કે સ્ટેટમેન્ટમાં આપેલી ડ્યૂ ડેટને ઇન્ગોર ન કરો. સમયથી પેમેન્ટ કરી દો.

HDFC બેન્કે આ લેટ પેમેન્ટ ચાર્જને લઈને ફેરફાર ઇનફિનિયા કાર્ડ્સ(Infinia Card)સિવાય બીજા બધા કાર્ડમાં કર્યો છે. આ ચાર્ડ તમારા બેલેન્સ સ્ટેટમેન્ટની કુલ રકમના આધારે નક્કી થશે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડમાં સ્ટેટમેન્ટ જનરેટ થયાના 45-51 દિવસોનો પેમેન્ટ માટે સમય હોય છે.

1 એપ્રિલ પછી આ લાગશે ચાર્જ

સ્ટેટમેન્ટ બેલેન્સ - 501થી 5000 રુપિયા વચ્ચે
31 માર્ચ 2019 સુધી લેટ પેમેન્ટ ચાર્જ - 400 રુપિયા
1 એપ્રિલ પછી લેટ પેમેન્ટ ચાર્જ - 500 રુપિયા
Loading...

સ્ટેટમેન્ટ બેલેન્સ - 5001થી 10,000 રુપિયા વચ્ચે
31 માર્ચ 2019 સુધી લેટ પેમેન્ટ ચાર્જ - 500 રુપિયા
1 એપ્રિલ પછી લેટ પેમેન્ટ ચાર્જ - 600 રુપિયા

સ્ટેટમેન્ટ બેલેન્સ - 10,000 થી 25,000 રુપિયા વચ્ચે
31 માર્ચ 2019 સુધી લેટ પેમેન્ટ ચાર્જ - 750 રુપિયા
1 એપ્રિલ પછી લેટ પેમેન્ટ ચાર્જ - 800 રુપિયા

સ્ટેટમેન્ટ બેલેન્સ - 25,000 રુપિયાથી ઉપર
31 માર્ચ 2019 સુધી લેટ પેમેન્ટ ચાર્જ - 750 રુપિયા
1 એપ્રિલ પછી લેટ પેમેન્ટ ચાર્જ - 950 રુપિયા

આ પણ વાંચો - SBIની આ સેવિંગ સ્કીમ પર મળે છે FD જેટલું વ્યાજ! જાણો વિગત

સ્ટેટમેન્ટ જનરેટ થયા પછી ન્યૂનતમ રકમ પણ જમા કરતા ન હોય ત્યારે ક્રેડિટ કાર્ડ ઉપર લેટ પેમેન્ટ ચાર્જ લાગે છે. દરેક ક્રેડિટ કાર્ડ પર ન્યૂનતમ રકમ તમારી આખા બિલના 5 ટકા હોય છે. લેટ પેમેન્ટ ચાર્જથી બચવા માટે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે ઓછામાં ઓછી ન્યૂનતમ રકમ તો જમા કરાવી દો. આ સિવાય તમે કુલ સ્ટેટમેન્ટ બિલની થોડી રકમ જમા કરાવી શકો છો. સૌથી સારું એ છે કે તમે એક જ વખતમાં બધી રકમ જમા કરાવી દો.
First published: March 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...