HDFC Bank #MaaKiKhushiKeLiye દ્વારા માતાઓના ચહેરા પર સ્મિતની ઉજવણી

#MaaKiKhushiKeLiye

મહામારીએ આપણને એકબીજાથી અલગ પાડી દીધા હોવાથી મધર્સ ડે 2021ની ઉજવણી સામાન્ય તો નથી જ પરંતુ માતાનું બંધન તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતી વખતે પણ એટલું જ મજબૂત રહે છે.

  • Share this:
    આ મધર્સ ડે નિમિત્તે HDFC Bank એવું લાગણીસભર અભિયાન લાવી છે જેમાં માતાને ખુશીનો અહેસાસ થાય અને તેમનું સંતાન જવાબદાર, સ્વસ્થ અને સલામત છે તે જાણીને રાહત અનુભવે તેવી સંખ્યાબંધ રીતો પર પ્રકાશ પાડ્યો છે. ખાસ કરીને આવા કટોકટીના સમયમાં, માતાને સતત ચિંતા રહે છે કે, તેમનું સંતાન સાવચેતીનું પૂરતું ધ્યાન રાખે છે કે નહીં, સમયસર જમે છે કે નહીં, પોતાના સ્વાસ્થ્યની સંભાળ લે છે કે નહીં અને વર્તમાન મહામારીમાં તમામ તણાવને સારી રીતે નિયંત્રિત કરી શકે છે કે નહીં. આથી, એક સંતાન તરીકે, આપણે સલામત છીએ અને આ અભૂતપૂર્વ પરિવર્તનોને અપનાવી રહ્યાં છીએ તેવી ખાતરી આપણી નિઃસ્વાર્થ માતાઓને આપીએ તે જ એમના માટે સૌથી મોટી ગિફ્ટ છે.

    #MaaKiKhushiKeLiye એક સરળ છતાં શક્તિશાળી પરિકલ્પના છે જે HDFC બેંકે પસંદ કરી છે અને આ મધર્ડ ડે નિમિત્તે તેને હાર્દિક અને સાંદર્ભિક અભિયાનનું રૂપ આપ્યું છે. અહીં તેનો વીડિયો જુઓ



    હૃદયને સ્પર્શી જાય તેવી તસવીરોની ક્લિપ સાથે આ અનોખું અભિયાન, માતાએ શીખવેલા મૂલ્યવાન બોધપાઠે તેમના બાળકોને જવાબદાર, સ્વતંત્ર અને સંભાળ લેનારા માણસ બનવામાં મદદ કરી છે તેવું દર્શાવતી દૈનિક જીવનની નાની નાની ક્ષણોના વર્ણન સાથે એકબીજાને જોડી રાખે છે. આ વીડિયોમાં ચાર અલગ અલગ માત અને તેમના સંતાનોને બતાવવામાં આવ્યા છે જેમાં માતાઓ તેમના બાળકો જવાબદારી સાથે અને વર્તતા હોય અને જીવનમાં આરોગ્યપ્રદ અને ખુશીઓનો માર્ગ પસંદ કરતા હોય તે જોઇને સહજ ભાવે અચાનક જ સ્મિત કરે છે.

    આ વીડિયોમાં સંખ્યાબંધ સકારાત્મક સંદેશા બતાવ્યા છે અને કેવી રીતે બાળકોના ગુણો અને જવાબદારી ભર્યા કાર્યો તેમના માટે ગૌરવનું સૌથી મોટું કારણ બને છે અને માતાઓને રાહત આપે છે તે બતાવ્યું છે. અહીં દર્શાવેલી પરિસ્થિતિઓ વાસ્તવિક જીવનની પ્રતિતિ કરાવે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે, જેમાં કોઇ પુત્ર બહાર જવાના બદલે રસોઇ કરતો જોવા મળે છે અથવા તો, કોઇ પુત્રી ઘરેથી કામ કરતી જોવા મળે છે, અન્ય એક પુત્રી તેની માતાને ઘરે બેસીને જ HDFC Bankમાં એકાઉન્ટ ખોલાવવા અને KYC પ્રક્રિયા પૂરી કરવા બદલ અભિનંદન આપતી જોવા મળે છે અથવા એક પુત્ર કોવિડની રસી લેતો જોવા મળે છે. આ બધા જ કાર્યો આમ તો ઘણા નાના છે પરંતુ દરેક માતાનો મૂડ સુધારવા માટે અને તેમના બાળકો સલામત અને ખુશ છે તે જાણીને તેમના ચહેરા પર એક સ્મિત લાવવા માટે ઘણા યોગ્ય તેમજ પૂરતાં છે.

    તો, આ મધર્સ ડે નિમિત્તે ચાલો આપણી અતુલ્ય માતાઓના ચહેરા પર એક મીઠું સ્મિત લાવવા અને તેની ઉજવણી કરવા માટે #MaaKiKhushiKeLiye કંઇક કરીએ.
    Published by:Margi Pandya
    First published: