SBI બાદ HDFC બૅન્કે ઘટાડ્યા હોમ, ઑટો અને પર્સનલ લોનના વ્યાજ દર

એચડીએફસી બૅન્કે એમસીએલઆરના આધારે લોનના દરમાં ઘટાડો કર્યો છે.

એચડીએફસી બૅન્કે તમામ સમયગાળા માટે એમસીએલઆર- માર્જિનલ કોસ્ટ ફંડ આધારિત લેન્ડિંગ રેટમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ કપાત બાદ બૅન્કની હોમ લોન, ઑટો લોન વગેરે સસ્તી થઈ ગઈ છે.

  • Share this:
    દેશની સૌથી મોટી ખાનગી બૅન્ક એચડીએફસી બૅન્કે તેના ગ્રાહકોને મોટી રાહત આપતી વખતે વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. એચડીએફસી બૅન્કે તમામ સમયગાળા માટે એમસીએલઆર- માર્જિનલ કોસ્ટ ફંડ આધારિત લેન્ડિંગ રેટમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ કપાત બાદ બૅન્કની હોમ લોન, ઑટો લોન વગેરે સસ્તી થઈ ગઈ છે. આ પેહલા ભારતીય સ્ટેટ બૅન્કે ફંડ આધારિત લેન્ડિંગ રેટ (એમસીએલઆર) ના એક વર્ષના માર્જિનલ કોસ્ટમાં 0.10% ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. 10 ડિસેમ્બરથી એસબીઆઈનો એક વર્ષનો એમસીએલઆર હવે 8% થી ઘટીને 7.90% થયો છે. એસબીઆઈની મોટાભાગની લોન એક વર્ષ એમસીએલઆર પર આધારિત છે.

    એચડીએફસી બૅન્કે એમસીએલઆરના આધારે લોનના દરમાં ઘટાડો કર્યો છે. હવે દર મહિને ઇએમઆઈ 0.15% સસ્તી થઈ છે. આ દર 8.30 ટકાથી ઘટીને 8.15 ટકા થયો છે. બે વર્ષના દરે ઘટીને 8.25 ટકા પર આવી ગયા છે.

    (1) બૅન્કના એમસીએલઆરમાં તેમના ફંડને આધારે આપવામાં આવે છે, જેનો દર મહિને બૅન્કો જાહેર કરે છે. વધુ સારી રીતે કરંટ ઍકાઉન્ટ અને સેવિંગ્સ ઍકાઉન્ટ ડિપોઝિટને લીધે, મોટી બૅન્કોમાં નાની બૅન્કો કરતા ઓછા એમસીએલઆર હોય છે.



    (2) કોઈપણ બૅન્ક એમસીએલઆર પર ધિરાણ આપે છે, પરંતુ બૅન્ક આનાથી ઓછી લોન આપી શકતી નથી. હોમ લોનનાં વ્યાજ દર એમસીએલઆરની બરાબર અથવા વધુ હશે.

    (3) બૅન્કોના એમસીએલઆરમાં વધારો થવાનો મતલબ કે કર્જ લેનારાએ વધુ ઇએમઆઈ અને વ્યાજ ચૂકવવું પડશે.
    Published by:Bhoomi Koyani
    First published: