Home /News /business /HDFC Bankમાં થશે HDFCનું મર્જર: શેરધારકોએ આ પાસાઓને ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી

HDFC Bankમાં થશે HDFCનું મર્જર: શેરધારકોએ આ પાસાઓને ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી

એચડીએફસી બેંક

HDFC-HDFC Bank Merger: આ સ્કીમ અમલી બન્યા પછી HDFC બેંકની માલિકી 100 ટકા પબ્લિક શેરધારકોની રહેશે અને HDFC લિમિટેડના વર્તમાન શેરધારકો HDFC બેંકના 41 ટકા હિસ્સાની માલિકી ધરાવશે.

નવી દિલ્હી: હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (Housing Development Finance Corporation) લિમિટેડના બોર્ડે તેની બેઠકમાં HDFC બેંકમાં HDFC લિમિટેડ અને તેના સંબંધિત શેરહોલ્ડરો (HDFC bank shareholders) અને ક્રેડિટર્સના મર્જર માટે જોડાણની સંયુક્ત સ્કીમને મંજૂરી આપી છે. આ મર્જર બાદ HDFC બેન્કનો હાઉસિંગ લોન પોર્ટફોલિયો ખૂબ મજબૂત થઈ જશે. આ ઉપરાંત તેને HDFCના ગ્રાહકોનો લાભ પણ મળશે. આ મર્જર (HDFC merge)ની જાહેરાત થયા બાદ BSE પર સોમવારના પ્રારંભિક ટ્રેડિંગ સેશનમાં HDFC લિમિટેડ અને HDFC બેન્કના શેરમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. બંને શેર 15 ટકાથી વધુ વધ્યા હતા. ત્યારે આ મર્જરની કઈ બાબતો શેરહોલ્ડર્સે ધ્યાનમાં લેવી જોઈએ તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

1) HDFC લિમિટેડના HDFC બેંક સાથે વિલિનીકરણ માટે શેર વિનિમય ગુણોત્તર HDFC લિમિટેડના રૂ. 2ની ફેસ વેલ્યૂના દરેક 25 પેઇડ-અપ ઇક્વિટી શેર માટે HDFC બેંકના પ્રત્યેક 1 રૂપિયાની ફેસ વેલ્યૂના 42 ઇક્વિટી શેર (પેઇડ-અપ તરીકે જમા થયેલા) રહેશે.

2) આ સ્કીમ અમલી બન્યા પછી HDFC બેંકની માલિકી 100 ટકા પબ્લિક શેરધારકોની રહેશે અને HDFC લિમિટેડના વર્તમાન શેરધારકો HDFC બેંકના 41 ટકા હિસ્સાની માલિકી ધરાવશે.

3) આ સ્કીમ અમલી બન્યા પછી HDFC બેંક રેકોર્ડ તારીખે HDFC લિમિટેડના શેરધારકોને ઇક્વિટી શેર (ઉપર જણાવ્યા મુજબ શેર વિનિમય ગુણોત્તરમાં) ઇશ્યૂ કરશે. HDFC લિમિટેડ દ્વારા HDFC બેંકમાં રાખવામાં આવેલા ઇક્વિટી શેર્સ સ્કીમ મુજબ નાબૂદ કરવામાં આવશે.

4) HDFC લિમિટેડની પેટાકંપનીઓ અને સહયોગીઓ HDFC બેંકમાં શિફ્ટ થશે.

5) પ્રસ્તાવિત થયેલા વ્યવહારના પરિણામે HDFC બેંકના અનસિક્યોર લોનના એક્સપોઝરના પ્રમાણમાં ઘટાડો થશે.

આ પણ વાંચો: ટાટા ગ્રુપની આ ત્રણ કંપનીઓએ રોકાણકારોને કરી દીધા માલામાલ

6) આજની તારીખમાં HDFC લિમિટેડ તેની સંપૂર્ણ માલિકીની બે કંપની અને તેની પેટાકંપનીઓ સાથે HDFC બેંકની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીનો 21.00% હિસ્સો ધરાવે છે.

7) HDFC લિમિટેડ અને HDFC બેંકના બોર્ડનું માનવું છે કે, આ મર્જરથી ગ્રાહકો, કર્મચારીઓ અને બંને કંપનીઓના શેરહોલ્ડરો સહિત તમામ હિતધારકો માટે લાંબા ગાળાની વેલ્યુનું સર્જન થશે. HDFC એ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, બંને કંપનીઓના જોડાણથી સરકારના હાઉસિંગ ફોર ઓલના વિઝનને વધુ વેગ મળશે.

8) આ કોમ્બિનેશન બાદ HDFC બેંકના ગ્રાહકોને કોર પ્રોડક્ટ તરીકે કોઈ પરેશાની વગર મોર્ટગેજ આપવામાં આવશે. HDFC બેંક ગ્રાહકોની લાઈફ સાઇકલ મારફતે વધુ સારી ઇનસાઇટ્સ દ્વારા વિવિધ ક્રેડિટ અને ડિપોઝિટ પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે લાંબા ગાળાના મોર્ગેજ સંબંધોનો પણ લાભ લેશે.

આ પણ વાંચો: 10 વર્ષમાં 50 લાખ રૂપિયાની બચત, જાણો આવું કેવી રીતે શક્ય બને?

9) આ સ્કીમ વૈધાનિક અને નિયમનકારી સત્તામંડળો તથા સંબંધિત શેરધારકો અને ક્રેડિટર્સ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવાને આધિન છે.

10) આજે એટલે કે ચોથી એપ્રિલના રોજ NSE પર એચડીએફસી બેંકનો શેર 9.83 ટકા એટલે કે 148 રૂપિયા વધીને 1,654.10 પર બંધ રહ્યો હતો. HDFC નો શેર 9.12 ટકા એટલે કે 223.70 રૂપિયા વધીને 2,676 પર બંધ રહ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

विज्ञापन
विज्ञापन