HDFC બેંકના ગ્રાહકો ધ્યાન આપે! આજ રાતથી બંધ રહેશે આ જરૂરી સેવા, ફટાફટ પતાવો કામ
HDFC બેંકના ગ્રાહકો ધ્યાન આપે! આજ રાતથી બંધ રહેશે આ જરૂરી સેવા, ફટાફટ પતાવો કામ
પ્રતીકાત્મક તસવીર.
HDFC Bank Scheduled Maintenance on NetBanking and MobileBanking App: જો તમો HDFC બેંકના ગ્રાહકો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ જરૂરી છે, બેંક તરફથી ઇ-મેલ કરીને આ અંગે જાણ કરવામાં આવી છે.
નવી દિલ્હી: જો તમે HDFC બેંકના ગ્રાહકો છો તો આ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જરૂરી છે. ખાનગી ક્ષેત્રની દેશની સૌથી મોટી HDFC બેંકના ગ્રાહકોને આ અઠવાડિયાના અંતમાં થોડી પરેશાની ભોગવવી પડી શકે છે. બેંક તરફથી સૂચના આપવામાં આવી છે કે અમુક સેવા શનિવાર સાંજે 6 વાગ્યાથી બંધ રહેશે. બેંક તરફથી પોતાના ગ્રાહકોને ઇ-મેલ (E-Mail) મારફતે આ જાણકારી આપવામાં આવી છે. હકીકતમાં ડિજિટલ બેન્કિંગ (Ditigal banking) સુવિધાને વધારે સારી કરવા માટે બેંક મેઇન્ટેન્સ (Scheduled Maintenance on NetBanking and MobileBanking App) કામ કરી રહી છે. બેંક તરફથી તેના ગ્રાહકોને મોકલવામાં આવેલા ઇ-મેલ પ્રમાણે આગામી 11મી તારીખના રોજ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સંબંધિત સેવાઓ પ્રભાવિત થશે. આથી જરૂરી છે કે કોઈ મુશ્કેલી ન થાય તે માટે આ બંને તારોખો અને સમય તમે નોંધી લો.
આ દરમિયાન એચડીએફસી નેટબેન્કિંગ (Net banking) અને મોબાઇલ બેન્કિંગ (Mobile Banking) એપ સેવા તથા ડેબિટ ક્રેડિટ કાર્ડ (debit card-credit card) સંબંધી સેવા પ્રભાવિત થશે. આથી જો તમારે આ સંબંધી કોઈ જરૂરી કામ છે તો આજે છ વાગ્યા પહેલા પતાવી લો નહીં તો તમારે સોમવાર સુધી રાહ જોવી પડી શકે છે.
બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે, પ્રિય ગ્રાહક, એચડીએફસી બેન્ક સાથે બેન્કિંગ માટે આભાર. અમે આશા રાખીએ છીએ કે તમે અને તમારા પ્રિયજનો સુરક્ષિત હશો. તમને સતત અને સર્વશ્રેષ્ઠ બેન્કિંગ અનુભવ પ્રદાન કરવાના અમારા પ્રયાસના હિસ્સાના ભાગરૂપે અમે અમારી સેવા વધારે સારી કરી રહ્યા છીએ. આ ગતિવિધિ દરમિયાન નીચે જણાવેલી સેવા પ્રભાવિત રહેશે. આ અસુવિધા માટે અમને ખેદ છે.