Home /News /business /HDFC-HDFC Bank Merger: એચડીએફસી-એચડીએફસી બેંક મર્જર બાદ માર્કેટ વેલ્યૂની રીતે ભારતની ત્રીજી સૌથી મોટી કંપની બનશે
HDFC-HDFC Bank Merger: એચડીએફસી-એચડીએફસી બેંક મર્જર બાદ માર્કેટ વેલ્યૂની રીતે ભારતની ત્રીજી સૌથી મોટી કંપની બનશે
એચડીએફસી બેંક
HDFC and HDFC Bank merger: નિષ્ણાતોનું કહેવું છે કે મર્જર પછી એચડીએફસી બેંક નિફ્ટી50 ઇન્ડેક્સ (Nifty50 index)માં વજનની દ્રષ્ટીએ સૌથી મોટો સ્ટૉક બની જશે. જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના 11.9 ટકાના વર્તમાન વજનથી સરળતાથી આગળ નીકળી જશે.
મુંબઇ. HDFC and HDFC Bank merger: એચડીએફસી અને એચડીએફસી બેંકનું મર્જર થયા બાદ માર્કેટ કેપિટલાઇઝેશન (market capitalization)ની દ્રષ્ટીએ તે ભારતની ત્રીજી સૌથી મોટી કંપની બની જવાનો અંદાજ છે. એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી પ્રમાણે હોમ લોન આપતી કંપનીએ જણાવ્યું કે, એચડીએફસીમાં સહાયક કંપનીઓ એચડીએફસી હૉલ્ડિંગ્સ (HDFC Holdings) અને એચડીએફસી ઇન્વેસ્ટમેન્ટ્સ (HDFC Investments)ના મર્જર બાદ HDFC Bankમાં HDFCનું વિલય કરવામાં આવશે.
નવી એન્ટિટીની થશે આ ફાયદા
એચડીએફસી તરફથી ફાઇલિંગમાં કહેવામાં આવ્યુ છે કે, "પ્રસ્તાવિક ટ્રાન્ઝેક્શન સંબંધિત શેરહોલ્ડર્સ, ગ્રાહકો, કર્મચારીઓ સહિત વિવિધ સ્ટેકહોલ્ડર્સ માટે એક સાર્થક કિંમત તૈયાર થશે, કારણ કે સંયુક્ત બિઝનેસથી બિઝનેસ, પ્રોડક્ટ, બેલેન્સશીટ અને રેવન્યૂના તાલમેલની ક્ષમતામાં વધારો થશે." એચડીએફસીએ કહ્યુ કે, તેમના શેરધારકોને નૉન-બેન્કિંગ લેન્ડરના દરેક 25 શેરના બદલે એચડીએફસી બેંકના 43 શેર મળશે.
13 લાખ કરોડ વેલ્યૂએશન થઈ શકે
પહેલી એપ્રિલના માર્કેટ કેપિટલાઝેશનના આધારે વિલય બાદ બનનારી નવી એન્ટિટીની માર્કેટ કિંમત 12.8 લાખ કરોડ રૂપિયા હશે. એચડીએફસીએ કહ્યુ કે, તેની પાસે નવી એન્ટિટીમાં 41 ટકા ભાગીદારી હશે.
આ જાહેરાત બાદ એચડીએફસી બેંકનો શેર આશરે 9 ટકા અને એચડીએફસીનો શેર 10 ટકા વધ્યો હતો. 11 વાગ્યે એચડીએફસી બેંકનો શેર 11 ટકા અને એચડીએફસીનો શેર 13 ટકા ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.
ચેરમેનનું નિવેદન
એચડીએફસી લિમીટેડના ચેરમેન દીપક પારેખે એક નિવેદનમાં કહ્યુ કે, આ બરાબરીનું વિલય છે. છેલ્લા અનેક વર્ષમાં બોંકો અને એનબીએફસીના નિયમોમાં સમાનતા આવી છે, જેનાથી સંભવિત મર્જરનો રસ્તો ખુલ્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે મર્જર પછી એચડીએફસી બેંક નિફ્ટી50 ઇન્ડેક્સ (Nifty50 index)માં વજનની દ્રષ્ટીએ સૌથી મોટો સ્ટૉક બની જશે. જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના 11.9 ટકાના વર્તમાન વજનથી સરળતાથી આગળ નીકળી જશે. 31 માર્ચ સુધી ઇન્ડેક્સમાં એચડીએફસી બેંકનું વજન 8.4 ટકા અને એચડીએફસીનું વજન 5.66 ટકા હતું.
નિષ્ણાતોએ કહ્યુ કે, લેન્ડર્સની સરખામણીએ ભારતમાં નૉન-બેન્કિંગ એન્ટિીઝ માટે ફંડનો ખર્ચ વધવાને પગલે મર્જરથી એચડીએફસીને લાભ થશે. ભવિષ્યમાં વ્યાજદરોમાં વધારાની શક્યતાને જોતા વિલયથી એચડીએફસીની ફન્ડિંગ કોસ્ટ ઘટી શકે છે.
અમુક માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડ બાદ ઇક્વિટી માર્કેટમાં તેજી છતાં 18 મહિનાથી એચડીએફસી અને એચડીએફસી બેંકના નબળા પ્રદર્શનને પગલે આ પગલું ભરવું પડી રહ્યું છે.
મર્જર પહેલા એચડીએફસીનો શેર 50 અઠવાડિયાના નીચલા સ્તર આસપાસ હતી, જ્યારે એચડીએફસી બેંકનો શેર ગત વર્ષ ફક્ત ચાર ટકા ઉછળ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર