આવક 1000 કરોડ ડોલરના માઈલસ્ટોને પહોંચતા આ દિગ્ગજ કંપની કર્મચારીઓને આપશે બોનસ

પ્રતિકાત્મક તસવીર

દેશની ટોચની આઈટી કંપનીએ એક સમયે કર્મચારીઓના પગારકાપની આશંકા વ્યકત કરી હતી અને અપ્રેઝલ અટકાવ્યું હતુ. પરંતુ, અનલોકની સ્થિતિમાં ડિજિટલાઈઝેશનનું જોર વધતા તે જ કંપની કર્મચારીઓને હવે ખુશીના સમાચાર આપ્યા છે

  • Share this:
    બેંગ્લોર : બેંગ્લોર સ્થિત HCL ટેકનોલોજીએ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. પરિણામોની સાથે સાથે રેવન્યૂએ એક નવું શિખર સર કરતાં કંપનીએ કર્મચારીઓને રૂ. 700 કરોડના બોનસની જાહેરાત કરી છે. IT કંપનીને 2020માં 10 અબજ ડોલર એટલે કે 1000 કરોડ ડોલર (72,800 કરોડ રૂપિયા)ની આવક થવાની ખુશીમાં પોતાના દુનિયાભરના કર્મચારીઓને વન ટાઈમ સ્પેશયલ બોનસનું એલાન કર્યું છે. આ બોનસ પર કંપની લગભગ 700 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

    કંપનીએ BSE ખાતેની અખબાર યાદીમાં કહ્યું કે 2021માં કર્મચારીઓને વિશેષ બોનસની ચૂકવણી કરવામાં આવશે અને તેની અસર કંપની દ્વારા ગત મહિને જણાવેલ નાણાકીય વર્ષ 2020-21ના ઈબીઆઈટી (વ્યાજ અને કર પહેલાની આવક) પૂર્વાનુમાનોમાં સામેલ નથી. એચસીએલ ટેક (HCL Tech)‌ના ચીફ એચઆર ઓફિસર અપ્પારાવ વીવીએ જણાવ્યું કે, કોરોના વાયરસની મહામારી છતાં એચસીએલ પરિવારના પ્રત્યેક સભ્યે પોતાના જોરદાર કમિટમેન્ટ અને ઝનૂનને દર્શાવ્યા છે અને સંસ્થાના વિકાસમાં યોગદાન આપ્યું છે. આવકના નવા આયામ સર કરવા પાછળ કર્મચારીઓનું અચિવમેન્ટ, મોટી કંપનીઓ, નેટવર્ક પાર્ટનર્સ અને સ્ટેકહોલ્ડર્સ સાથે કંપનીના લોન્ગ ટર્મ સંબંધોનો મોટો હાથ છે.

    આ પણ વાંચો - મોદી છે તો તક લઈ લો, ફોઇ તો નારાજ થશે જ...પીએમ મોદીએ રાજ્યસભામાં હસાવતા-હસાવતા વિપક્ષને સંભળાવ્યું

    તેમનું કહેવું છે કે, અમારા કર્મચારીઓ જ સૌથી વેલ્યૂએબલ એસેટ છે. 10 અબજ ડોલરનો આ માઈલસ્ટોન 1,59,000થી વધુ કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. અમે આ સપોર્ટ માટે કર્મચારીઓ અને તેના પરિવારના ખૂબ જ આભારી છીએ. આ સ્પેશયલ બોનસ કર્મચારીઓને ફેબ્રુઆરી 2021ના પગાર સાથે મળશે.

    કોને મળશે બોનસ?

    નાદાર સમૂહની આઈટી કંપનીએ જણાવ્યું કે, જે કર્મચારીઓની નોકરીના એક અથવા તેનાથી વધુ વર્ષ થયા હશે તેમને બોનસ આપવામાં આવશે. આ બોનસ કર્મચારીઓની 10 દિવસની સેલેરી જેટલું હશે. IPO બાદના અંદાજે 20 વર્ષમાં કંપનીએ 10 અબજ ડોલરની આવકનો માઈલસ્ટોન હાંસિલ કર્યો છે. આ દરમિયાન દર વર્ષે 3.6 ટકાનો વાર્ષિક ગ્રોથ હાંસિલ કર્યો છે.
    Published by:Ashish Goyal
    First published: