Home /News /business /Multibagger Stocks: હેવલ્સના શેરની કિંમત રૂ. 2થી પહોંચી રૂ. 1380 સુધી, રોકાણકારો માત્ર 15,000નું રોકાણ કરીને બન્યા કરોડપતિ

Multibagger Stocks: હેવલ્સના શેરની કિંમત રૂ. 2થી પહોંચી રૂ. 1380 સુધી, રોકાણકારો માત્ર 15,000નું રોકાણ કરીને બન્યા કરોડપતિ

23 વર્ષમાં 15 હજાર રુપિયાના રોકાણને 1 કરોડ 9 લાખ રુપિયા બનાવી દીધા.

Multibagger Stocks: શેરબજારમાં કરોડપતિ બનવું હોય તો શક્ય છે. પરંતુ તેના માટે એક જ વસ્તુની જરુરિયાત પડે છે અને તે છે ધીરજ, જોકે આ સાથે તમને યોગ્ય શેર અને કંપની ઓળખતા પણ આવડવું જોઈએ. કઈ કંપનીનો વેપાર આગળ જતા વધી શકે છે કે પછી કઈ કંપનીનું બિઝનેસ મોડેલ વધુ સસ્ટેનેબલ છે. કંપનીના ફંડામેન્ટલ્સ કેટલા મજબૂત છે. તેના આધારે રોકાણ કરીને લાંબા સમય માટે રાહ જોવાથી તગડી કમાણી થઈ શકે છે. આવા જ એક શેરની વાત આજે આપણે કરીશું જેનું નામ છે હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ.

વધુ જુઓ ...
મુંબઈઃ હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ (Havells India Limited)ની ગણતરી કેટલાક એવા શેરમાં થાય છે, જેણે છેલ્લા બે દાયકામાં પોતાના રોકાણકારોને લખપતિમાંથી કરોડપતિ બનાવી દીધા છે. હેવલ્સ ઇન્ડિયાના શેર આજે મંગળવાર 6 સપ્ટેમ્બરના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) પર 0.03 ટકા વધીને 1380.20 રૂપિયા પર બંધ થયો હતો. જોકે 23 માર્ચ 2003માં હેવલ્સ ઇન્ડિયાના શેર NSE પર પહેલીવાર લિસ્ટ થયો ત્યારે તેની કિંમત માત્ર 1.89 રૂપિયા હતી. આમ વર્ષ 2001થી આજ સુધીમાં આ શેરે તેના રોકાણકારોને 72926.46 ટકાનું ભારેખમ વળતર આપ્યું છે.

Child PPF Account: તમારા સંતાનો માટે પણ ખોલાવી શકો છો PPF એકાઉન્ટ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

એટલે કે જો કોઈ રોકાણકારે 23 માર્ચ 2001ના રોજ હેવલ્સ ઇન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તો આજે તે 1 લાખ રૂપિયા વધીને 7.29 કરોડ રૂપિયા થઇ ગઈ હોત. એટલું જ નહીં, જો કોઈ રોકાણકારે 23 માર્ચ 20001ના રોજ માત્ર 15000 રૂપિયા આ શેરમાં રોક્યાં હોત તો આજે તેની કિંમત વધીને 1 કરોડ 9 લાખ રૂપિયા થઇ ગઈ હોત.

જોકે ગત વર્ષ હેવલ્સ ઇન્ડિયાના શેરો માટે કઈ ખાસ રહ્યું નહતું. તેમજ તેની શેર પ્રાઇસમાં 4.47 ટકાનો ઘટાડો પણ નોંધાયો હતો. પરંતુ છેલ્લા 5 વર્ષમાં તેણે પોતાના રોકાણકારોને 182 ટકાનુ જોરદાર રિટર્ન આપ્યું છે. તેનો અર્થ એ છે કે જો તમે 5 વર્ષ પેહલા હેવલ્સ ઇન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો તેની કિંમત 282 ટકા વધીને 3.82 લાખ થઇ ગઈ હોત.

મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઓ તગડા રિટર્ન માટે લગાવે છે આ સ્મોલ કેપ્સ શેર્સ પર દાવ, શું તમારી પાસે છે આમાંથી કોઈ?

જૂનના ત્રિમાસિકમાં 62 ટકા વધી વેલ્યુ

હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ (HAVELLS India Limited)નો નફો ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 3.47% વધીને 242.43 કરોડ નોંધાયો હતો. જે ગત નાણાંકીય વર્ષમાં આજ ક્વાર્ટર દરમિયાન 234.3 કરોડ રહ્યો હતો. જયારે કંપનીનું વાર્ષિક રેવન્યુ 62.8% વધીને 4230.1 કરોડ રહ્યું હતું, જે ગત વર્ષે આ જ ક્વાર્ટરમાં 2598.2 કરોડ રૂપિયા નોંધાયું હતું. ઉપરાંત હેવલ્સ ઇન્ડિયા કંપનીનું EBITDA વાર્ષિક ધોરણે 2.3% વધીને 361.39 કરોડ રહ્યું હતું. જે ગત વર્ષે આ ક્વાર્ટરમાં 353.11 કરોડ રૂપિયા હતું.

પરચૂરણની મામૂલી દુકાનથી શરું કરીને 1000 કરોડની બ્રાંડ બનાવા સુધી, જાણો પંસારીની સક્સેસ સ્ટોરી

કંપની વિશે માહિતી

હેવલ્સ ઇન્ડિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન 86.35 હજાર કરોડ રૂપિયા છે અને આ એક લાર્જ કેપ શેર છે. આ એક ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપની છે, જે ઈલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ બનવવાના વેપારમાં સક્રિય છે. લગભગ 64 વર્ષ પેહલા 1958માં આ કંપની શરુ થઇ હતી. આ કંપની હોમ એપ્લાયન્સિસ, LED લાઇટ્સ, ફેન, મોડ્યુલર સ્વિચ, વાયર એસેસરીઝ, વોટર હીટર, સર્કિટ પ્રોટેક્શન સ્વિચગેર, કેબલ્સ અને વાયર, ઇન્ડક્શન મોટર અને કેપેસિટર્સ સહીત ઘરેલું અને ઈન્ડસ્ટ્રીઅલ વપરાશ માટેની ઘણી પ્રોડક્ટ્સ બનાવે છે. કંપની પાસે હેવલ્સ, લૉયડ(Lloyd), ક્રેબટ્રી, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રિક, રિયો અને પ્રોમટ્રેક જેવી ઘણી બ્રાન્ડ છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: BSE Sensex, Business news, Indian Stock Market, Multibagger Stock

विज्ञापन
विज्ञापन