Home /News /business /શેર છે કે કુબેરનો ખજાનો! 10 મહિનામાં જ આપ્યુ 770 ટકા વળતર; હવે બોનસ શેર આપવાની તૈયારી

શેર છે કે કુબેરનો ખજાનો! 10 મહિનામાં જ આપ્યુ 770 ટકા વળતર; હવે બોનસ શેર આપવાની તૈયારી

કંપની દરેક 10 શેર પર 15 બોનસ શેર આપશે.

સ્મોલ કેપ કંપની તેના શેરધારકોને 15:10ના રેશિયોમાં બોનસ શેર આપવા જઈ રહી છે. એટલે કે, કંપની દરેક 10 શેર પર 15 બોનસ શેર આપશે. જાણકારી અનુસાર, નાયકા સિક્યોરિટીઝના શેર, જે આ સપ્તાહની શરૂઆતમાં રોકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા.

    નવી દિલ્હીઃ ફાઈનાન્શિયલ સર્વિસિઝ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી એક કંપની નાયસા સિક્યોરિટીઝ લિમિટેડ તેના રોકાણકારોને ભેટ આપવા જઈ રહી છે. સ્મોલ કેપ કંપની તેના શેરધારકોને 15:10ના રેશિયોમાં બોનસ શેર આપવા જઈ રહી છે. એટલે કે, કંપની દરેક 10 શેર પર 15 બોનસ શેર આપશે. જાણકારી અનુસાર, નાયકા સિક્યોરિટીઝના શેર, જે આ સપ્તાહની શરૂઆતમાં રોકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા.

    બોનસ શેર આપવાની જાહેરાત


    નાયસા સિક્યોરિટીઝ લિમિટેડના શેર એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવવામાં આવ્યુ છે કે, 23 નવેમ્બરે 2022ના રોજ બુધવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ થઈ હતી. માઈક્રોકેપ કંપનીના બોર્ડે બેઠકમાં શેરધારકોની મંજૂરી પછી પ્રત્યેક 10 શેરો પર 15 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

    આ પણ વાંચોઃ આ IPOના રોકાણકારોને તો જલસા જ જલસા, દિવસેને દિવસે કરાવી રહ્યો છે નફો

    કંપનીના શેરોમાં આવી 770% તેજી


    નાયસા સિક્યોરિટીઝ લિમિટેડના શેરોમાં આ વર્ષે 770 ટકાનો વધારો થયો છે. કંપનીના શેર 11 જાન્યુઆરી 2022ના રોજ બીએસઈ પર 20.24ના 52-સપ્તાહના નીચલા સ્તર પર પહોંચ્યા પછી હજુ સુધી 771.78 ટકા મજબૂત થયા છે. આ શેર 10 ટકા ઉછળીને 771.78 રૂપિયા પર બંધ થયા છે. કંપનીની માર્કેટ મૂડી 76.66 કરોડ રૂપિયા છે. 30 સપ્ટેમ્બર સુધી આ કંપની પ્રમોટરોની 46.92 ટકા ભાગીદારી છે.

    અધિકૃત શેર મૂડીમાં વધારો


    કંપની બોર્ડે કંપનીની હાલની અધિકૃત શેર મૂડીને 4.40 કરોડ રૂપિયાથી વધારીને 11 કરોડ કરવા અને પછી કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. જે શેરધારકોની મંજૂરીને આધીન છે.

    આ પણ વાંચોઃ પેન્સન લાભાર્થી માટે 30 નવેમ્બર છે અંતિમ તારીખ, જલ્દીથી જમા કરાવો આ ડોક્યુમેન્ટ

    રાઈટ્સ ઈશ્યૂની જાહેરાત


    કંપનીએ હાલમાં જ રાઈટ્સ ઈશ્યૂની જાહેરાત કરી હતી, જે આ વર્ષે સપ્ટેમ્બરમાં એક્સ-ડેટ થઈ ગઈ હતી. નાયસા સિક્યોરિટીઝ રાઈટ્સ ઈશ્યૂનું કદ 100 રૂપિયા પ્રતિ શેર પર 868,000 ઈક્વિટી શેરોનું હતુ, જે કુલ મળીને 8.68 કરોડ રૂપિયા હતું. કંપનીના શેરધારકો રેકોર્ડ તારીખે યોજાયેલી દરેક 4 ઈક્વિટી માટે 1 શેર સબસ્ક્રાઈબ કરવા માટે હકદાર હતાં.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Stock market, શેરબજાર

    विज्ञापन
    विज्ञापन