Home /News /business /

શું તમને પણ વારસામાં કે ભેટમાં મળ્યા છે શેર? તો આ રીતે વેચાણ પર થશે આવકવેરાની ગણતરી

શું તમને પણ વારસામાં કે ભેટમાં મળ્યા છે શેર? તો આ રીતે વેચાણ પર થશે આવકવેરાની ગણતરી

(શેર બજાર)

વારસામાં મળેલી કે ભેટ તરીકે મેળવેલી અસ્ક્યામતો માટે એ કિંમત પણ લેવાની રહે છે કે જેના પર મિલકત અગાઉના માલિકે હસ્તગત કરી હતી, જેણે ખરેખર તેના માટે ચૂકવણી કરી હતી.

  સવાલ - મને મારા પિતા પાસેથી 2007માં ટીસીએસ લિમિટેડ (TCS Ltd)ના 100 શેર વારસામાં (Inherited Stocks) મળ્યા હતા. તેણે જે ભાવે આ શેર હસ્તગત કર્યા તે મને ઉપલબ્ધ નથી. 20-4-2009ના રોજ, કંપનીએ 1:1ના ગુણોત્તરમાં બોનસ શેર્સ (Bonus Share) જારી કર્યા હતા, જેથી મારી કુલ હોલ્ડિંગ 200 શેર થઈ ગઈ હતી. ત્યારબાદ ફરી તા.19-4-2018ના રોજ કંપનીએ 1:1ના રેશ્યોમાં બોનસ શેર્સ ઈશ્યુ કરતા મારી કુલ હોલ્ડિંગ 400 શેર કરી હતી. મેં ભૂતકાળમાં કંપનીના કોઈ પણ બાયબેકમાં ભાગ લીધો ન હતો, પરંતુ માર્ચ 2022માં બાયબેક હેઠળના 50 શેર રૂ.4,500 સ્વીકારવામાં આવ્યા હતા. મેં 5 ઓગસ્ટ 2022 ના રોજ બાકીના 350 શેર પ્રતિ શેર 3364 શેર વેચ્યા છે. આ શેરોના મૂડીનફાની ગણતરી કેવી રીતે (How to count income tax) કરવી જોઈએ?

  જવાબ - ભારત (India)માં કોઈ વારસા વેરો નથી. તેથી શેરના વારસા (Inherited shares) સમયે તમારા પર કોઈ કર જવાબદારી નહોતી. તદુપરાંત, જ્યારે કોઈ કંપની પાસેથી બોનસ શેર (Stock Market) મળે છે ત્યારે કોઈ કર (Tax) જવાબદારી હોતી નથી. જ્યારે શેર વેચવામાં આવે ત્યારે જ, વ્યક્તિએ ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે અથવા લાંબા ગાળાના મૂડી લાભ તરીકે કર ચૂકવવો પડે છે તેના આધારે શેર 12 મહિનાથી વધુ કે 12 મહિનાથી ઓછા સમય માટે રાખવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો- ગુજરાત પોલીસમાં પગાર વધારાની જાહેરાત થતા જ મહિલા પોલીસ સાથે હર્ષ સંઘવી પણ ગરબે ઘૂમ્યા

  વારસામાં મળેલી અસ્કયામતો (Inherited assets) અને ભેટ હેઠળ પ્રાપ્ત થયેલી અસ્કયામતો માટે અગાઉના તમામ માલિકનો હોલ્ડિંગ પિરિયડ, જેણે ખરેખર ચૂકવણી કરી હોય તેનાથી શરૂ કરીને વેચનારના હોલ્ડિંગ પિરિયડમાં સામેલ કરવાનો રહેશે. વારસામાં મળેલી કે ભેટ તરીકે મેળવેલી અસ્ક્યામતો માટે એ કિંમત પણ લેવાની રહે છે કે જેના પર મિલકત અગાઉના માલિકે હસ્તગત કરી હતી, જેણે ખરેખર તેના માટે ચૂકવણી કરી હતી. કેપિટલ ગેઇનની ગણતરી માટે મળેલા બોનસ શેરની કિંમત શૂન્ય તરીકે લેવાની રહેશે. 1લી એપ્રિલ, 2001 પહેલાં હસ્તગત કરવામાં આવેલી અસ્કયામતો માટે 1 એપ્રિલ, 2001ના રોજ વાજબી બજાર મૂલ્યને અસ્ક્યામતની કિંમત તરીકે ગણવામાં આવે છે. જો કે લિસ્ટેડ શેરો (પછી તે ખરીદી હોય કે હસ્તગત કર્યા હોય) 31 જાન્યુઆરી, 2018ના રોજ રાખવામાં આવ્યા હોય અને 31 માર્ચ 2018 પછી વેચાયા હોય તેવા કિસ્સામાં, 31 જાન્યુઆરી 2018ના રોજ શેરની વાજબી બજાર કિંમત હોલ્ડિંગ અવધિ 12 મહિનાથી વધુ હોય તેવા કિસ્સામાં ખર્ચ તરીકે લેવાની રહેશે.

  તો 31 જાન્યુઆરી 2018ના રોજ આપના દ્વારા રાખવામાં આવેલા 200 શેર (100 બોનસ શેર સહિત)ના સંદર્ભમાં 31 જાન્યુઆરી 2018ના રોજ આ ટીસીએસ શેરની વાજબી બજાર કિંમત એટલે કે શેર દીઠ રૂ. 3,112.35ને કોસ્ટ તરીકે લેવાની છે. આ તારીખ પછી એટલે કે 19-4-2018ના રોજ તમને જે બોનસ શેર મળ્યા છે તે માટે કિંમત શૂન્ય ગણવામાં આવશે.

  આ પણ વાંચો- ગુજરાતમાં ફરી કોરોનાનાં કેસ વધ્યા, અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત

  બાયબેક હેઠળ 50 શેરના સંદર્ભમાં તમને મળેલી રકમ આવકવેરા કાયદાની કલમ 10(34એ) હેઠળ સંપૂર્ણપણે કરમુક્ત છે, કારણ કે કંપનીએ પોતે બાયબેક પર ટેક્સ ભરવાનો રહે છે. જો કે, તમારે આકારણી વર્ષ 2022-2023 માટે તમારું આઇટીઆર ફાઇલ કરતી વખતે શેડ્યૂલ ઇઆઇ (Exempt Income) હેઠળ તે જાહેર કરવાની જરૂર પડે છે. બાયબેક હેઠળ સ્વીકારવામાં આવેલા 50 શેરોને બાયબેકની તારીખે રાખવામાં આવેલા 400 શેર્સમાંથી ફીફો (ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ) મેથડનો ઉપયોગ કરીને વારસામાં મળેલા તમારા 100 શેર્સમાંથી ફાળવવામાં આવશે.

  - અત્યારે વેચાયેલા 350 શેરની કિંમત નીચે મુજબ નક્કી કરવામાં આવી છેઃ

  FMV પર 31મી જાન્યુઆરી 2018 ના રોજ હોલ્ડિંગમાંથી 50 શેર રૂ.3112.35 પ્રતિ શેર=1,55,618
  100 બોનસ શેર્સ 31મી જાન્યુઆરી 2018 ના રોજ FMV પર રૂ. 3112.35=3,11235
  19મી એપ્રિલ, 2018ના રોજ બોનસ શેર તરીકે પ્રાપ્ત થયેલા 200 બોનસ શેર = શૂન્ય
  કુલ કિંમત - રૂ. 466,853
  લાંબા ગાળાના મૂડી લાભ - રૂ. 7,10547

  તમામ લિસ્ટેડ શેર્સ અને ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમના એકમોના એકસાથે લેવામાં આવેલા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સના પ્રારંભિક એક લાખ પછી ઇન્ડેક્સેશન વિના 10%ના ફ્લેટ દરે તેના પર ટેક્સ લાગશે. જો તમે સેક્શન 54F હેઠળ નિર્ધારિત શરતોના આધીન રહેણાંક મકાન ખરીદવા માટે વેચાણની રકમનું રોકાણ કરો છો તો તમે આ લાંબાગાળાના મૂડી લાભોમાંથી મુક્તિનો દાવો કરી શકો છો.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Stock Exchange, Stock Investment, Stock Marekt, Stock market Tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन