Home /News /business /IPO News: આ IPO પર દાવ લગાવનારા રોકાણકારો માટે ખુશખબર, લિસ્ટિંગ પર જ થશે આટલો ફાયદો
IPO News: આ IPO પર દાવ લગાવનારા રોકાણકારો માટે ખુશખબર, લિસ્ટિંગ પર જ થશે આટલો ફાયદો
આ IPOના લિસ્ટિંગ પર જ થશે ફાયદો
સાહ પોલિમર્સનો આઈપીઓ આજે જીએમપી પર 7 રૂપિયા પર છે. જો આ જ ટ્રેંડ કાલે પણ કાયમ રહ્યો તો, કંપનીના શેર રૂ.72 પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે જે રોકાણકારોને શેર અલોટ થયા હશે તેમને લિસ્ટિંગ વખતે જ પ્રતિ શેર 7 રૂપિયાનો નફો મળશે.
નવી દિલ્હીઃ સાહ પોલિમર્સના શેરો પર દાવ લગાવનારા રોકાણકારોના શેરોનું એલોટમેન્ટ હવે થઈ ગયું છે. બધાની નજર હવે કંપનીની લિસ્ટિંગ પર છે. આશા છે, કે કંપની કાલે એટલે કે 12 જાન્યુ 2023ના રોજ માર્કેટમાં ડેબ્યૂ કરી શકે છે. જાણકારી અનુસાર, ગ્રે માર્કેટ પર નજર રાખનારા એક્સપર્ટના અનુસાર કંપનીના શેર આજે 7 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.
ગ્રે માર્કેટની સ્થિતિમાં થયો સુધારો
ગ્રે માર્કેટ પર નજર રાખનારા એક્સપર્ટે કહ્યુ કે, મંગળવારે કંપનીના શેર 5 રૂપિયાના પ્રીમિયમ ભાવ પર હતા. જ્યારે આજે એટલે કે બુધવારે તે 7 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે કાલ કરતા આજની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. જો કે, લિસ્ટિંગ પહેલા કોઈ પણ કંપની માટે સારા સંકેત માની શકાય છે. જો કે, આ તેજી પછી જીએમપી બહુ જ સારો રહ્યો નથી. બસ એક જ સારી વાત છે કે, કંપનીના શેર સતત ગ્રે માર્કેટમાં પોઝિટિવ ટ્રેક પર કાયમ છે.
સાહ પોલિમર્સનો આઈપીઓ આજે જીએમપી પર 7 રૂપિયા પર છે. જો આ જ ટ્રેંડ કાલે પણ કાયમ રહ્યો તો, કંપનીના શેર રૂ.72 પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે જે રોકાણકારોને શેર અલોટ થયા હશે તેમને લિસ્ટિંગ વખતે જ પ્રતિ શેર 7 રૂપિયાનો નફો મળશે. જાણકારી અનુસાર, કંપનીના આઈપીઓનું પ્રાઈસ બેન્ડ, 61થી 65 રૂપિયા હતું. સાહ પોલિમર્સના આઈપીઓ 30 ડિસેમ્બર 2022ના રોજ ઓપન થયા હતા અને 4 જાન્યુ 2023ના રોજ બંધ થયા હતા. કંપની બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર