Home /News /business /EXCLUSIVE: ટૂંક સમયમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, સરકાર લેશે પગલાં

EXCLUSIVE: ટૂંક સમયમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, સરકાર લેશે પગલાં

છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં દેશના આર્થીક મામલાના સચિવ હસમુખ અઢિયાએ આગામી દિવસોમાં ઇંધણના ભાવ ઘટનાવી આશા વ્યક્ત કરી છે.

છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં દેશના આર્થીક મામલાના સચિવ હસમુખ અઢિયાએ આગામી દિવસોમાં ઇંધણના ભાવ ઘટનાવી આશા વ્યક્ત કરી છે.

CNBC આવાજ

છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં દેશના આર્થીક મામલાના સચિવ હસમુખ અઢિયાએ આગામી દિવસોમાં ઇંધણના ભાવ ઘટનાવી આશા વ્યક્ત કરી છે. સીએનબીસીટીવી18ના શિરીન ભાન સાથે ખાસ વાત કરતા અઢિયાએ કહ્યું હતું કે, સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાની દિશામાં ટૂંક સમયમાં લોન્ગ ટર્મ પ્લાન લઇને આવશે.

અઢિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો અને મજબૂત રૂપિયાને ધ્યાનમાં રાખતા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટનાવી આશા છે. આ સાથે ઓઇલ કંપનીઓ, ગ્રાહકો અને બજેટને ધ્યાનમાં રાખીને પેટ્રોલ ડીઝલની કિંમતોને લઇને સરકરા ટૂંક સમયમાં લાંબા ગાળાનો ઉપાય લઇને આવશે. જોકે, ઉતાવળે કોઇ નિર્ણય લેવામાં નહીં આવે. એવું કંઇ નહીં કરવામાં આવે જેનાથી નુકસાન થાય.

આ પહેલા સોમવારે સ્થાનિક બજારોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત 15માં દિવસે વધી હતી. આર્થીક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમત 86 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગી હતી. જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 78.27 રૂપિયા પ્રતિ લિટર રહ્યું છે. 14 મેના દિવસે ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ ફરીથી લાગુ કર્યા પછી રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થઇ રહ્યો છે.

ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ પ્રમાણે મુંબઇમાં પેટ્રોલના ભાવ સોમવારે 86.06 પ્રતિ લિટર રહ્યા હતા. જ્યારે એક દિવસ પહેલા એટલે કે રવિવારે પેટ્રોલના ભાવ રૂ.85.93 પ્રતિ લિટર રહ્યા હતા. દિલ્હી, કોલકત્તા અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ સોમવારે ક્રમશઃ 78.27, 80.91 અને 81.26 પ્રતિ લિટર રહ્યા હતા.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવા પાછળ તર્ક લગાવવામાં આવી રહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલી તેજી છે. ક્રૂડની કિંમત ઉંચી હોવાથી આયાત મોંઘી થઇ જાય છે. પરંતુ છેલ્લા કેટલાય સપ્તાહથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે પાંચ ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો છે. ક્રૂડની કિંમત આ સમયે 76 પ્રતિ બેરલ આસપાસ રહી છે.
First published:

Tags: Petrol and diesel

विज्ञापन