અમદાવાદની આ કંપનીનો આજે ખુલ્યો છે આઈપીઓ, ગ્રે માર્કેટ પ્રીમિયમમાં જબરો ઉછાળો.
Harsha Engineers IPO Update: અમદાવાદની આ કંપનીનો આઈપીઓ આજથી ખુલી રહ્યો છે ત્યારે કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 68.40 લાખ ઈક્વિટી શેર મારફત રુ. 225.74 કરોડ એકઠા કરી લીધા છે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સને પ્રતિ શેર રુ. 330ના ભાવે આપ્યા છે. બેરિંગ અને કેજ માર્કેટમાં કંપનીની મજબૂત ભાગીદારી અને ગ્લોબલ માર્કેટમાં કંપનીની હાજરી સાથે તેના ગ્રાહકોનું લિસ્ટ જોતા અનેક જાણીતા મોટા રોકાણકારોએ આ કંપનીમાં એન્કર ઇન્વેસ્ટિંગ કર્યું છે.
મુંબઈઃ અમદાવાદ સ્થિત કંપની Harsha Engineersનો ઈશ્યુ 14 સપ્ટેમ્બરે એટલે કે આજે ખુલશે અને 16 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. ઈશ્યુ ખૂલતા પહેલા 13 સપ્ટેમ્બરના રોજ Harsha Engineersના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ભાવ 212 રુપિયા ચાલી રહ્યો હતો. તે હિસાબે જુઓ તો Harsha Engineersનો અનલિસ્ટેડ શેર ગ્રેમ માર્કેટમાં 542 રુપિયા (330+212) રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ મુજબ જોતા આ આઈપીઓ ભરવા લાયક લાગી રહ્યો છે. આ ઉપરાંત બેરિંગ અને કેજ માર્કેટમાં કંપનીની મજબૂત ભાગીદારી અને ગ્લોબલ માર્કેટમાં કંપનીની હાજરી સાથે તેના ગ્રાહકોનું લિસ્ટ જોતા માર્કેટ રિસર્ચ કંપની LKP Researchએ આ આઈપીઓમાં રોકાણની સલાહ આપી છે.
એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા ભેગા કર્યા 225.74 કરોડ રુપિયા
કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ મારફત 225.74 કરોડ રુપિયા એકઠા કરી લીધા. Harsha Engineersએ 330 રુપિયા પ્રતિ શેરના ભાવે એન્કર ઇન્વેસ્ટર્સને 68.40 લાખ ઈક્વિટી શેર આપ્યા છે. આ ઈશ્યુમાં રોકાણ કરવાવાળાઓમાં અનેક મોટા રોકાણકાર સામેલ છે. જેમાં અમેરિકન ફંડ ઈન્સ્યોરન્સ, ગોલ્ડમેન સેક્સ, પાઈનબ્રિજ ગ્લોબલ ફંડ્સ અને અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ Harsha Engineersના આ ઈશ્યુમાં રોકાણ કર્યું છે. આ ઉપરાંત વ્હાઈટ ઓક કેપિટલ, ફ્રેન્કલિન મ્યુચ્યુઅલ ફંડ, યુટીઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, નિપ્પોન લાઈન ઈન્ડિયા ટ્રસ્ટી, ICICI Prudential, DSP Small Cap Fund અને L&T Mutual Fundએ એન્કર બુક મારફત રોકાણ કર્યું છે.
નવા ઈશ્યુથી એકઠી કરવામાં આવનાર રકમમાંથી 270 કરોડ રુપિયાનો ઉપયોગ ઉધાર ચૂકવવા માટે કરવામાં આવશે. 77.95 કરોડ રુપિયાનો ઉપયોગ મશીનરી ખરીદવા માટે અને 7.12 કરોડ રુપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલ રિપેરકામ અને હાલની ફેસેલિટીની રિનોવેશન પાછળ ખર્ચ કરવામાં આવશે. અમદાવાદની આ કંપની દ્વારા આઈપીઓ લાવવા માટેનો આ બીજો પ્રાયસ છે. તેણે ઓગસ્ટ 2018માં રેગ્યુલેટર પાસે ડ્રાફ્ટ પેપર જમા કરવ્યા હતા. Axis Capital, Equirus Capital અને JM Financial ઈસ્યુ માટે લીડ મેનેજર છે.
માર્કેટ રિસર્ચ ફર્મ LKP Researchએ હર્ષા એન્જીનીયર્સના શેર ખરીદવાની સલાહ આપી છે. કંપની લગભગ 7500 પ્રકારની પ્રોડક્ટ બનાવે છે, જેમાં સિલિન્ડ્રિકલ રોલર કેજ, કોમ્પ્લેક્સ અને સ્પેશ્યલાઇઝ્ડ પ્રીસિઝશન સ્ટેન્પ્ડ કોમ્પોનેન્ટ્સ સહિત અનેક પ્રકારની કેજ બનાવે છે. કેલેન્ડર યર 2021માં ગ્લોબલ ઓર્ગેનાઇઝ્ડ આઉટસોર્સ્ડ બેયરિંગ્સમાં હર્ષા એન્જીનીયર્સના પ્રોડક્ટની ભાગીદારી 6.5 ટકા છે. કંપનીની ઇશ્યૂ પ્રાઇઝ 314-330 રૂપિયા છે. 330 રૂપિયાના અપર પ્રાઇઝ બેન્ડના હિસાબે કંપનીનું વેલ્યુએશન જોઇએ તો તેની P/E ફિસ્કલ યર 2022ની કમાણીના હિસાબે તે 27.7X છે. જે બીજી પ્રતિસ્પર્ધી કંપનીઓની બરાબર છે.
બેયરિંગ અને કેજ માર્કેટમાં કંપનીની મજબૂત ભાગીદારી, ગ્લોબલ માર્કેટમાં કંપનીની દમદાર હાજરી, સારા ગ્રાહકોની લીસ્ટને જોતા LKP Researchએ હર્ષા એન્જીનીયર્સના ઇશ્યૂમાં રોકાણ કરવાની સલાહ આપી છે. UnlistedArena.comના કોફાઉન્ડર મનન દોશીએ જણાવ્યું કે, કંપનીની ટોપ લાઇન અને બોટમ લાઇન ગ્રોથ પ્રભાવશાળી દેખાય છે. પબ્લિક ઓફરની પ્રાઇઝ નાણાંકીય વર્ષ 22ની કમાણી પર 32.70 ગણા પીઇ રેશિયો પર યોગ્ય લાગે છે. અમે તેના સારા પ્રદર્શન માટે આશા વ્યક્ત કરીએ છીએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર