Home /News /business /IPOની કમાલ: 56% પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે આ કંપનીનો શેર, સોમવારે છે લિસ્ટિંગ ડેટ

IPOની કમાલ: 56% પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે આ કંપનીનો શેર, સોમવારે છે લિસ્ટિંગ ડેટ

શેરના એલોટમેન્ટ પછી એલોટીસ અને બજારના જાણકારો હર્ષ એન્જિનિયર્સના આઈપીઓની લિસ્ટિંગ તારીખની રાહ જોઈ રહ્યાં છે.

શેરના એલોટમેન્ટ પછી એલોટીસ અને બજારના જાણકારો હર્ષ એન્જિનિયર્સના આઈપીઓની લિસ્ટિંગ તારીખની રાહ જોઈ રહ્યાં છે. હર્ષા એન્જિનિયર્સના શેર 26 સપ્ટેમ્બરે BSE-NSE પર લિસ્ટ થઈ શકે છે. નબળું બજાર છતા એવું લાગી રહ્યું છે કે સ્ટોક એક મજબૂત લિસ્ટિંગ માટે તૈયાર છે. બજારના જાણકારોના જણાવ્યા અનુસાર હર્ષા એન્જિનિયર્સ ઈન્ટરનેશનલ લિમિટેડના શેર 185 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે, જે ગુરુવારે ગ્રે માર્કેટ પ્રીમિયમથી 15 રૂપિયા વધુ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: શેરના એલોટમેન્ટ પછી એલોટીસ અને બજારના જાણકારો હર્ષ એન્જિનિયર્સના આઈપીઓની લિસ્ટિંગ તારીખની રાહ જોઈ રહ્યાં છે. હર્ષા એન્જિનિયર્સના શેર 26 સપ્ટેમ્બરે BSE-NSE પર લિસ્ટ થઈ શકે છે. નબળું બજાર છતા એવું લાગી રહ્યું છે કે સ્ટોક એક મજબૂત લિસ્ટિંગ માટે તૈયાર છે. બજારના જાણકારોના જણાવ્યા અનુસાર હર્ષા એન્જિનિયર્સ ઈન્ટરનેશનલ લિમિટેડના શેર 185 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે, જે ગુરુવારે ગ્રે માર્કેટ પ્રીમિયમથી 15 રૂપિયા વધુ છે.

    એક્સપર્ટના જણાવ્યા મુજબ, ગ્રે માર્કેટ સેન્ટીમેન્ટમાં આજે સુધારો થયો છે, કારણ કે સેકેન્ડરી માર્કેટમાં ગુરુવારે ઈન્ટ્રા ડે લોથી મજબુત રિબાઉન્ડ જોવા મળ્યું હતું. જો દલાલ સ્ટ્રીટના સેન્ટિમેન્ટ્સમાં વધુ સુધારો થાય છે તો હર્ષા એન્જિનિયર્સના શેરનાં સંબંધમાં ગ્રે માર્કેટ સેન્ટીમેન્ટ્માં વધુ સુધારો થવાની શક્યતા છે.

    આટલા રૂપિયા પર થઈ શકે છે લિસ્ટિંગ?

    બજારના જાણકારોનું કહેવું છે કે સેકેન્ડર માર્કેટમાં નબળાઈ છતાં ગ્રે માર્કેટ હર્ષ એન્જિનિયર્સના આઈપીઓનું મજબૂત લિસ્ટિંગ પ્રીમયમનો સંકેત આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે હર્ષા એન્જિનિયર્સનો આઈપીઓ જીએમપી આજે 185 રૂપિયા પર છે. તેનો અર્થ થાય છે કે ગ્રે માર્કેટ આશા રાખી રહ્યું છે કે આ શેર 515 રૂપિયા(300+185 રૂપિયા)ની આસપાસ લિસ્ટ થશે. ઉલ્લેખનીય છે કે હર્ષા એન્જિનિયર્સના આઈપીઓનું પ્રાઈસ બેન્ડ રૂપિયા 314થી 330 પ્રતિ શેર છે. એટલે કે 56 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થવાની શક્યતા છે.

    આ ઈશ્યુ માટે લગાવવામાં આવી હતી બંપર બોલી

    સંસ્થાગત ખરીદનારોને ભારે માંગથી મદદ મળી, હર્ષા એન્જિનિયર્સના પારંભિક સાર્વજનિક પ્રસ્તાવ(આઈપીઓ)ને લગભગ 75 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. ક્વોલિફાઈડ ઈસ્ટીટ્યૂશનલ બાયર્સ(ક્યૂઆઈબી) માટેના કોટાને 178.26 ગણું સબ્સક્રિપ્શન મળ્યું, જોકે બિન-સંસ્થાગત રોકાણકારોના હિસ્સાને 71.32 ગણું સબ્સક્રિપ્શન મળ્યું. 755 કરોડ સુધીના આઈપીઓમાં 455 કરોડ સુધીનો નવો ઈશ્યું અને 300 કરોડ સુધીના વેચાણનો પ્રસ્તાવ હતો.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: IPO, IPO launched, IPO News

    विज्ञापन
    विज्ञापन