Home /News /business /Harsha Engineers IPO: પહેલા દિવસે જ 2.87 ગણો ભરાયો, અમદાવાદની કંપની પર રોકાણકારો વરસ્યા

Harsha Engineers IPO: પહેલા દિવસે જ 2.87 ગણો ભરાયો, અમદાવાદની કંપની પર રોકાણકારો વરસ્યા

અમદાવાદની આ કંપનીનો આઈપીઓ પહેલા દિવસે જ 2.87 ગણો ભરાઈ ગયો. રુપિયા રોકાવા માટે લોકોએ પડાપડી કરી.

Harsha Engineers IPO: અમદાવાદની એન્જિનીયરિંગ કંપનીનો આઈપીઓ ખૂલતાવેંત પહેલા જ દિવસે નોન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ રાખવામાં આવેલા ભાગમાં 5.83 ગણો ભરાઈ ગયો છે. જ્યારે ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સે પહેલા દિવસના અંત સુધીમાં આ ઈશ્યુમાં 2.74 લાખ શેર માટે બોલી લગાવી છે. જ્યારે તેમના માટે 47.92 લાખ શેર રિઝર્વ છે. તો રિટેલ પોર્શનમાં આ ઈશ્યુ 2.87 ગણો ભરાયો છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ અમદાવાદની એન્જિનીયરિંગ કંપની હર્ષા એન્જિનીયર્સનો આઈપીઓ 14 સપ્ટેમ્બરના રોજ ખૂલ્યો હતો. આ આઈપીઓને લઈને પહેલાથી જ માર્કેટમાં રોકાણકારો વચ્ચે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પણ જોઈ શકાય છે. ગ્રે માર્કેટમાં પ્રતિ શેર 225 રુપિયા જેટલો પ્રીમિયમ ભાવ ચાલી રહ્યો છે એટલે કે કંપનીના ઈશ્યુના આ પ્રાઈસબેન્ડ અનુસાર અપર કિંમત 330 + 225 એટલે કે 555 આસપાસ ગ્રે માર્કેટમાં શેરનો ભાવ ચાલી રહ્યો છે.

  આ પણ વાંચોઃ Tamiland Mercantile Bankના શેરનું ફ્લેટ લિસ્ટિંગ,  હવે તમારે શું કરવું?

  હર્ષા એન્જિનિયર્સ ઈન્ટરનેશનલનો ઈશ્યુ પ્રથમ દિવસના અંત સુધીમાં 2.87 વખત સબસ્ક્રાઈબ થયો છે. કંપનીનો ઈશ્યુ 14 સપ્ટેમ્બરે ખુલ્યો હતો અને 16 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીના 1.68 કરોડ શેરની હરાજી માટે અત્યાર સુધીમાં 4.84 કરોડ શેર પર બોલી લાગી છે. હર્ષા એન્જિનિયર્સના IPOનો ઇશ્યૂ અગાઉ 2.3 કરોડ શેરનો હતો, પરંતુ બાદમાં ઓફરનું કદ ઘટાડીને 1.68 કરોડ શેર કરવામાં આવ્યું હતું. ઇશ્યૂ ખૂલવાના એક દિવસ પહેલા, કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 225.74 કરોડ એકત્ર કર્યા હતા.

  આ પણ વાંચોઃ  માત્ર 15,000ના રોકાણ સાથે શરૂ કરો બિઝનેસ દર મહિને થશે રૂ. 80,000ની કમાણી

  હર્ષા એન્જિનિયર્સ આઇપીઓનું સબ્સ્ક્રિપ્શન કેટલું થયું?


  રિટેલ રોકાણકારો માટે અનામત ભાગ 3.22 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે કર્મચારીઓ માટે અનામત શેરની 2.33 ગણી બોલી લગાવવામાં આવી છે. કંપનીના કર્મચારીઓ માટે 2.5 કરોડ શેર આરક્ષિત છે. કર્મચારીઓને આ ઇશ્યૂ ફાઈનલ પ્રાઇસ કરતાં રૂ. 31 ઓછા ભાવે મળશે. બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત ભાગનો ઈશ્યુ 5.83 ગણો ભરાયો છે. તેમજ ક્વોલિફાઇડ સંસ્થાકીય ખરીદદારોએ પ્રથમ દિવસના અંત સુધી 2.74 લાખ શેર માટે બિડ કરી છે. જ્યારે 47.92 લાખ શેર તેમના માટે આરક્ષિત કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચોઃ આરતી ઈન્ડસ્ટ્રીઝે રોકાણકારોને કર્યા માલામાલ, રૂ. 1 લાખના થઈ ગયા 3.5 કરોડ

  પ્રિસિઝન બેરિંગ કેજ બનાવતી Harsha Engineers તેના IPOમાંથી રૂ. 755 કરોડ એકઠા કરવા માગે છે. જેમાં ઓફર ફોર સેલમાં રૂ. 455 કરોડ અને ફ્રેશ ઈશ્યુમાં રૂ. 300 કરોડના શેર વેચવામાં આવશે.

  રોકાણકારોએ શું કરવું જોઈએ?


  LKP Researchએ હર્ષા એન્જિનિયર્સના શેર ખરીદવાની સલાહ આપી છે. કંપની લગભગ 7500 પ્રકારના ઉત્પાદનો બનાવે છે. જેમાં સિલિન્ડ્રિકલ રોલર કેજ, કોમ્પ્લેક્સ અને સ્પેશ્યલાઇઝ્ડ પ્રીસિજશન સ્ટેમ્પ્ડ કંપોનન્ટ સહિત અનેક પ્રકારના કેજ બનાવે છે. કેલેન્ડર વર્ષ 2021માં ગ્લોબલ ઓર્ગેનાઇઝ્ડ આઉટસોર્સ્ડ બેરિંગ્સમાં હર્ષા એન્જિનિયર્સના ઉત્પાદનોનો હિસ્સો 6.5% છે. કંપનીની ઈશ્યુ કિંમત 314-330 રૂપિયા છે. 330 રૂપિયાના ઉપલા પ્રાઇસ બેન્ડ મુજબ કંપનીના મૂલ્યાંકન પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ 2022ની કમાણીના સંદર્ભમાં તેનો P/E 27.7X છે. તે અન્ય હરીફ કંપનીઓની સમકક્ષ છે.

  આ પણ વાંચોઃ દિગ્ગજ રોકાણકાર શંકર શર્માના રોકાણવાળી કંપનીનો IPO 15 સપ્ટેમ્બરે ખુલશે, શું તમારે રોકાણ કરવું જોઈએ?

  બેરિંગ અને કેજ માર્કેટમાં કંપનીની મજબૂત ભાગીદારી, વૈશ્વિક બજારમાં કંપનીની મજબૂત હાજરી અને સારા ક્લાયન્ટ લિસ્ટને ધ્યાનમાં રાખીને LKP રિસર્ચએ હર્ષા એન્જિનિયર્સના ઈશ્યુમાં રોકાણની સલાહ આપી છે. તેમજ UnlistedArena.comના કો ફાઉન્ડર મનન દોશીએ જણાવ્યું હતું કે, "કંપનીનો ટોપ લાઇન અને બોટમ લાઇન ગ્રોથ પ્રભાવશાળી રહ્યો છે. IPO ઓફરની કિંમત FY22ની કમાણી પર 32.70 ગણા PE રેશિયો પર યોગ્ય જણાય છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તેનું પ્રદર્શન સારું રહેશે."

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, IPO News, Share market, Stock market Tips

  विज्ञापन
  विज्ञापन