Home /News /business /Harsha Engineers IPO Listing: નબળા માર્કેટમાં પણ અમદાવાદી કંપનીનો શેર 40 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થતાં રોકાણકારોમાં હર્ષ

Harsha Engineers IPO Listing: નબળા માર્કેટમાં પણ અમદાવાદી કંપનીનો શેર 40 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થતાં રોકાણકારોમાં હર્ષ

સતત ઘટતાં માર્કેટમાં અમદાવાદની હર્ષા એન્જિનીયરિંગનો શેર 40 ટકા પ્રીમિયમ ભાવે લોન્ચ થતાં રોકાણકારોની બલ્લે બલ્લે

Harsha Engineering Listing: પ્રેસિશન બેયરિંગ બનાવતી દુનિયાની બીજી સૌથી મોટી કંપની હર્ષા એન્જિનિયરિંગ ઇન્ટરનેશનલના શેરનું આજે શાનદાર લિસ્ટિંગ થયું છે. સતત તૂટતા માર્કેટમાં આ શેરના 40 ટકા પ્રીમિયમથી લોન્ચ થવાથી રોકાણકારો ખુશખશાલ થઈ ગયા છે.

વધુ જુઓ ...
     મુંબઈઃ પ્રેસિજન બેયિરંગ બનાવતી દુનિયાની બીજા નંબરની સૌથી મોટી કંપની હર્ષા એન્જિનીયરિંગ ઇન્ટરનેશનલ (Harsha Engineering International)ના શેરનું આજે શાનદાર લિસ્ટિંગ થયું છે. કંપનીએ આઈપીઓ અંતર્ગત રુ. 330ના ભાવે પ્રત્યેક શેર ઓફર કર્યો હતો. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટતા માર્કેટમાં આજે મોટા કડાકા વચ્ચે પણ આ શેર 40 ટકા પ્રીમિયમ પર ખૂલતા રોકાણકારોમાં હર્ષ સમાતો નથી. હાલ આ શેર NSE પર 461.40 રુપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે.

    આ પણ વાંચોઃ બજારમાં આજે પણ ધબડકો, સેન્સેક્સ 700 પોઈન્ટથી વધું તો નિફ્ટી 250થી વધુ તૂટી

    સ્થાનિક માર્કેટમાં સતત ઘટાડા વચ્ચે હર્ષા એન્જિનીયર્સના લિસ્ટિંગે રોકાણકારોને ખુશ થવાની તક આપી હતી. આજે સ્થાનિક શેરબજારના પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50માં દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે હર્ષા એન્જિનીયરિંગના લિસ્ટિંગ પર તેની કોઈ અસર જોવા મળી નહોતી અને જેમને આઈપીઓમાં આ શેર લાગ્યા હતા તેમને તગડી કમાણીનો મોકો મળ્યો હતો.

    આ પણ વાંચોઃ દક્ષિણ ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપની લાવી રહી છે IPO, જાહેર કરશે 500 કરોડ નવા શેર

    Harsha Engineeringનું તગડું સબ્સ્ક્રિપ્શન


    હર્ષા એન્જિનીયરિંગનું સબ્સ્ક્રિપ્શન ખૂબ જ મજબૂત હતું. આ આઈપીઓ 75 ગણો વધુ ભરાયો હતો. જેના કારણે તેનું લિસ્ટિંગ પણ પ્રીમિયમ થશે તેવી આશા જોવાઈ રહી છે. કંપનીના મજબૂત ફાઈનાન્સ, ક્લાયન્ટ્સ સાથેના લાંબા બિઝનેસ રિલેશન, ભવિષ્યમાં ગ્રોથની શક્યતાઓ અને કંપની જે સેગમેન્ટમાં કામ કરી રહી છે તેમાં માર્કેટમાં મોટી ભાગીદારીના કારણે રોકાણકારોનો રસ વધ્યો છે. આ સાથે જ આ આઈપીઓ ચાલુ વર્ષના તમામ આઈપીઓમાં સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો આઈપીઓ બની ગયો છે.

    આ પણ વાંચોઃ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સસ્તી થઈ શકે, નવા નિયમોથી તમારા ખિસ્સા પરનો ભાર હળવો થઈ શકે

    વર્ષનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો આઈપીઓ


    નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ આઈપીઓ અંતર્ગત કંપની કુલ 1.68 કરોડ શેરનું વેચાણ કરશે. જેના બદલે કુલ 125.96 કરોડ શેર માટે બોલી મળી હતી. જેમાં સૌથી વધુ ક્વોલિફાઈડ ઇન્સ્ટીય્યુશનલ બાયર્સ માટે અનામત કોટામાં કંપનીને સૌથી વધુ 178.26 ગણી વધુ બોલી મળી હતી. જ્યારે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ દ્વારા પોતાના કોટાના શેરમાં 71.32 ગણો વધુ સબ્સ્ક્રાઈબ થયો હતો. તે જ રીતે રિટેલ રોકાણકારોના કોટામા આ આઈપીઓ 17.63 ગણો વધુ સબ્સ્ક્રાઈબ થયો હતો.

    એક્સપર્ટનું શું કહેવું છે?


    હેમ સિક્યોરિટિઝના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ આસ્થા જૈનનું કહેવં છે કે 'અમે Harsha Engineeringના શેરની લિસ્ટિંગ 40-45 ટકાના પ્રીમિયમ ભાવે થવાની આશા રાખી રહ્યા છે.' તેવી જ રીતે મેહતા ઈક્વિટીઝના સીનિયર વીપી રિસર્ચ પ્રશાંત તાપસેનું કહેવું છે કે માર્કેટમાં તાજેતરાના ઉતાર ચઢાવ છતાં Harsha Engineeringના શેરનું લિસ્ટિંગ મજબૂતી સાથે થઈ શકે છે. તેમણે અનુમાન જણાવતા કહ્યું કે આ શેરનું લિસ્ટિંગ 480-500 રુપિયા પર થઈ શકે છે. જ્યારે તેની ઈશ્યુ પ્રાઈસ 330 રુપિયા પ્રતિ શેર છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Investment tips, IPO News, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन