Home /News /business /Harsha Engineers IPO: આજે હર્ષા ઇન્ટરનેશનલના શેરનું લિસ્ટિંગ, રોકાણકારોને ધોમ કમાણીની શક્યતા

Harsha Engineers IPO: આજે હર્ષા ઇન્ટરનેશનલના શેરનું લિસ્ટિંગ, રોકાણકારોને ધોમ કમાણીની શક્યતા

હર્ષા એન્જિનીયર્સના આઈપીઓનું આજે લિસ્ટિંગ છે, જેમને લાગ્યા છે તેમને બખ્ખા પડી શકે છે.

Harsha Engineersનો IPO આ વર્ષમાં અત્યાર સુધીમાં આવેલા તમામ આઈપીઓ કરતાં સૌથી વધુ ભરાયો છે અને સાથે સાથે ગ્રે માર્કેટ પ્રીમિયમ ભાવ પણ 50 ટકાના વધારા સાથે બોલાઈ રહ્યા છે. અમદાવાદ સ્થિતિ આ કંપનીમાં રોકાણકારોને ખાસ રસ પડ્યો હોવાનું કારણ તેની પ્રોફાઈલ પણ છે. હર્ષા ઇન્ટરનેશનલ એન્જિનીયરિંગ પ્રા. લિ. વિશ્વમાં ગેજ અને બેરિંગ બનાવતી સંગઠીત ક્ષેત્રની ટોચની કંપની છે અને તેનું ક્લાયન્ટ લિસ્ટ પણ ખૂબ જ મજબૂત છે. જે ભવિષ્યમાં પણ કંપનીના બિઝનેસના વ્યાપક ફેલાવાની શક્યતા તરફ ઈશારો કરી રહ્યું છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ અમદાવાદ સ્થિત હર્ષા એન્જિનીયરિંગના શેરનું આજે એટલે કે 26 સપ્ટેમ્બરના રોજ લિસ્ટિંગ છે. એક્સપર્ટનું માનવું છે જે મુજબ આ કંપનીના આઈપીઓને રિસ્પોન્સ મળ્યો છે અને કંપનીની પ્રોફાઈલ, તેના બિઝનેસના ફેલાવાની શક્યતા અને કંપનીની બેલેન્સશીટ જોતા તેના શેરનું લિસ્ટિંગ પ્રીમિયમ ભાવે થઈ શકે છે. કંપની પ્રીસીજન બેયરિંગ્સ કેજ બનાવે છે. માર્કેટ એક્સપર્ટના મુજબ Harsha Engineering ના શેરનું લિસ્ટિંગ 40થી 50 ટકા પ્રીમિયમ ભાવે થઈ શકે છે. કંપનીનો ઈશ્યુ 330 રુપિયા નો છે જે જોતા તેના શેર 460-500ની આસપા લિસ્ટ થઈ શકે છે. અહીં મહત્વનું છે કે હજુ ગત સપ્તાહમાં જ હર્ષા એન્જિનીયરિંગના શેર ગ્રે માર્કેટમાં 60 ટકાના પ્રીમિયમ ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. પરંતુ છેલ્લા સપ્તાહના અંતમાં શેરબજારમાં જોરદાર કડાકાના કારણે ગ્રે માર્કેટમાં પણ આ શેરનું પ્રીમિયમ ઘટી ગયું છે.

  આ પણ વાંચોઃ Bank Holidays In October: શું આગામી મહિનામાં 21 દિવસ બેંકો બંધ રહેશે? જરુરી કામ 30 પહેલા પતાવી લો

  અમેરિકન શેરમાર્કેટમાં જોરદાર કડકા અને ફેડ રિઝર્વ દ્વારા સતત ત્રીજીવાર વ્યાજ દરોમાં વધારા બાદ વૈશ્વિક બજારો પર તેની અસર જોવા મળી રહી છે. તેમાંથી ભારતીય બજાર પણ બાકાત નથી અને છેલ્લા કેટલાક સેશનમાં જ બજાર પોતાના તાજેતરના હાઈથી 4 ટકા નીચે પટકાઈ ગયું છે.

  Harsha Engineeringનું તગડું સબ્સ્ક્રિપ્શન


  હર્ષા એન્જિનીયરિંગનું સબ્સ્ક્રિપ્શન ખૂબ જ મજબૂત હતું. આ આઈપીઓ 75 ગણો વધુ ભરાયો હતો. જેના કારણે તેનું લિસ્ટિંગ પણ પ્રીમિયમ થશે તેવી આશા જોવાઈ રહી છે. કંપનીના મજબૂત ફાઈનાન્સ, ક્લાયન્ટ્સ સાથેના લાંબા બિઝનેસ રિલેશન, ભવિષ્યમાં ગ્રોથની શક્યતાઓ અને કંપની જે સેગમેન્ટમાં કામ કરી રહી છે તેમાં માર્કેટમાં મોટી ભાગીદારીના કારણે રોકાણકારોનો રસ વધ્યો છે. આ સાથે જ આ આઈપીઓ ચાલુ વર્ષના તમામ આઈપીઓમાં સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો આઈપીઓ બની ગયો છે.

  આ પણ વાંચોઃ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સસ્તી થઈ શકે, નવા નિયમોથી તમારા ખિસ્સા પરનો ભાર હળવો થઈ શકે

  વર્ષનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો આઈપીઓ


  નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ આઈપીઓ અંતર્ગત કંપની કુલ 1.68 કરોડ શેરનું વેચાણ કરશે. જેના બદલે કુલ 125.96 કરોડ શેર માટે બોલી મળી હતી. જેમાં સૌથી વધુ ક્વોલિફાઈડ ઇન્સ્ટીય્યુશનલ બાયર્સ માટે અનામત કોટામાં કંપનીને સૌથી વધુ 178.26 ગણી વધુ બોલી મળી હતી. જ્યારે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ દ્વારા પોતાના કોટાના શેરમાં 71.32 ગણો વધુ સબ્સ્ક્રાઈબ થયો હતો. તે જ રીતે રિટેલ રોકાણકારોના કોટામા આ આઈપીઓ 17.63 ગણો વધુ સબ્સ્ક્રાઈબ થયો હતો.

  એક્સપર્ટનું શું કહેવું છે?


  હેમ સિક્યોરિટિઝના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ આસ્થા જૈનનું કહેવં છે કે 'અમે Harsha Engineeringના શેરની લિસ્ટિંગ 40-45 ટકાના પ્રીમિયમ ભાવે થવાની આશા રાખી રહ્યા છે.' તેવી જ રીતે મેહતા ઈક્વિટીઝના સીનિયર વીપી રિસર્ચ પ્રશાંત તાપસેનું કહેવું છે કે માર્કેટમાં તાજેતરાના ઉતાર ચઢાવ છતાં Harsha Engineeringના શેરનું લિસ્ટિંગ મજબૂતી સાથે થઈ શકે છે. તેમણે અનુમાન જણાવતા કહ્યું કે આ શેરનું લિસ્ટિંગ 480-500 રુપિયા પર થઈ શકે છે. જ્યારે તેની ઈશ્યુ પ્રાઈસ 330 રુપિયા પ્રતિ શેર છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Investment tips, IPO News, Nifty 50

  विज्ञापन
  विज्ञापन