Home /News /business /

Hariom Pipe IPO: હરિઓમ પાઇપનો આઈપીઓ લાગ્યો તે રોકાણકારો થયા માલામાલ, શેરનું મોટા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ

Hariom Pipe IPO: હરિઓમ પાઇપનો આઈપીઓ લાગ્યો તે રોકાણકારો થયા માલામાલ, શેરનું મોટા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ

હરિઓમ પાઈપના આઈપીઓનું લિસ્ટિંગ

Hariom Pipe IPO Listing: નાણાકીય વર્ષ 2021 દરમિયાન કંપનીની કુલ આવક 254.82 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2020માં કંપનીની આવક 161.15 કરોડ રૂપિયા હતી.

    મુંબઈ. Hariom Pipe IPO Listing: હરિઓમ પાઇપના શેરનું આજે ભારતીય શેર બજારમાં દમદાર લિસ્ટિંગ થયું છે. NSE પર શેરનું 50.98 ટકા પ્રીમિયમ સાથે 231 રૂપિયા પર લિસ્ટિંગ થયું હતું. જ્યારે BSE પર હરિઓમ પાઇપના શેરનું લિસ્ટિંગ ઇશ્યૂ કિંમત (Hariom Pile issue price)થી 46.86 ટકા પ્રીમિયમ પર એટલે કે 224.70 રૂપિયા પર થયું હતું. કંપનીના શેરની ઇશ્યૂ કિંમત 153 રૂપિયા હતી. કંપનીએ આઈપીઓ (Hariom Pipe IPO) માટે પ્રાઇસ બેન્ડ 144-153 રૂપિયા પ્રતિ શેર રાખી છે. કંપનીએ 153 રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડ (Price Band) પ્રમાણે 130.05 કરોડ રૂપિયા એકઠા કરવા માટે આઈપીઓ બહાર પાડ્યો હતો.

    હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ હૈદરાબાદની કંપની છે. કંપનીનો આઈપીઓ 30મી માર્ચના રોજ ખુલ્યો હતો અને પાંચમી એપ્રિલના રોજ બંધ થયો હતો. કંપનીનો ઇશ્યૂ 7.93 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 12.15 ગણો ભરાયો હતો. જ્યારે નૉન-ઇસ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સો 8.87 ગણો અને ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત હિસ્સો 1.91 ગણો ભરાયો હતો.

    કંપનીનો બિઝનેસ


    હૈદરાબાદ સ્થિત હરિઓમ પાઇપ (Hariom Pipe) માઇલ્ડ સ્ટીલ, પાઇપ, સ્કાફફોલ્ડિંગ, એચઆર સ્ટ્રિપ્સ, એમએસ બિલેટ્સ અને સ્પંજ આયર્ન અને સ્ટીલની વસ્તુઓનું ઉત્પાદન કરે છે. કંપની 1400થી વધારે ડિસ્ટ્રીબ્યૂટર્સ અને ડીલર્સ મારફતે હરિઓમ પાઇપ બ્રાન્ડના નામે ભારતના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં એમએસ પાઇપનું વેચાણ કરે છે.

    કંપનીની નાણાકીય સ્થિતિ


    નાણાકીય વર્ષ 2021 દરમિયાન કંપનીની કુલ આવક 254.82 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2020માં કંપનીની આવક 161.15 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન કંપનીનો નફો 15.13 કરોડ રૂપિયા હતો, જે આગળના એટલે કે 2020ના વર્ષમાં 7.90 કરોડ રૂપિયા હતો.

    આ પણ વાંચો: વિજય કેડિયાએ શા માટે કહ્યું કે તેઓ પેટીએમ અને ઝોમાટોમાં રોકાણ નહીં કરે?

    લૉટ સાઇડ અને રોકાણની મર્યાદા


    રિટેલ રોકાણકારો આઈપીઓમાં લૉટમં બોલી લગાવી શકતા હતા. એક લૉટમાં 98 શેર હતા. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લૉટ માટે બોલી લગાવી શકતા હતા. એક લૉટ માટે બોલી લગાવનાર રોકાણકારે ઓછામાં ઓછા 14,994 રૂપિયા (₹153 x 98)નું રોકાણ જરૂરી હતું. વધુમાં વધુ 13 લૉટ માટે બોલી લગાવવા માટે 1,94,922 રૂપિયા (₹153 x 98 x 13)નું રોકાણ જરૂરી હતું.

    આ પણ વાંચો: 3,333 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

    શેરની કિંમત


    સવારે 11:00 વાગ્યે NSE પર હરિઓમ પાઇપનો શેર 74 રૂપિયા વધીને 227 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. બીએસઈ પર શેર 224 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market, Stock market

    આગામી સમાચાર